[:gj]ખેડૂતોની રૂ.15 કરોડની લોનનું કૌભાંડ પકડાયું [:]

[:gj]જામનગર નજીકના જીવાપર ગામની સ્વાશ્રય સેવા સહકારી મંડળી સહકારી મંડળીના પ્રમુખ પ્રાગજી વેલજીભાઈ પરમાર અને મંત્રી વાલજી વશરામભાઈ પરમાર દ્વારા રૂ.15 કરોડનું કૌભાંડ 2008થી 2013માં કર્યું હતું. એકાદ વર્ષ પૂર્વે આ પ્રકરણમાં માત્ર દોઢ કરોડની ઉચાપતની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. એલસીબીની તપાસ દરમિયાન આ કૌભાંડ મોટું હોવાનું સામે આવ્યુ હતું.

જીવાપર ગામના ખેડૂતોને ધિરાણના લેણા પેટેની નોટિસ મળવા લાગતા આ પ્રકરણ સામે આવ્યું હતું. મંડળીમાં ખાતુ ધરાવતા અથવા ભૂતકાળમાં ખાતુ ધરાવતા ખેડૂતોની જાણ બહાર ખાતામાંથી પાક ધિરાણ પેટેની અરજી કરી, જેમાં મંજુર થયેલી રકમ ઉપાડી લઇ પોતાના બેંક ખાતામાં રકમ જમા લઈને આ કૌભાંડ કરવામાં આવ્યું હતું.

ફરિયાદ બાદ મંડળીના હોદેદારો રફુચક્કર થઇ ગયા હતા. જામનગર જીલ્લા કો-ઓ બેંક લી.ના અધિકારીઓ અને મેનેજર તથા પદાધિકારીઓની સંડોવણી અંગે તપાસ કરવામાં આવી હતી. જામનગર એલસીબી સમક્ષ હાજર થયા હતા. જેને લઈનેને એલસીબીએ બંનેની ધરપકડ કરી કોર્ડ સમક્ષ રજુ કર્યા હતા, જ્યાં કોર્ટે બંન્નેને ચાર દિવસના રિમાન્ડ પર લેવા હુકમ કર્યો છે.[:]