[:gj]કચ્છમાં ખેડૂતોની ચિંતાજનક સ્થિતિ, ચોમાસુ નિષ્ફળ જતાં રવિ પાકમાં થયો ઘટાડો[:]

[:gj]

અછતગ્રસ્ત કચ્છ જિલ્લામાં દુષ્કાળની સ્થિતિમાં રવિ પાકનું વાવેતર ઘટ્યું છે. જોકે વાવેતર કરેલા રવિ પાક ઉપર પણ સંકટના વાદળો ઘેરાયા છે. બદલાતી સિઝનમાં પાણીની અછતને કારણે પાકને પર્યાપ્ત માત્રામાં પાણી ન મળતા પાક નિષફળ જવાની ભીતિ ખેડૂતોમાં વ્યાપી છે.
કચ્છમાં ચોમાસું નબળું જતા ખરીફ પાક નિષ્ફળ ગયો હતો. અને હવે તેની સીધી અસર રવિ પાકના વાવેતર પર થઈ રહી છે. વરસાદ ખેંચાતા આ વર્ષે ગત વર્ષની સરખામણીએ વાવેતરમાં ઘટાડો નોંધાયો છે.
સમગ્ર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 76,000 હેકટરમાં ખેડૂતોએ વિવિધ પાકોની વાવણી કરી છે. જો કે, આ વર્ષે ચણા, રાઈ, ઈસબગુલ જેવા અન્ય પાકોમાં ઘટાડો જોવા મળ્યો છે. છતાં પણ પિયતની વ્યવસ્થા ધરાવતા અનેક ખેડૂતોએ ઘઉં, રાયડો, રાઈ, ધાણા, ઘાસચારા, જીરૂ, મેથી, ડૂંગળી, જુવાર સહિતના પાકોની વાવણી કરી છે. જો કે, ગત વષર્ની સરખામણીએ જિલ્લામાં 30 ટકા ઓછી વાવણી થઈ છે.
કચ્છમાં પાણીના નહિવત સ્ત્રોતને પગલે રવિ પાક નિષ્ફળ જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ખેડૂતોએ જેમ તેમ કૃષિ ધિરાણો લઈ અને રવિ પાકનું વાવેતર કર્યું છે. પરંતુ બદલાતી મોસમ સામે ખેડૂત લાચાર બની ચૂક્યો છે. એકબાજુ જ્યાં રવિ પાકનું વાવેતર ઓછું થયું છે. ત્યાં બીજી બાજુ ઠંડી મોડી શરૂ થતાં કચ્છના કિસાનો ચિંતિત બન્યા છે. સરકાર દ્વારા કોઈ સહાય મળે તેવી ખેડૂતો આશા લગાવીને બેઠા છે

[:]