[:gj]નવા સુચિત બ્રિજ બનાવવા શકય ન હોય તો ના પાડી દોને અમારે લોકોને શું જવાબ આપવાના?[:]

[:gj]અમદાવાદ,તા.03

અમપાના વહીવટીતંત્રમાં કાગળ ઉપર પણ કેટલો ખરાબ વહીવટ ચાલી રહ્યો છે એનો કડવો અનુભવ ખુદ સ્થાયી સમિતિના ચેરમેન અમુલ ભટ્ટને થવા પામ્યો છે. અંદાજપત્રમાં નવા બ્રિજ અંગેના આયોજનો બાદ પણ બે -બે વર્ષ સુધી એના પ્રિફીઝીબલિટી રિપોર્ટ પણ બ્રિજ પ્રોજેકટ દ્વારા સ્થાયી સમિતિ સમક્ષ ન મુકવામા આવતા ખુદ ચેરમેને આક્રોશ સાથે આજે રજુઆત કરવી પડી હતી.

ચેરમેનનો આક્રોશ

આજે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં અમપા દ્વારા શહેરની વધતી વસ્તી,વિકાસ અને વાહનોની સંખ્યા તથા ટ્રાફિકની વધતી જતી અને વકરતી જતી સમસ્યાના ઉકેલ મામલે સભ્યો દ્વારા તંત્ર ઉપર પસ્તાળ પાડવામા આવી હતી. ખુદ ચેરમેન અમુલ બળવંતરાય ભટ્ટે રોડ પ્રોજેકટના અધિકારીઓને આડે હાથ લેતા કહ્યુ,ધોડાસર બ્રિજ બનાવવા માટે બે વર્ષ અગાઉના બજેટમાં આયોજન કરાયુ હતુ.બે વર્ષ બાદ હજુ સુધી વિભાગે એ અંગેનો પ્રિફીઝીબિલિટી રીપોર્ટ પણ મુકયો નથી તો શુ સમજવાનું? ઉપરાંત દક્ષિણી પાસે પણ ઓવરબ્રિજ બનાવવા આ વર્ષના બજેટમાં આયોજન કરાયુ છે.ચેરમેને કહ્યુ,તંત્રને અમે કહ્યુ,જા બ્રિજ બનાવવો શકય જ ન હોય તો ના પાડી દોને.સુત્રો તરફથી મળતી માહીતી મુજબ,ધોડાસર અને દક્ષિણી એમ બંને સ્થળે ઓવરબ્રિજ બનાવવા અસંખ્ય મિલ્કતો કપાતમા જાય એમ છે. આ પરિસ્થિતિમા ચેરમેનનુ કહેવુ હતુ,પરિસ્થતિ તો સાફ થવી જાઈએને અમારે રોજ સવારે લોકોને ઉઠીને શુ જવાબો આપવાના?

રસ્તાઓ રીસરફેસ થયા બાદ થર્મોપ્લાસ્ટ લગાવાશે

શહેરના રસ્તાઓ પર ખાડા પુરવાની કામગીરી લગભગ પુરી કરી લેવાઈ છે.નવરાત્રિ બાદ અને દીવાળી પહેલા રોડ રીસરફેસ કરવાની કામગીરી પણ હાથ ધરાશે. આ કામગીરી પુરી થયા બાદ થર્મોપ્લાસ્ટ લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે.

ઓનરોડ પાર્કીંગ માટે હજુ સુધી કોઈ પોલીસી નથી

અમદાવાદમા અમપા દ્વારા ઓન રોડ પાર્કીંગ માટે આટલી રકમ વસુલાશે એવા વહેતા થયેલા અહેવાલોની વચ્ચે ચેરમેને આજે કહ્યુ,હજુ સુધી આવી કોઈ પોલીસી નકકી કરાઈ નથી. અમને એવા પણ લોકો મળ્યા છે જેમણે એમના પાર્કીંગ ઉપરાંતની જગ્યામા જા અમપાને ઓન રોડ પાર્કીંગની વ્યવસ્થા ઉભી કરવી હોય તો સંમતિ દર્શાવી છે પણ આ મામલે હજુ વિચારણા ચાલી રહી છે.

હેરીટેજવોકમા અંદરનીપોળો આવરી લેવાશે

અમદાવાદ શહેરમા બે દાયકાથી ચાલતી હેરીટેજ વોકમાં શહેરના અંદરના વિસ્તારોમા આવેલી પોળો અને તેની કલાત્મક ઈમારતોને આવરી લેવા અંગે મળેલા સુચનો ઉપર ચર્ચા કરાઈ હતી.ભવિષ્યમા આ મામલે નવેસરથી રૂટ ધડાશે એમ ચેરમેનનુ કહેવુ હતુ.

શહેરના તમામ ઝોન માટે એકસમાન પાણીની પોલીસી બનાવાશે

શહેરના નવા પશ્ચિમઝોનના વિસ્તારોમાં જાસપુર વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશન ખાતેથી પાણી પુરુ પાડવામા આવી રહ્યુ છે. નવા પશ્ચિમઝોનના લોકો સૌથી વધુ ટેકસ ભરતા હોવાછતાં પાણી મામલે એમને અન્યાય થાય છે.  આ અંગે આજે કમિટીમા ચર્ચા કરાઈ હતી.આ વિસ્તારોમા એક સમ્પ બનાવી પાણીની વ્યવસ્થા કરવા આયોજન કરાયુ છે. હાલ આ વિસ્તારોમાં જે પાણી આપવામા આવી રહ્યુ છે તે પાણીને લોકોએ પહેલા તેમની કોમન ટાંકીમા ભર્યા બાદ અલગ અલગ ઓવરહેડ ટાંકીઓમાં નાંખવુ પડે છે જેને લઈને વીજબીલ પણ તોતિંગ આવી રહ્યુ છે. ચેરમેને કહ્યુ,શહેરના સાત ઝોનમા રહેતા લોકોને એકસરખુ પાણી મળી રહે એ માટે નવી વોટર પોલીસી બનાવવામા આવશે.

 [:]