[:gj]પેપ્સીકો કંપની સામે આંદોલન શરૂં થયું ત્યાં સુધી ભાજપની રૂપાણી સરકાર ઉંઘતી રહી[:]

[:gj]અમેરીકાની પેપ્સીકો કંપનીએ ઉત્તર ગુજરાતમાં બટાકા પકવતાં ખેડૂતો ઉપર કોર્ટમાં કેસ કરી દરેક પર રૂ.1 કરોડનો દાવો કરતાં મલ્ટિનેશન કંપનીની દાદાગીરી સામે દેશભરના ખેડૂતો એક થયા છે. ગુજરાત સહિત અન્ય રાજ્યોના ખેડૂત સંગઠનો, ગુજરાત સ્ટેટ સીડ્સ પ્રોડયુસર એસો સહિત ખેડૂતોના હિત સાથે સંકળાયેલ સંસ્થાઓ અને સંગઠનો ખેડૂતોએ લડાઈ શરૂં કરી છે.

બિયારણની કોઈ પણ જાતની પેટર્ન મેળવેલી હોવા છતાં ખેડૂતો વાવણી, વહેંચણી કે વેચાણ કરી શકે તેવી કાયદામાં જોગવાઈ છતાં ખેડૂતો ઉપર ખોટા કેસ કરી ભારતની આઝાદી પહેલાના જેવો અત્યાચાર શરૂ થયો છે. ખરેખરતો ખેડૂતોએ નહી કંપનીએ ખેડૂતો સાથે છેતરપિંડી કરી છે. ખાનગી એજન્સી મારફતે ખેડૂતોને વધુ બજાર ભાવની લાલચ આપી માહિતી કઢાવી લીધી હતી.

પેપ્સીકો કંપનીનો દેશભરના ખેડૂતો બહિષ્કાર કરશે એવું નક્કી કરાયું છે. તેની વેફર ખાવાનું ગુજરાતના લોકો બંધ કરી દેશે. ગામે ગામ આ કંપનીની પ્રોડક્ટની હોળી કરવામાં આવશે.

દબાણ ઊભું થતાં પેપ્સીકો કંપનીએ ખેડૂતો સાથે અદાલત બહાર સમાધાનનો પ્રસ્તાવ મુક્યો છે. ગુજરાત સરકાર પર ખેડૂતોનું દેશભરમાંથી દબાણ વધતાં પેપ્સીકોના મામલે ખેડૂત તરફી પક્ષકાર બનશે. અત્યાર સુધી કૃષિ પ્રધાન રણછોડ ફળદુ પણ ઉંઘતા હતા. ભાજપ સરકાર હંમેશ મોટી કંપનીઓની તરફેણ કરી રહી છે. તેમ આ કંપનીએ કેસ કર્યા ત્યાં સુધી ભાજપની રૂપાણી સરકારે કંઈ કર્યું નહીં અને હવે જાહેરાત કરવામાં આવી છે.

કોંગ્રેસે પેપ્સીકો કંપનીની આવી હરકતોને વખોડી કાઢી છે. ખેડૂતોને ખોટી રીતે કોર્ટમાં ઢસડી જવાનો પેપ્સીકોનો નિર્ણય શર્મનાક અને પીપીવીએફઆર એક્ટનો ભંગ છે. રાજ્ય સરકાર આ મામલે આંખો બંધ રાખી શકે નહીં, આપણા ખેડૂતોએ શું પકવવું જોઈએ અને શું ના પકવવું જોઈએ તે કોર્પારેટ ક્ષેત્ર ખેડૂતો ઉપર લાદી શકે નહીં.[:]