[:gj]ખેડૂતોનો પ્રશ્ન આવતાં ભાજપે મોરબીમાં નાગરિકતા સમર્થન રેલી રદ કરી – રાવણ[:]

[:gj]

મોરબીમાં 25મીએ નાગરિકતા કાયદાના સમર્થનમાં ભાજપના નેતાઓએ રેલી કાઢવાનું નક્કી કરાયું હતું પણ રાવણે તેનો વિરોધ કરીને ખેડૂતોના પાક વીમા આપવા માટે રેલી બાદ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા જવાની વાત કરતાં ભાજપે રેલી રદ કરીને નવેસરથી શનિવારે રેલી રાખી છે.
દેશમાં રામમંદિરના ચુકાદા પછી લોકોને એવું લાગી રહ્યું હતું કે હવે ધર્મને આધારે થતી રાજનીતિનો કાયમ અંત આવશે અને લોકોની જરૂરિયાત ના મુદ્દા પર ચર્ચા થશે પણ ધર્મવાદ કોમવાદ જાતિવાદ  આ દેશના ભાગ્યમાં લખ્યું હસે
હમણાં જ સરકાર દ્વારા CAB ( નાગરિક સંશોધન બિલ,)  અને NRC લાવવામાં આવી જેનો દેશભરમાં મુસ્લિમો અને યુનિવર્સિટી ના વિદ્યાર્થી દ્વાર વિરોધ થયો અને દેશમાં અરાજકતા ફેલાઈ જેમાં વિરોધ પક્ષ અને અમુક ભૂતકાળના સાથી પક્ષો દ્વાર ભાજપ ને ઘેરાવા ના પ્રયાસો થાય અને અમુક જુદા જુદા બુદ્ધિજીવીઓ દ્વાર આ કાયદા નો વિરોધ પણ થયો
             આ વિરોધ નો ફાયદો લેવા તથા દેશના લોકોને હંમેશા ધર્મના નસમાં રાખી રાજનીતિ કરવામાં માહિર ભાજપ દ્વારા વિરોધને પ્રતિકાર કરવા માટે અનામી હિન્દુ સંગોથનો દ્વાર રેલી અને કાર્યક્રમ નું આયોજન કરવામાં આવી રહીયું છે જેનો સીધો દોરી સંચાર ભાજપના લોકો દ્વાર થઈ રહીયો છે
જેમાં મોરબી ખાતે 28/12 ને શનિવારે CAA ના સમર્થનમાં અને અમિતભાઈ ના હાથ મજબૂત થઈ તે માટે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સવારે 9 વાગે માર્કેટિંગ યાર્ડ થી નગર દરવાજા સુધી લોકો ને જોડાવા અપીલ કરવામાં આવી છે અને ભાજપ ના લોકો ના સમર્થન ના મોટા હોડિંગ્સ લગાવવામાં આવ્યા છે આ રેલીના બેનર માં ભાજપ નો સિમ્બોલ તો નથી પણ આ રેલી નો દોરી સંચાર ભાજપ ના મંત્રી અને ધારાસભ્યો દ્વારા કરવામાં આવી રહ્યો છે
 પરંતુ આ રેલીમાં લોકો ને જોડાવા અને હિદુત્વો નો રોફ કરતા આયોજકોના અચાનક જ મોઢા સિવાય ગયા છે જેનું કારણ મોરબીનો કે. ડી. રાવણ છે કે જેમને આ રેલી ને સમર્થન સાથે અમુક ધારદાર સવાલ કરું લોકો ને વિચારતા કરી દીધા છે જે હાલની પરિસ્થિતિ જોતા સો ટકા સાચા છે
 કે. ડી.રાવણ દ્વારા આ રેલીને સમર્થન આપી આવી અપીલ કરી છે આ રેલી બિનરાજકીય અને હિદુહિત માટે અમિતભાઈ અને નરેન્દ્રભાઇ ના હાથ મજબૂત કરવા માટે હોઈ જે માટે લોકો કીમતી સમય આપતા હોઈ અને બાજુમાં જ કલેક્ટર ઓફીસ આવેલી હોઈ તો રેલી દ્વાર કલેકટર ને પણ સાથે આવેદન આપવું જોઈ કે જેથી વિજયભાઈ અને નરેન્દ્રભાઇ ના હાથ વધુમાં વધુ મજબૂત થઈ અને ખેડૂતો ને પકવિમો મળે જે વીમા કંપની દ્વાર ખેડૂતો સાથે છેતરપિંડી કરી એ તમામ ને પકડી શકે
અને આ દેશના હિન્દુ ખેદુતભાઈઓ ને પણ ન્યાય મળે કેમ કે આ વર્ષ અતિવૃષ્ટિના કારણે ખેડૂતો ના તમામ પાક નિષ્ફળ ગયા છે જેને કોઈપણ નકરી સકે તેમ નથી તથા વીમા કંપનીઓ દ્વાર ખેડૂતો સાથે મજાક કરી છે અને આ દેશનો ખેડૂત પોતાના હક માટે પણ લાચાર છે
ખેતી સાથે જોડયેલ તમામ વર્ગ હિન્દુ છે જે પોતાના અસ્તિત્વ માટે ચિંતિત છે
તો આ રેલી દ્વાર આ બાબતનું પણ આવેદન આપી અમિતભાઈ ના હાથ મજબૂત કરવામાં આવે જેથી વીમા કંપની ના કોલર પકડી શકે, જો રાષ્ટ્રવાદ જ ભાજપની વિચારધારા હોઈ તો હિન્દુ પીડિત ખેડૂતો માટે ભાજપના જ આગેવાનો કેમ મોઢું સંઘરી રહિયા છે
         અત્યારે આ દેશના હિન્દુ ખેડૂતોની હાલત બહુ દયનીય થઈ ગઈ છે હમણાં જ સાંસદ પરબત પટેલ સાથે વાત કરતા રડી રહેલા કિશાન ના ભાવુક દશ્યો ટીવી ઉપર આવીયા હતા, relience કે અદાણી ગમે તેટલી મોટી કંપની કેમ ના બને પણ 1 બજારો કે ઘઉં બનાવી શકશે નહિ.
          કે.ડી. રાવણ ના આ સવાલનો ચેપ અખા ગુજરાતમાં ના લાગે અને મોરબીમાં જ દફન થઈ જાય એ માટે મીડિયા મેનેજ કરવાની કામગીરી ભાજપના આગેવાનો દ્વાર કરી દીધી છે તથા આખી રેલી માં ખેડૂતો પણ હિન્દુ હોવાના નાતે આ રેલી ને પોતાની વેદના ને વાચા આપવાનું માધ્યમ ના બનાવે એ બાબતે કાળજી રાખવાના સૂચનો પણ અપાઈ ગયા છે કેમ કે ભાજપ ના પેટ ની વાત જાણી ગયેલ કે.ડી. રાવણ સારી રીતે જાણે છે કે જો ખેડૂતો જાગૃત થાય ને આ બિલ ને પોતાની રજૂવાત પોચડાવા નું માધ્યમ બનાવી લીધું તો ભાજપ પોતાની જ ચાલ માં ફસાઈ જસે
જે માટે અત્યાર થી જ મીડિયા ના લોકો ને રેલી માં આ સવાલ થી દૂર રાખવા માટે ની જવાબદારી સોંપાઈ ગઈ છે અને જો આ રેલી માં ખેડૂતો યે હિન્દુ છીએ પકવીમો અમારો હક સે નો નારો લગવિયો તો ભાજપના આયોજકો ને ભાગવાનો વારો આવશે એ સૌ કોઈ જાણે છે

[:]