[:gj]ગાંધીનગરમાં પાણીના મીટર કાઢી નાંખ્યા, હવે રાજ્યમાં લગાવાશે [:]

[:gj]ગુજરાતમાં પાણીનું રેશનાલાઇઝેશન કરીને 1.22 કરોડ ઘરમાં પાણી વપરાશના મીટર લગાવાશે. જેમાં 67.75 લાખ ગ્રામ્ય વિસ્તારમાં અને 54.74 લાખ શહેરી વિસ્તારમાં ઘર આવેલા છે. 6 હજાર ગામ એવા છે કે જ્યાં પિવાનું પાણી નળ મારફતે પહોંચતું નથી. શહેરોમાં 20 લાખ ઘર એવા છે કે તેઓ નળ નહીં પણ ટેપ કે કુવામાંથી પાણી મેળવે છે. તેમને મીટર નહીં લગાવી શકાય. જોકે મીટરથી પાણી આપવાની વાત તો 1986ના દુષ્કાલથી થથી આવે છે. પણ 30 વર્ષથી આ રીતે મીટર લાગ્યા નથી. હજું પણ સરકાર લગાવી નહીં શકે.

બોરવેલના પાણી વપરાય છે ત્યાં સરકાર નહીં પણ સોસાયટી કે એપાર્ટમેન્ટના સંચાલકો પાણીના મીટર મૂકી શકે છે. તે પણ થઈ શક્યું નથી.

રાજસ્થાનની પાણીની મીટર પ્રથાનો અભ્યાસ કરવા માટે ગુજરાત સરકારની એક ચૂકડી પાણી પુરવઠા પ્રધાન કુંવરજી બાવળિયા સાથે જઈ રહી છે.  તે અહેવાલ તૈયાર કરીને ગુજરાતમાં પાણી વપરાશના મીટરો લગાવવાની પદ્ધતિ વિકસાવવામાં આવશે. પાણીની લાઇનમાં મીટર લગાવીને તેના બિલ આપવામાં આવશે.

પાણીનો બગાડ થતો અટકી શકે. છેલ્લાં 26 વર્ષથી ભાજપનું શાસન ગુજરાતમાં છે જ્યાં અબજો રૂપિયા પિવાના પામી માટે યોજનાઓ બનાવવામાં ખર્ચી નાંખવામા આવ્યા છે. છતાં ગુજરાતના 2 કરોડ લોકો જળસંકટનો સામનો કરે છે.

અમદાવાદની કેટલીક સોસાયટીઓમાં પાણીના મીટર લાગુ કરવામાં આવ્યા બાદ પાણીના વપરાશમાં 50 ટકા સુધીનો ઘટાડો થયો છે. અમપા 1000 લીટર પાણી 4રૂમાં આપે છે. સોસાયટી અને એપાર્ટમેન્ટમાં આ પાણી ઘરદીઠ રૂ.8માં  1000 લીટર મળે છે.

ગુજરાતના પાટનગર ગાંધીનગરની રચના થઇ ત્યારે સરકારી આવાસોની સાથે ખાનગી આવાસ બનાવવામાં આવ્યા ત્યારે 1980માં પ્રત્યેક ઘરમાં પાણીના મીટર મૂકવામાં આવ્યા હતા. એ સમયે ગાંધીનગરને સાબરમતી નદીનું પાણી મળતું હતું. આ પાણીના મીટરનું માસિક બીલ રૂ.75થી રૂ.100 હતું. ગાંધીનગરના લોકોએ તેનો વિરોધ કરીને માટરો કઢાવીને મફત પાણી મેળવ્યું હતું.[:]