ગરમીના પ્રકોપમાં અમદાવાદ વિશ્વમાં બીજા નંબરે

Ahmedabad ranks second in the world in terms of heat wave.

માત્ર ગરમી જ નહીં અન્ય ત્રણ પરિબળો ગરમીના જોખમ માટે જવાબદાર

અમદાવાદ, 19 જૂન 2026
ઓક્સફર્ડ યુનિવર્સિટીના સંશોધકો નેથ્મી જયરત્ને કરિયાવાસમ, જેસુસ લિઝાના અને રાધિકા ખોસલાએ તૈયાર કરેલા ‘મૂવિંગ બીયોન્ડ એક્સપોઝર: અ ગ્લોબલી કમ્પેરેબલ ફ્રેમવર્ક ફોર હીટ રિસ્ક એસેસમેન્ટ ઇન સિટીઝ’ અભ્યાસ લેખમાં શહેરોમાં ગરમીનું જોખમ માત્ર તાપમાન કે હીટવેવના આધારે માપી શકાય નહીં; સામાજિક નબળાઈ અને સામનો કરવાની ક્ષમતા પણ એટલી જ મહત્વપૂર્ણ છે એવી વાત કરીને ભારતના ઘણાં શહેરો ખાસ કરીને અમદાવાદને વિશ્વનું બીજા નંબરનું ગરમીથી જોખમ ભરેલું શહેર જાહેર કર્યું છે.

અત્યાર સુધીના મોટાભાગના વૈશ્વિક અભ્યાસો શહેરોમાં માત્ર તાપમાન, હીટવેવ, શહેરી ગરમ ટાપુ જેવા પરિબળો માપીને જોખમ નક્કી કરતા હતા.

સમાન તાપમાન ધરાવતા બે શહેરોમાં મૃત્યુદર અને અસર એકસરખી હોતી નથી. કારણ કે, ગરીબી, વૃદ્ધ વસ્તી, હરિયાળીનો અભાવ, આરોગ્ય સુવિધા, વીજળીની ઉપલબ્ધતા, એર કન્ડિશનિંગની પહોંચ જોખમને ઘણું બદલી શકે છે.

અભ્યાસમાં 10 લાખથી વધુ વસ્તી ધરાવતા 205 વૈશ્વિક શહેરોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.

ત્રણ પાસા
ગરમીનો પ્રકોપ શહેરમાં ગરમી કેટલી છે, નબળાઈ શું છે જેમાં ગરીબી, વૃદ્ધ વસ્તી, આર્થિક સ્થિતિ, આરોગ્ય સંવેદનશીલતા શોધી છે.
ગરમીનો સામનો કરવાની ક્ષમતા કેવી છે જેમાં હરિયાળી વિસ્તાર, ઠંડક સુવિધા, વીજળીની પહોંચ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાસાને ધ્યાનમાં લેવામાં આવ્યા છે.
આ 3 પાસાઓમાં અમદાવાદ સૌથી નબળું સાબિત થયું છે.

ભારત પર ખાસ અસર થઈ રહી હોવાનું તારણ છે. અભ્યાસમાં ભારતના ઘણા શહેરો ઉચ્ચ જોખમવાળા જોવા મળ્યા. ટોચના જોખમ ધરાવતા શહેરોમાં, અમદાવાદ, નાગપુર, મદુરાઈ છે.

અમદાવાદની સ્થિતિ
Hazard Exposure 0.89
Vulnerability 0.57
Lack of Coping Capacity 0.79
Composite Risk 0.79

અમદાવાદ વિશ્વના સૌથી વધુ ગરમી જોખમ ધરાવતા શહેરોમાં સામેલ થયું.

1
ગરમીના જોખમનો સંપર્ક / ગરમીનો પ્રકોપ (Hazard Exposure)
અમદાવાદમાં અત્યંત ઊંચું તાપમાન, હીટવેવ અને શહેરી ગરમી ટાપુની અસર હોવાથી ગરમીનો સીધો સંપર્ક ખૂબ જ ઊંચો છે. 0.89નો સ્કોર દર્શાવે છે કે શહેર ગરમીના પ્રકોપની દૃષ્ટિએ અત્યંત સંવેદનશીલ છે.

2
સામાજિક નબળાઈ (Vulnerability)
સામાજિક નબળાઈ 0.57 છે. જેમાં ગરીબી, વૃદ્ધ વસ્તી, ઝૂંપડપટ્ટીઓ, આરોગ્યની સ્થિતિ અને આર્થિક પરિસ્થિતિ જેવા પરિબળોને આધારે આ સ્કોર નક્કી થાય છે. શહેરમાં ગરમીથી વધુ અસરગ્રસ્ત બની શકે તેવી વસ્તી નોંધપાત્ર પ્રમાણમાં છે.
0.57 સ્કોર છે તેનો સીધો મલતબ કરવો હોય તો અમદાવાદમાં 57% લોકો ગરીબ છે.

ગરીબી, વૃદ્ધ વસ્તી, ઊંચી વસ્તી ઘનતા, ઝૂંપડપટ્ટીઓ, ખુલ્લી જગ્યાઓનો અભાવ, હરિયાળીનો અભાવ છે.
જેવા પરિબળો મળીને શહેરને ગરમી માટે વધુ સંવેદનશીલ બનાવે છે. અમદાવાદમાં પૂર્વ વિસ્તારના ઘણા વોર્ડોમાં ઊંચી વસ્તી ઘનતા અને ઓછી હરિયાળી હોવાથી ગરમીનું જોખમ વધારે જોવા મળ્યું છે

3
ગરમીનો સામનો કરવાની ક્ષમતાનો અભાવ
અમદાવાદનો ગરમીનો સામનો કરવાની ક્ષમતાનો અભાવ 0.79 છે. હરિયાળી, ઠંડકની સુવિધાઓ, વીજળી, આરોગ્ય સેવાઓ, જાહેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ગરમી સામે એક્શન પ્લાન જેવી વ્યવસ્થાઓ કેટલી અસરકારક છે તે આ સૂચકાંક માપે છે. અમદાવાદમાં ગરમી સામે રક્ષણ અને અનુકૂલનની ક્ષમતામાં હજુ પણ મોટી ખામીઓ છે.

એકંદર ગરમી જોખમ સૂચકાંક (Composite Risk)
એકંદર ગરમી જોખમ સૂચકાંક 0.79 છે. ઉપરના ત્રણેય પરિબળોને ભેગા કરીને તૈયાર કરાયેલ કુલ જોખમ સ્કોર. 0.79 દર્શાવે છે કે અમદાવાદ વિશ્વના સૌથી વધુ ગરમી જોખમ ધરાવતા શહેરોમાં સામેલ છે.

સરળ ભાષામાં અમદાવાદ માટે કહીએ તો,
ગરમીનો પ્રકોપ (0.89) → અત્યંત ઊંચો
સામાજિક નબળાઈ (0.57) → મધ્યમથી ઊંચી
સામનો કરવાની ક્ષમતાનો અભાવ (0.79) → ઊંચો
કુલ ગરમી જોખમ (0.79) → અત્યંત ચિંતાજનક

ગરીબી
ઊંચું તાપમાન છતાં ઓછું જોખમ હોય એવા શહેરોમાં માળખું સારું હોવાથી જોખમ ઓછું છે. પણ અમદાવાદમાં એવું નથી.
અમદાવાદમાં આશરે 1.73 લાખ ઝૂંપડપટ્ટી પરિવારો હોવાનું AMC અને Urban Management Centreના અભ્યાસમાં દર્શાવવામાં આવ્યું છે. 7.8 લાખથી 8.7 લાખ લોકો ઝુંપડામાં રહે છે.
નબળી રહેણાંક સ્થિતિમાં રહે છે. જે ગરમીનું જોખમ વધારે છે.
2006માં અમદાવાદની કુલ વસ્તીના 25.8% લોકો, એટલે કે અંદાજે 9 લાખ લોકો, ઝૂંપડપટ્ટીઓમાં રહેતા હતા.

અમદાવાદમાં ગરીબીનો બીજો અભ્યાસ
વિશ્વભરમાં સરેરાશ લગભગ 24% શહેરી વસ્તી ઝૂંપડપટ્ટી જેવી સ્થિતિમાં રહે છે. એટલે અમદાવાદનો 23–26%નો દર વૈશ્વિક સરેરાશની આસપાસ અથવા થોડો વધારે ગણાય.
જે મુંબઈ, કોલકત્તા, ચેન્નાઈ, પછી ત્રીજા નંબર પર આવે છે. પછી દિલ્હી અને સુરત આવે છે.

શહેરી ગરીબી અને ઝૂંપડપટ્ટીમાં રહેતી વસ્તી ઘણી છે. 1993-94માં ગુજરાતમાં શહેરી ગરીબી દર 28% હતો, જે 2011-12માં ઘટીને 10% થયો હોવાનો સરકારી દાવો છે.
એક અભ્યાસ મુજબ 2006માં અમદાવાદની લગભગ 25.8% વસ્તી આશરે 9 લાખ લોકો ઝૂંપડપટ્ટીઓમાં રહેતી હતી. જેમાં બહું ફેર પડ્યો નથી. અન્ય સત્તાવાર અંદાજો મુજબ અમદાવાદમાં ઝૂંપડપટ્ટીમાં રહેતી વસ્તી આશરે 23% હતી.

અભ્યાસના તારણો
ગરમીનું જોખમ માત્ર હવામાન નથી નક્કી કરતું; સમાજ કેટલો નબળો છે અને શહેર પાસે ગરમીનો સામનો કરવાની કેટલી ક્ષમતા છે તે પણ એટલું જ મહત્વનું છે. જેમાં ગુજરાતના ગાંધીનગરને બાદ કરતાં 16 મહાનગરો સાવ નબળા છે.

અમદાવાદ શહેર વિશ્વના સૌથી જોખમી શહેરોમાં બીજો ક્રમ આવીને ઉભું છે. વિશ્વના ટોચના 50 સૌથી વધુ ગરમી જોખમ ધરાવતા શહેરોમાં અમદાવાદ બીજા ક્રમે આવ્યું હતું. માત્ર ઇરાકનું અલ-બસરાહ અમદાવાદ કરતાં આગળ હતું. અભ્યાસ ભારત અને ખાસ કરીને અમદાવાદ માટે અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ કે તે દર્શાવે છે કે ગરમીનું જોખમ માત્ર તાપમાનથી નહીં, પરંતુ સામાજિક અને માળખાકીય પરિબળોથી પણ નક્કી થાય છે.

અભ્યાસે 10 લાખથી વધુ વસ્તી ધરાવતા વિશ્વના 205 શહેરોનું વિશ્લેષણ કર્યું.

અમદાવાદના સ્કોરમાં ગરમીનો પ્રકોપ, સામાજિક નબળાઈ, સામનો કરવાની મર્યાદિત ક્ષમતા સામે સાવ નબળું છે. અભ્યાસ અનુસાર અમદાવાદનું જોખમ માત્ર ઊંચા તાપમાનને કારણે નથી.
અમદાવાદમાં લાંબા સમય સુધી ચાલતી ઉનાળાની ગરમી, શહેરી ગરમી ટાપુની અસર, ગીચ વસ્તી, ઓછી હરિયાળી ધરાવતા વિસ્તારો, ગરીબ અને અનૌપચારિક વસાહતો, મર્યાદિત ઠંડક સુવિધાઓ માટે સત્તાધીશોએ કંઈ કર્યું નથી. માત્ર વૃક્ષો વાવવાના નાટક કર્યા છે.

અભ્યાસે ખાસ નોંધ્યું છે કે શહેરમાં ગરમીનો પ્રકોપ જેટલો મહત્વનો છે, એટલું જ મહત્વ લોકોની આર્થિક સ્થિતિ, વૃદ્ધ વસ્તી, હરિયાળી અને વીજળીની પહોંચનું પણ છે.
સતત વધતા તાપમાન અને શહેરીકરણને ધ્યાનમાં લેતા આ અભ્યાસ ચેતવણીરૂપ છે.

સંશોધકોના મત મુજબ માત્ર તાપમાન ઘટાડવાના પ્રયત્નો પૂરતા નથી.
શહેરોએ વધુ વૃક્ષારોપણ, કૂલ રૂફ (Cool Roofs), જાહેર ઠંડક કેન્દ્રો, પીવાના પાણીની સુવિધા,
ગરમી માટે આરોગ્ય તૈયારી, હીટ એક્શન પ્લાન પર ભાર મૂકવો જોઈએ.

સંશોધકો કહે છે કે અમદાવાદે વિશ્વના પ્રથમ વ્યાપક Heat Action Plans પૈકીનું એક અમલમાં મૂક્યું હતું. ગરમી ચેતવણી, જાહેર જાગૃતિ અભિયાન, આરોગ્ય તંત્રની તૈયારી, ગરીબ વિસ્તારોમાં Cool Roof કાર્યક્રમ, પીવાના પાણી અને હાઇડ્રેશન વ્યવસ્થા જોડવામાં આવ્યા છે. અભ્યાસ મુજબ આ પગલાંઓ ગરમીથી થતા મૃત્યુ ઘટાડવામાં મદદરૂપ થયા છે.
પણ તે અમદાવાદમાં માત્ર કાગળ પર છે.

અમદાવાદ વિશ્વના સૌથી ગરમ શહેરોમાં હોવાથી જ જોખમી નથી, પરંતુ ઊંચી ગરમી સાથે સામાજિક નબળાઈ અને મર્યાદિત અનુકૂલન ક્ષમતાનું સંયોજન તેને વિશ્વના સૌથી વધુ હીટ-રિસ્ક ધરાવતા શહેરોમાં સ્થાન અપાવે છે.

વિશ્વમાં ગરમીનું બીજું સૌથી જોખમી શહેર અમદાવાદ: ઓક્સફોર્ડ અભ્યાસે બતાવ્યા હીટ રિસ્કના નવા માપદંડ.

બેંગકોક (થાઇલેન્ડ) અને જેદ્દાહ (સાઉદી અરેબિયા) જેવા કેટલાક અત્યંત ખુલ્લા શહેરો મજબૂત સામનો કરવાની ક્ષમતાને કારણે નીચે ક્રમ ધરાવે છે, મજબૂત સામનો કરવાની ક્ષમતાને કારણે સંયુક્ત સૂચકાંકમાં નીચો ક્રમ ધરાવે છે.

ગુજરાત
ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, ભાવનગર જેવા શહેરોમાં ગરમી સતત વધી રહી છે.
માત્ર તાપમાન ઘટાડવાના પ્રયાસો પૂરતા નથી. સાથે સાથે શહેરી હરિયાળી, પાણીની ઉપલબ્ધતા, ગરીબ વિસ્તારોમાં ઠંડક કેન્દ્રો, આરોગ્ય વ્યવસ્થા, ગરમી સામે એક્શન પ્લાન પર ભાર મૂકવો જરૂરી છે.