[:gj]કોંગ્રેસના અબડાસના ધારાસભ્યના પુત્ર સહીત 22 સામે ટ્રકોમાં તોડફોડની પોલીસ ફરિયાદ [:]

[:gj]ભુજ, તા.૧૩:  કચ્છમાં ટ્રાન્સપોર્ટ માટેના કોન્ટ્રાકટને લઇને કોઇને કોઇ બબાલ અને ઝઘડો થતાં રહે છે. ડેના કારણે  રાજકીય વિવાદ સર્જતા વાર નથી લાગતી.હવે આવો જ એક નવો વિવાદ ઉભો થયો છે.  નખત્રાણા પોલીસ સ્ટેશનમાં અબડાસાના ધારાસભ્યના પુત્ર સહિત ૨૨ જેટલા  લોકો સામે થયેલી પોલીસ ફરિયાદે ચકચાર સાથે રાજકીય ખળભળાટ સજર્યો છે. આ અંગે આર્ચીયન કંપની વતી રોહિત જોશીએ નખત્રાણા પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં  મુખ્ય આરોપી તરીકે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાના પુત્ર 01) અર્જુનસિંહ પ્રદ્યુમ્નસિંહ જાડેજા (મોટી વિરાણી), ઉપરાંત (૨) વનરાજસિંહ જાડેજા (ખોંભડી), (૩) દિલુભા સોઢા (નખત્રાણા), (૪) વિરલસિંહ (નખત્રાણા) સહિતના  અન્ય ૧૦ અજાણ્યા શખ્સોએ ગેરકાયદે મંડળી રચીને આર્ચીયન કંપનીની છ ટ્રકો ઉપર લાકડીઓ વડે પ્રહાર કરીને કાંચની તોડફોડ કરી નુકસાન પહોચાડ્યું હતું.તે ઉપરાંત ટ્રકો અથાડીને પણ નુકસાન પહોચાડ્યું હોવાનું જણાવ્યું છે. આ આખોયે મામલો પશ્યિમ કચ્છ ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન અને આર્ચીયન કંપની વચ્ચે મીઠાના ટ્રાન્સપોર્ટેશન વચ્ચેનો છે. ખુદ કંપનીએ પોલીસ ફરિયાદ લખાવી છે. તે મુજબ કંપનીની ૬ ટ્રકો દ્વારા મીઠાનું પરિવહન કરાતાં પશ્યિમ કચ્છ ટ્રક એસોસીએશનને વાંધો પડ્યો હતો[:]