[:gj]થરા માર્કેટયાર્ડમાં મગફળી ખરીદી કૌભાંડ [:]

[:gj]ગત સાલ કાંકરેજ તાલુકામાં ઘોડાપૂરે કૃષિમાં ભારે તારાજી સર્જી હોવા છતાં રાજસ્થાન અને આજુબાજુના વિસ્તારમાંથી મગફળી લાવીને કાંકરેજ તાલુકાના ખરીદી કેન્દ્રો પર વેચાણ થયું જેમાં તંત્રની ભાગીદારીને રાજકીય ઈશારો કામ કરી ગયાના આક્ષેપો થયા હતા. આ હાલમાં કાંકરેજ તાલુકાના થરા માર્કેટયાર્ડ ખાતે મગફળીની ટેકાના ભાવે ખરીદી ચાલી રહી છે. જેમાં ખેડુતોની ઉઘાડી લુંટ અને હેરાનગતિ થઈ રહી છે. ખેડૂતો પાસેથી રૂ.૧૦૦૦ કે તેથી વધુનું ઉઘરાણું ફરજીયાત કરાવાય છે ને કેટલાક ખેડૂતોના રજિસ્ટ્રેશન થયા હોવા છતાં નંબર આવતો નથી તો કેટલાક ખેડૂતોએ મગફળીનો દાણો નહી વાવ્યો છતાં નોંધણી કરાવેલ હોવાથી બહારથી લાવેલ મગફળી વેચીને નફો કમાઈ રહ્યા છે. આ બાબતની સાચી તપાસ જેતે ખેડૂતોના ખેત વિસ્તાર તથા ગ્રામ સેવક – તલાટી જ કરી શકે.
કાંકરેજ તાલુકાના થરા માર્કેટયાર્ડમાં દિવાળી પહેલા એક વેપારી પેઢી કાચી પડતાં સાત કરોડ રૂપિયા નાના વેપારીઓના ફસાઈ થઈ ગયા છે. જેની અસર હવે જાવા મળે છે. ત્યાં આ મગફળીકાંડની સાચી તપાસ થાય તો “ઘોરી” નું ઘોર અંધકાર કે પછી ભાગીદારી એ થરા માર્કેટયાર્ડ અને ખેડૂતોમાં ચર્ચાનો વિષય જગાવ્યો છે. કાંકરેજ મામલતદાર અને પ્રાંત – પુરવઠાના અધિકારીઓ ચેકીંગ કોનુ કરે છે ? રૂ.૧૦૦૦ નું ઉઘરાણુ ખેડૂતો પાસેથી કેમ કરાય છે ? તેની તપાસ આવતા અધિકારીઓ કેમ નથી કરતા… કાંકરેજ તાલુકામાં ખરેખર કેટલી મગફળીનું[:]