[:gj]દ્વારકા પાસે પ્રદૂષણ સામે 13 દિવસથી આંદોલન કરતાં ખેડૂતોની સરકારે કોઈ ખબર પણ ન લીધી [:]

[:gj]

નયારા એનર્જી કંપની દ્વારા ફેલાવવામાં આવી રહેલા પ્રદુષણ સામે 13 દિવસથી આંદોલન ચલાવી રહેલા ખેડૂતોની સમસ્યા દૂર કરવા સરકાર કે કંપની દ્વારા આજ સુધી કંઇ જ કરવામાં આવ્યુ નથી. કંપનીના દરવાજા સામે જામનગર હાઇવેથી કાઠી દેવરિયા જવાના માર્ગે પર આંદોલન ચાલી રહ્યું છે.
નયારા એનર્જીથી અસરગ્રસ્ત ગામડાઓના ખેડુતોએ સંઘર્ષ સમિતિ બનાવી લડત શરૂ કરી છે. નયારા એનર્જી સામે ઉપવાસમાં બેઠેલા ખેડૂતોની માંગ છે કે,
1 કેમિકલયુક્ત પાણીથી ખરાબ થયેલી ખેતીનું ખેડૂતોને દર વર્ષે વળતર આપવામાં આવે.
2 દરેક ગામના નાગરિકોને આરોગ્ય, શિક્ષણ જેવી પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવે.
3 કંપનીના આસપાસના ગામોના યુવાનોને રોજગરીમાં પ્રાથમિકતા આપો
4 જમીન સંપાદન વખતેના ખેડૂતો અને કંપની વચ્ચે થયેલા કરારનું પાલન કરવામાં આવે.
5 કન્વેયર બેલ્ટના પ્રદૂષણ થી ખેડુતોના ઉભા પાકને થતું નુકશાન અટકાવાય.
6 ઊંધા બોર કરીને જમીનના તળમાં કેમિકલ કચરો ઠાલવવામાં આવે છે, જેના કારણે આસપાસના ગામોના પીવાના પાણી કેમિકલ યુક્ત થઈ ગયા છે તેનો સત્વરે નિકાલ લાવવામાં આવે.
આ માંગણી સાથે છેલ્લા 13 દિવસથી પ્રતિક ઉપવાસમાં બેઠેલા ખેડૂતો 13 નવેમ્બર 2018થી  સવારે 11 વાગ્યે 28 જેટલા ખેડૂતો 72 કલાકના અનશન પર બેસશે.
છેલ્લા 13 દિવસથી ચાલતા આંદોલનથી તંત્ર, કંપની કે સરકારનું પેટનું પાણી હલતું ન હોય ખેડૂતો પાસે હવે અનશન સિવાય વિકલ્પ ન હોય, કુંભકર્ણ નિંદ્રાધીન તંત્ર, કંપની અને સરકારને જગાડવા માટે અનશન ઉપર ઉતરવાનો નિર્ણય કર્યો છે.
પહેલાની એસ્સાર અને અત્યારે નયારા એનર્જી કંપની નામે ઓળખાતી કંપની સામે ખેડૂતો વિવિધ મુદ્દાઓ લઈને પ્રતીક ધરણા પર બેઠા છે.
કંપનીઓ એ કંપની એક્ટ મુજબ સામાજિક જવાબદારીના ભાગરૂપે સ્થાનિક ગામોમાં આરોગ્ય, શિક્ષણ વગેરે બાબતોને પ્રાથમિકતા આપવી જોઈએ પરંતુ અહીં તો ઊલટું છે સામાજીક જવાબદારી નિભાવવાને બદલે સામાજિક વ્યવસ્થા કેમ તૂટે તેના માટે કંપની પ્રયત્નશીલ હોય તેવું લાગે છે
 20 ગામના ખેડુતોએ પ્રદૂષણનું પ્રદર્શન કાર્યક્રમ યોજી, પાણીના સરકારી લેબોરેટરીમાં થયેલા રિપોર્ટ લોકો સામે મુક્યા હતા અગાઉ ખેડૂતો આ રિપોર્ટ પ્રદુષણ બોર્ડ, દિલ્હી અને ગાંધીનગર, માનવ અધિકાર પંચ દિલ્હી ગાંધીનગર, રાજ્યના મુખ્યમંત્રી, રાજ્યપાલ અને દેશના વડાપ્રધાન સુધી પત્રો લખીને મોકલ્યા છે તેમ છતાં કોઈ જ પરિણામ ન આવતા ઉપવાસ આંદોલન કરવાની કજેડુતોને ફરજ પડી છે.

[:]