કોકા-કોલા બ્રાન્ડેડની ‘મીનટ મેડ ઓરેન્જ જ્યુસ’ની M.R.P. વિનાની રૂા.૭.૬૧ લાખથી વધુ કિંમતની ૨૧,૭૪૪ બોટલોનો જથ્થો સીઝ કરાયો
ખેડા જિલ્લાના ગોબલજ ખાતે આવેલ મલ્ટીનેશનલ કંપની કોકા-કોલા બ્રાન્ડેડની ‘‘મીનટ મેડ ઓરેન્જ જ્યુસ’’ની M.R.P. વિનાની અંદાજે રૂા.૭.૬૧ લાખથી વધુ કિંમતની ૨૧,૭૪૪ બોટલોનો જથ્થો કાયદેસરની કાર્યવાહી કરી સીઝ કરવામાં આવ્યો છે.
મલ્ટીનેશનલ કંપની કોકા – કોલા દ્વારા તેમના નિટ મેડ ઓરેંજ જ્યુસની ૪૦૦ મિ .લિ.ની બોટલ પર ધી પેકેઝડ કોમોડીટીઝ રૂલ્સ,૨૦૧૧ના નિયમોમાં જરૂરી મહત્તમ છૂટક વેચાણ કિંમત (M.R.P.)નો ઉલ્લેખ કર્યો ન હોવાથી ગાંધીનગરની તોલમાપ વિભાગ દ્વારા દરોડો પાડીને ફ્લાઈંગ સ્ક્વોડની ટીમ દ્વારા પગલાં ભરાયા હતા.
ગ્રાહકોને વેચાતી કોઈપણ ચીજવસ્તુના પેકેટ પર ગ્રાહકો સ્પષ્ટપણે વાંચી શકે તે રીતે એમ.આર.પી, પેકીંગ તારીખ, કસ્ટમર કેર નંબર, નેટ ક્વોલીટી વગેરે બાબતો ધી પેકેઝૂડ કોમોડીટીઝ રૂલ્સ , ૨૦૧૧ની જોગવાઈઓ મુજબ દર્શાવવી જરૂરી છે.
બાબતને લગતી કોઈપણ ફરિયાદ હોય તો tolmap-ahd@gujarat.gov.in પર ફરિયાદ કરી શકાય છે.
ગુજરાતી
English


