[:gj] પોલીસે ફરજિયાત અમલ કરવો પડશે ટ્રાફિક નિયમોનો[:]

[:gj]અમદાવાદ,તા:૧૧ હાલમાં જ લાગુ કરવામાં આવેલા ટ્રાફિકના નિયમોથી નાગરિકો ત્રસ્ત બન્યા છે, ત્યારે પોલીસ દ્વારા સતત ઉલ્લંઘન કરવામાં આવતા વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યા છે. કેન્દ્રીય પરિવહન મંત્રી દ્વારા લાગુ કરવામાં આવેલા નિયમોની ગુજરાતમાં નકારાત્મક અસરથી બચવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જોગવાઈમાં ફેરફાર કરીને 50% ઓછા દંડની રકમ ઘટાડવાની જાહેરાત કરવી પડી, જે 16 સપ્ટેમ્બરથી લાગુ પડશે. રાજ્ય પોલીસવડાએ પણ પોલીસ માટે ટ્રાફિકના નિયમો ફરજિયાત હોવા અંગે આદેશ કરવો પડ્યો છે.

પોલીસવડાએ પરિપત્ર બહાર પાડતાં તમામ પોલીસ કર્મચારીઓને નિયમો અનુસરવા અને નિયમનું ઉલ્લંઘન કરતાં પકડાય તો દંડ કરવા આદેશ કર્યો છે. કેટલાક દિવસોથી કેન્દ્રીય પરિવહન મંત્રીના આદેશનો કડકપણે પોલીસ નાગરિકો પાસેથી અમલ કરાવી રહી છે, પરંતુ આ મસમોટા દંડના નિયમથી લોકો ભારે ચીડાયા છે. આવા ચીડાયેલા નાગરિકો સરકારના પ્રહરી અને નિયમોનું પાલન કરાવનારી પોલીસ દ્વારા નિયમોના લીરેલીરા ઉડાવતા વીડિયો અને ફોટો શેર કરી રહ્યા છે. પોલીસ દ્વારા જ નિયમોનું ઉલ્લંઘન અને લોકોનો રોષ જોઈને પોલીસવડાએ આ આદેશને જાહેર કર્યો છે.

પોલીસવડાએ પરિપત્રમાં વધુ આદેશ આપતાં કહ્યું કે, દરેક પોલીસકર્મીએ ફરજ દરમિયાન ફરજિયાત સ્થળ પર હાજર રહેવાનું રહેશે અને નિયમોનું પાલન કરવાની સાથે કરાવવાનું રહેશે.

જો કે નિયમોનો ભંગ કરનારા પોલીસ કર્મચારીઓના બચાવમાં તેમનો ખુદનો વિભાગ જ આવ્યો હતો, અને પોલીસ કર્મચારીના બચાવમાં ફેસબુક પર એક પોસ્ટ કરી હતી, જેમાં નિયમોનો ભંગ કરનારી પોલીસના ફોટો અને વીડિયો લેનારા લોકોને મૂર્ખ ગણાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત સારા રસ્તા, પરિવહન, શિક્ષણ માટે‘ત્રેવડ હોય તો સરકાર સામે મોરચો માંડો’ તેવું લખાણ પણ તેમાં લખવામાં આવ્યું હતું.[:]