[:gj]કોર્ટમાં મુદત માટે લઇ જઇ રહેલી પોલીસને થાપ આપીને હિતુભા ઝાલા ફરાર[:]

[:gj]સુરેન્દ્રનગર,તા.14 ગુજરાતની પોલીસ આરોપીઓને ઝડપી પાડવામાં માટે પરસેવો પાડે છે. પરંતું પકડમાં આવેલા આરોપીને સાચવી શકતી નથી. આવું જ મોરબીના ચકચાર ભર્યા ફાયરિંગ અને હત્યા કેસના આરોપી માટે થયું છે.  મોરબીના ચકચારી ફાયરિંગ કરી હત્યા નિપજાવવાના કેસના આરોપી હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા ઝાલા પોલીસને થાપ આપીને ભાગી ગયો છે. આ ખુંખાર આરોપીને અમદાવાદના શાંતિપુરા ચોકડી પાસેથી પોલીસે મહામહેનતે ઝડપી પાડ્યો હતો. જોકે પોલીસની  કસ્ટડીમાંથી આજે વહેલી સવારે નાસી છૂટ્યો હતો. મોરબીની જીલ્લા અદાલતમાં તેની મુદત હોવાથી પોલીસે તેને કોર્ટમાં હાજર કરવા માટે લઇ જઇ રહી હતી. પોલીસે રસ્તામાં હોલ્ટ કરતાં હિતુભા ભાગી ગયો હતો.  પોલીસ જાપ્તાની ટીમ મોરબી લઈ જવા નીકળી હતી ત્યારે ઘ્રાંગઘ્રા ઓનેસ્ટ હોટલ પાસે ટીમ હોલ્ટ કર્યો હતો. દરમિયાન હિતુભા ઝાલા પોલીસને થાપ આપીને નાસી છૂટ્યો હતો. આરોપીને પકડવા માટે પોલીસે સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી છે, તેમજ સ્થાનિક પોલીસ તેમજ અને જિલ્લા એલસીબી સહીતની પોલીસને જાણ કરવામાં આવી છે.

મોરબીામં  ડિસેમ્બર-2018માં અંગત અદાવતમાં આરિફ મીર પર હિતુભા ઝાલા સહિતના સાગરીતોએ 20થી વધુ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં આરિફ મીર ઘવાયો હતો, જ્યારે 13 વર્ષના વિશાલ બાંભણીયાનું મોત થયું હતું.

અમદાવાદ રિંગ રોડ પર ઝડપાયો ત્યારે બે શાર્પ શૂટર પણ સાથે હતા

અમદાવાદના છેડે એસ.પી. રિંગ રોડ પરની શાંતિપુરા ચોકડી આસપાસ ફરાર આરોપીઓ હોવાની બાતમી એટીએસની ટીમને મળતા હિતુભા ઝાલા સહિતના આરોપીઓને પકડ્યા હતા. એટીએસની ટીમે હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા ઝાલા પાસેથી બંદૂક અને  કારતૂસ મળી આવ્યા હતાં. જ્યારે કારના ચાલક ઘનશ્યામસિંહ જાડેજા પાસેથી દેશી બનાવટની પિસ્ટલ અને 5 કારતૂસ મળી આવ્યા હતાં. તેમની સાથે ઉત્તર પ્રદેશના બે શાર્પ શૂટર અંગ્રેજ ભવાનીપ્રસાદ ચૌધરી અને જીતેન્દ્ર મોર્ય તથા ખુમાનસિંહ જાડેજાને ઝડપી લેવામાં આવ્યા હતા.

મોરબીના ચકચારી ફાયરિંગ કરી હત્યા નિપજાવવાના કેસના આરોપી હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા ઝાલા પોલીસની કસ્ટડીમાંથી આજે વહેલી સવારે નાસી છૂટ્યો છે. આજે મોરબી કોર્ટમાં તેની મુદ્દત હોવાથી પોલીસ જાપ્તાની ટીમ મોરબી લઈ જવા નીકળી હતી ત્યારે ઘ્રાંગઘ્રા ઓનેસ્ટ હોટલ પાસે ટીમ હોલ્ટ કર્યો હતો. દરમિયાન હિતુભા ઝાલા પોલીસને થાપ આપીને નાસી છૂટ્યો હતો. આરોપીને પકડવા માટે પોલીસે સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી છે, તેમજ સ્થાનિક પોલીસ તેમજ અને જિલ્લા એલસીબી સહીતની પોલીસને જાણ કરવામાં આવી છે.[:]