[:gj]પ્લાસ્ટીકની સ્ટ્રો, ચા કપ, જ્યુસ કપ, છરી, ચમચી, લંચ પેક સામે આકરાં પગલાં લેવાશે [:]

[:gj]એક જ વખત વાપરવામાં આવતી પ્રકારની થેલી- કેરી બેગ, પ્લાસ્ટિક સ્ટ્રો, ચા-પાણી અને જ્યૂસના પ્લાસ્ટિક કપ, પ્લાસ્ટિક નાઇફ, પ્લાસ્ટિક ફોર્ક, પ્લાસ્ટિક સ્પૂૂન અને લંચ પેક કે ડિનર પેકમાં વપરાતી પ્લાસ્ટિકની થાળીના ઉપયોગ, વેચાણ અને ઉત્પાદન પર પ્રતિબંધિત હોવાથી તે અંગે ઉત્પાદકો, વપરાશ કરનારાઓ અને વેપારીઓ સામે ભારે દંડ વસુલ કરીને કામ ચલાવવાનું નક્કી કર્યું છે. પણ તે વિસ્તારના અધિકારીઓની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાથી હજારો ટન બનતી પ્લાસ્ટીકની વસ્તુ પર અંકૂશ મૂકી શકાતો નથી.

અમદાવાદમાં 50 માઇક્રોનથી નાની ઝભલાં થેલી પર કાનૂની પ્રતિબંધ મુકાયો હોવા છતાં તેનો ઉપયોગ અડકાવવામાં સરકાર નિષ્ફળ રહી છે.  અમદાવાદ મહાનગર પાલિકા – અમપા દ્વારા પ્લાસ્ટિકના ચાના કપ, ઝભલાં થેલી, અને પાન-મસાલાના રેપર પર પ્રિંતબધ મુકાયો છે. શાક માર્કેટ, ફરસાણ, કરિયાણાની દૃુકાનો, ડેરી, ચાની કીટલીઓ, પાન પાર્લરો વગેરે સ્થળોએ તેનો વપરાશ અટક્યો નથી. કારણ કે અધિકારીઓને કાયદામાં તે માટે જવાબદાર ગણવામાં આવ્યા નથી. તેથી વપરાશ અટકી શક્યો નથી.

અમપા દ્વારા 6થી 12 મે 2019 સુધી ઘ કચરા નિકાલ સંચાલક દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકના મામલે 1 હજાર લોકોને નોટિસ ફટકારી છે. રૂ.5.95 લાખનો વહીવટી ચાર્જ પ્લાસ્ટિકનું ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ કરતા ધંધાર્થીઓને ફટકારાયો હતો. 224 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.

 [:]