[:gj]કેરળની કુદરતી આફતમાં ધારાસભ્યો કેટલો પગાર આપશે ? [:]

[:gj]કેરળના પૂર પીડિતો માટે ગુજરાત કોંગ્રેસના તમામ ધારાસભ્યો એક માસનો પગાર સહાય પેટે રાહત ફંડમાં આપશે. તાજેતરમાં જ ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીની દિલ્હી ખાતે બેઠક યોજવામાં આવી હતી, જેમાં આ નિર્ણય લેવાયો હતો. કોંગ્રેસ હાઈકમાન્ડના આ નિર્ણય અનુસાર ગુજરાત સહિત દેશના તમામ રાજ્યોમાં કોંગ્રેસના ધારાસભ્યો એક માસનો પગાર કેરળના પૂર પીડિતને મદદ મળે તે હેતુથી આપશે. કોંગ્રેસના 77 ધારાસભ્યો છે. જે રૂ.50 લાખથી વધારે રકમ થશે. ધારાસભ્યોને પગાર અને સવલતો કેટલી મળે છે.

ધારાસભ્યોનો પગાર કેટલો

ગુજરાતના ધારાસભ્યોને રૂ.68,000 પગાર મળે છે. બીજા બધા ભથ્થા ગણીને કૂલ એક લખથી વધારે પગાર મળે છે. તેમ છતાં પગાર વધારા માટે સરકાર સમક્ષ પગાર વધારાની માંગણી મૂકી છે. નવી માંગણી પ્રમાણે હવે ધારાસભ્યને મહિને રૂ.1.25 લાખ જેવો પગાર મળી શકે છે. જોકે હવે અધિકારીઓનો પગાર વધે તેમ ધારાસભ્યોનો પણ પગાર આપમેળે વધે છે. તેમાં પણ દલાતરવાડીની જેમ હવે વિધાનસભાની પણ મંજૂરી લેવી પડતી નથી. ધારાસભ્યો દ્વારા તેમના અંગત મદદનીશના રૂ.3 હજારથી વધારીને રૂ.15 હજાર કરી આપવા માટે માંગણી કરી હતી. ધારાસભ્યોના બેઝિક પગાર 2008માં આઠ હજાર હતો. જેને 2010માં વધીને 21 હજાર કરવામાં આવ્યો હતો. હાલ IAS, IPS, IFS કેડરના પ્રથમ વર્ગના અધિકારી સમકક્ષ પગાર મળે છે. IAS નો જ્યારે પણ પગાર વધે ત્યારે MLAનો આપોઆપ વધે એવો કાયદો વિધાનસભામાં લાવવામાં આવ્યો છે. તેથી સરકારી કર્મચારીઓના પગાર સતત વધી રહ્યાં છે.

ધારાસભ્યોની ગ્રાન્ટમાં 1 કરોડ રૂપિયાનો વધારો કરાયો

સરકાર દ્વારા ધારાસભ્યોને આપવામાં આવતી ગ્રાન્ટમાં સીધો એક કરોડનો વધારો વિજય રૂપાણીની સરકારે કરી દીધો હતો. નાણાં મંત્રી નીતિન પટેલે વિધાનસભામાં જાહેરાત કરી હતી કે, ધારાસભ્યોને પોતાના મત વિસ્તારમાં લોકઉપયોગી કામ કરવા માટે રૂ.1.50 કરોડનું અનુદાન આપવામાં આવશે. જોકે વિપક્ષ દ્વારા રૂ.2  કરોડની ગ્રાન્ટ આપવા માંગણી કરી હતી. તત્કાલીન ધારાસભ્ય કુંવરજી બાવળિયાએ ગૃહમાં રજુઆત કરી હતી કે મત વિસ્તારમાં કામ કરવા માટે ધારાસભ્યોને જે રૂ.50 લાખની ગ્રાન્ટ આપવામાં આવે છે તે નાના વિકાસ કામોમાં જ વપરાય છે જેથી આ ગ્રાન્ટમાં વધારો કરવો જોઈએ.

વિધાનસભાની ચૂંટણી આવે એટલે સ્થાનિક સ્તરે મતવિસ્તારમાં એક જન પ્રતિનીધિ નીમવામાં આવે છે. લોકો દ્વારા તેને ચૂટી કાઢવામાં આવે છે. તેને આપણે ધારાસભ્યની ચૂંટણી કહીએ છીએ. પણ આ જન પ્રતિનીધી ચૂંટાયા બાદ વિધાનસભામાં ગયા પછી સામાન્ય માણસ નથી રહેતા તેને સરકાર દ્વારા અનેક સગવડો આપવામાં આવે છે. જેવી સગવડો કદાચ રાજ્યમાં ક્લાસ વન ઓફિસરોને આપવામાં આવતી હશે. ભલભલાના રૂવાડા ઉભા થઈ જાય તેવા પગાર અને સગવડો ધારાસભ્યોને આપવામાં આવે છે.

ભાડું પ્રથમ વર્ગનું મળે છે

ધારાસભ્ય કાયદેસર રીતે ક્લાસ વન અધિકારી જેટલો પગાર મેળવતો થયો છે. ધારાસભ્યોને રેલવે કે જહાજમાં પ્રથમ વર્ગનું ભાડું મળે છે. ધારાસભ્યો પત્ની અને પરિવાર સાથે ગુજરાત રાજ્ય કે અન્યા માર્ગ પરિવહનની બસ અથવા રેલવેમાં જે ટિકિટ થાય તે સરકાર આપે છે. ગુજરાત બહાર ધારાસભ્ય પોતે પ્રવાસ કરે તો 20 હજાર કિ.મી.સુધી મુસાફરીના બિલ સરકારે આપે છે. જો સહપ્રવાસી હોય તો 10 હજાર કિ.મી. સુધી મફત મુસાફરી કરી છે. મફત વિમાનીસેવા પણ મળે છે. ધારાસભ્ય વર્ષમાં 3 વાર સહપ્રવાસી સાથે વિમાન પ્રવાસ કરી શકે છે. મોટર માર્ગે પ્રત્યેક કિલો મીટર દીઠ રૂ. 5 મળે છે.

ડીઝલનું વાહન હોય તો રૂપિયા 4 અને મોટરસાઈકલ હોય તો કિ.મી. દીઠ રૂપિયા 1.20 મળે છે. ટેલિફોન માટે પ્રતિમાસ રૂપિયા 4 હજાર સુધીનું બીલ માફ મળે છે. પોસ્ટલ-સ્ટેશનરી માટે પ્રતિમાસ રૂપિયા 3 હજાર મળે છે. રહેવા માટે ધારાસભ્યની હોસ્ટેલમાં દૈનિક રૂપિયા 1.25 લેખે બે-ત્રણ રૂમનું ક્વાર્ટર મળે છે, તબીબી સેવામાં રાજ્ય સરકાર સંચાલિત હોસ્પિટલમાં ધારાસભ્ય અને પરિવાર માટે મફત છે. ધારાસભ્ય ખાનગી હોસ્પિટલમાં થયેલો ખર્ચ પણ મેળવી શકે છે. ધારાસભ્યના પીએનું ભથ્થું પણ મહિને રૂપિયા 3 હજાર મળે છે. પ્રજાના સેવકો એટલે કે ધારાસભ્યોને મફતમાં રૂ.5થી 10 કરોડનો પ્લોટ પણ મળે છે.

 

ટેલિફોન, અને પોસ્ટલ સ્ટેશનરી ખર્ચ

ધારાસભ્યને તેમના મત વિસ્તાર અને ગાંધીનગરના ધારાસભ્ય નિવાસના ફોનનું બિલ સરકાર ભોગવે છે. ધારાસભ્યોને પ્રતિમાસ રૂપિયા 3 હજાર પોસ્ટલ અને સ્ટેશનરી ખર્ચ પણ મળે છે.

સભ્યોને રહેઠાણ, ભોજન

ધારાસભ્યોને રહેવા માટે સદસ્ય નિવાસમાં ફલેટની સગવડ આપવામાં આવશે, જેમાં રહેઠાણનું રોજનું ભાડું 1.25 પૈસા અને સદસ્ય નિવાસમાં રાહતદરે ભોજન આપવામાં આવે છે.

મહેન્દ્ર મશરુ પગાર લેતા ન હતા

જૂનાગઢના ભાજપના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ પગાર અને ભથ્થાં લેતા નહોતા. ધારાસભ્યોના વધારાની દરખાસ્તનો મશરૂ વિરોધ કરતાં હતા. ગુજરાત વાહન વ્યવહારની બસમાં મુસાફરી કરતા હતા. છતાં તે હારી ગયા હતા.

ગુજરાતમાં પેન્શન નહીં

સમગ્ર દેશમાં ધારાસભ્યોને નિવૃત્ત થયા પછી પેન્શન મળે છે. ગુજરાતમાં મળતું નથી. ગુજરાતમાં કેશુભાઈ પટેલની ભાજપી સરકાર વખતે પેન્શન આપવા માટે વિધાનસભામાં દરખાસ્ત આપી હતી ત્યારે ગાંધીવાદી  સર્વોદયી નેતા ચુનીભાઈ વૈદ્ય ગાંધીઆશ્રમ ખાતે બેઠા હતા. તેથી સરકારે માંડી વાળ્યું છે. ફરીથી એક MLA કાઉન્સીલ દ્વારા પેન્શનની માંગણી કરી છે. તેના પર વિજય રૂપાણીની ખર્ચાળ સરકાર વિચારી રહી છે.

દેશમાં કેવા પગાર MLA ને મળે છે

તેલંગણ રાજ્યના મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવે 2014માં મહિને રૂ.2.50 લાખ પગાર અને ભથ્થાં ચુકવવા નક્કી કરાવી લીધું હતું. દિલ્હીના આમ આદમી પક્ષના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે મહિને રૂ.2.10 લાખનો પગાર MLAમાટે કરી આપ્યો છે. 2011માં ઓરીસામાં મહિને રૂ.21,950 પગાર ધારાસભ્યોને મળતો હતો જે દેશમાં સૌથી ઓછો હતો. ગુજરાત કરતાં પણ ઓછો હતો. જે હવે રૂ.1 લાખથી વધારે છે. અન્ય રાજ્યમાં રૂ.40 હજારથી રૂ.1.78 લાખ સુધી પગાર આપવામાં આવે છે. ગુજરાતમાં હવે અન્ય ભથ્થા વધારીને દલા તરવાડીની જેમ રૂ.1.25 લાખ સુધી પગાર અને બધી જ સવલતો સાથે રૂ.2 લાખ મહિને ધારાસભ્યોને મળતો થઈ જશે. તેલંગણના મુખ્ય પ્રધાનને રૂ.4.10 લાખ મહિને પગાર મળે છે. ગુજરાતના મુખ્ય મંત્રીનો રૂ.૩.21 લાખ દિલ્હીના મુખ્ય મંત્રીને મહિને રૂ.3.90 લાખ લાખ પગાર ભથ્થા મળે છે.

અમેરિકાના પ્રમુખ 1 ડોલર પગાર લે છે

અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ 4 લાખ ડોલર પગાર લઇ શકે પણ મોટા ભાગે 1 ડોલર લે છે. કેનેડાના વડા પ્રધાન 1.70 લાખ ડોલર વાર્ષિક પગાર લે છે. ભારતના વડા પ્રધાન રૂ.22 લાખનો જંગી પગાર મેળવે છે. ભારતના રાષ્ટ્રપતિને મહિને રૂ.5 લાખ ઉપરાંત બીજા અનેક ભથ્થા લે છે. દરેક રાજ્યના રાજ્યપાલ રૂ.3.5 લાખ અને રાજભવનનો વૈભવ માણે છે. મુખ્ય ન્યાયાધીશને રૂ.2.5 લાખ અને ભથ્થા મળે છે. સાંસદને મહિને રૂ.1.50 લાખ કરતાં વધુ પગાર મળે છે. સવલતો સાથે જે લગભગ રૂ.5 લાખ સુધી પહોંચે છે. હારેલા સાંસદને મહિને રૂ.20 હજાર પેન્શન મળે.

શું છે ભૂતકાળ

આજના નેતાઓ ગાંધીજી, લાલબહાદુર શાસ્ત્રી, જવાહર નહેરૂ અને સરકાર પટેલના નામ લઈને રાજકારણ કરે છે પણ તેઓએ સાદગી બાજુ પર મૂકી છે. ગાંધીનગરમાં પ્રધાનો માટે 500 કરોડની સુવર્ણ સંકુલ કચેરી બનાવી છે. 3 હજાર કરોડના ખર્ચે વિધાનસભા બનાવી છે. પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.રાજેન્દ્ર પ્રસાદનો પગાર રૂ.10,000  હતો. વડા પ્રધાન જવાહર લાલ નેહરુનો રૂ.૩૦૦૦ મહીને પગાર હતો. ડૉ.બાબાસાહેબ આંબેડકર, ક.મા. મુનશી, રાજાજી સહિતના પ્રધાનોનો મહિને રૂ.3000 હતો. રાજ્યપાલનો પગાર રૂ.5500 હતો. મુખ્ય પ્રધાનનો પગાર રૂ.1500 અને પ્રથમ મુખ્ય ન્યાય મૂર્તિ એમ. જે. કણિયાનો પગાર રૂ.7000 હતો.[:]