[:gj]કચરાપેટીમાં ચૂંટણી કાર્ડ કોણે ફેંકી દીધા [:]

[:gj]મહેસાણા મામલતદાર કચેરી સંકુલમાં આવેલા ડ્રાઇવરના રૂમની પાછળ કચરામાં ફેંકી દેવાયેલી હાલતમાં ચૂ઼ંટણીકાર્ડનો જથ્થો મળી આવતાં તંત્ર ચોંકી ઊઠ્‌યું હતું. જોકે, આ ચૂંટણીકાર્ડ જૂના હતા. જેમાં મહેસાણાના નાગલપુર, પ્રશાંત સિનેમા નજીક, કસ્બા, ગોઝારિયાના સરનામા હતા. ફોટો આઇડી મતદાર લેવા ન આવ્યા કે વિતરણમાં સરનામે મતદાર જ ન મળતા પરત આવેલા છે કે ભૂલ ભરેલા છે કે પછી વિતરણ વગર જ નિકાલ કરી દેવાયો તે તપાસનો વિષય છે. આ અંગે મામલતદાર કે.એમ. પટેલને પૂછતાં તેઓ સ્થળ પર દોડી જઇ ચકાસણી કરી હતી. તેમણે કહ્યું કે, જૂનાં કાર્ડ છે. જોકે, હાલ નવો સ્ટાફ છે, જૂના વખતમાં નિકાલ થયો હોઇ શકે, આ રીતે કોણે નિકાલ કર્યો તેની તપાસ કરાશે.

ગોધરામાં પણ આવું જ થયું હતું

ગોધરા મામલતદાર કચેરીની ઇમારતના થઇ રહેલા બાંધકામના દરમિયાન તેના કાટમાળમાંથી ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, આધાર કાર્ડ, મતદાર યાદીની ઓરીજીનલ નકલો જથ્થો રઝળતી હાલતમાં મળી હતી. સ્થળાંતરની કાર્યવાહી દરમિયાન રેકર્ડ રૂમની અતિ મહત્વની કહેવાય તેવી અનેક વસ્તુઓનું સ્થળાંતર કરવામાં લાપરવાહી દાખવવામાં આવી હોવાનું મનાય છે. કાટમાળમાંથી આ પ્રકારના દસ્તાવેજો મળી આવતાં કેટલાક સ્થાનીક આગેવાનોએ આ મામલે જિલ્લા કલેક્ટર કચેરીનું ધ્યાન દોર્યુ હતુ. રૂમમાં અતિ મહત્વના દસ્તાવેજો રાખવામાં આવતા હતા. આ આખા રૂમની વસ્તુઓનુ સ્થળાંતર જ કરવામાં આવ્યુ ન હતુ. બીજી તરફ કોન્ટ્રક્ટર દ્વારા આ આખા રૂમની તોડફોડ શરૂ કરી દેવામાં આવતાં દસ્તાવેજો મોટા પ્રમાણમાં ગાયબ થઇ ગયા હોવાની પણ હકીકત પણ બહાર આવે તેમ માનવામાં આવી રહ્યુ છે.[:]