[:gj]ફાર્મા સેક્ટરે પણ મંદીના મારને કારણે કર્મચારીઓની છટણી શરૂ કરી[:]

[:gj]મંદીના મારની અસર ફક્ત લઘુ અને મધ્યમ ઉદ્યોગો ઉપર જ નથી પડી રહ્યાં પરંતુ તે ઓર્ગેનાઇઝડ સેક્ટરને પણ મોટી અસર કરી રહ્યાં છે. તેનું ઉદાહરણ ફાર્મા સેક્ટર છે. ગુજરાત ફાર્માસ્યૂટિકલ ઈન્ડસ્ટ્રિઝનું હબ ગણાય છે. છેલ્લા ઘણા દાયકાઓ દરમિયાન ફાર્મા સેક્ટરે ગુજરાતમાં સારુ એવું કાઠું કાઢ્યુ હતું. પરંતુ હવે તે ભૂતકાળ બની રહ્યો હોય તેવી દશા છે. હાલમાં જ સનફાર્મામાં જે બન્યું તે આંખો ઉઘાડનારૂં છે.

કંપનીએ વડોદરા યુનિટમાં કાર્યરત 85 જેટલા કર્મચારીઓને અગાઉથી ચેતવણી આપ્યાં સિવાય જ નોકરીમાંથી કાઢી મૂક્યાં છે. આ 85 કર્મચારીઓને વડોદરાના તાંદલજા અને અકોટા યુનિટમાંથી બરતરફ કરવામાં આવ્યાં છે. કંપનીએ એવું કારણ આપ્યું છે કે તેઓ રિસર્ચ અને ડેવલપમેન્ટ યુનિટ બંધ કરીને તેને અન્યત્ર સ્થળે ખસેડી લીધું છે, જેને કારણે કંપનીને આ પગલાં લેવાની ફરજ પડી છે. કંપનીએ એમ પણ જણાવ્યું હતું કે તેમનું વડોદરા સ્થિત તાંદલજા અને અકોટાના એકમનું કામ આટોપી લીધું છે. જોકે આ મામલે કર્મચારિઓએ હંગામો મચાવ્યો હતો.. સોશિયલ મિડિયામાં એક વિડીયો વાઇરલ થયો હતો જેમાં કંપનીએ બબાલ કરતાં કર્મચારીઓને કાબૂમાં લેવા બાઉન્સર્સનો ઉપયોગ કર્યો હતો તેવું દર્શાવાઈ રહ્યું છે. જોકે કંપનીએ આવી તમામ વાતોને પાયાવિહોણી ગણાવી હતી.

જોકે કંપનીએ જણાવ્યું હતું કે અમે કર્મચારીઓ સાથે જ છીએ અને તેમને ત્રણ માસનો એડવાન્સ પગારની પણ પેશકશ કરી છે. હટાવાયેલા કર્મચારીઓ તરફ કંપની સંવેદનશલીતા દર્શાવી રહી હોવાનો પણ કંપની તરફથી જણાવાયું હતું. જોકે આ દર્શાવે છે કે ગુજરાતમાં મંદીના ઓછાયા ઉતરી ચૂક્યાં છે. ફક્ત પરંપરાગત અને અન ઓર્ગેનાઇઝ્ડ સેક્ટરમાં નહીં પરંતુ કોપોર્ટેર સેક્ટર અને ઓર્ગેનાઇઝડ સેક્ટરમાં પણ મંદીનો પગપેસારો થઇ ચૂક્યો છે.

કામદારોની સ્થિતિ વર્ણવતો રિપોર્ટ પડતા પર પાટું સમાન

ગુજરાતમાં જીવાદોરી સમાન કાપડ, હિરા અને ગારમેન્ટ ઉદ્યોગમાં મંદી પ્રવર્તતા રોજિંદું કમાઇને રોજ ખાનારા કામદારોની હાલત બદતર છે.  બીજી તરફ પિરિયોડીકલ ફોર્સ લેબર સરવે 2017-18નો જે રિપોર્ટ પ્રસિદ્ધ થયો છે તે પડતાં પર પાટુ મારનારો સાબિત થઇ રહ્યો છે. પીએફએસએલ રિપોર્ટની ઘણા સમયથી રાહ જોવામાં આવી રહી હતી. આ રિપોર્ટ દેશમાં રોજગારીની જે સ્થિતિ વર્ણવે છે તે ભયાવહ છે. આ રિપોર્ટ મુજબ કામદારોના ક્ષેત્રમાં  દેશમાં લેબર ફોર્સમાં 6.1 ટકા અને 15થી 19 વર્ષના યુવાન કામદારોમાં બેરોજગારીનો આંકડો 17.8 છે. અહેવાલ એક ડગલું આગળ વધીને કહે છે કે વર્તમાન સમયમાં દેશમાં જે નોકરીઓની સ્થિતિ છે તે ચિંતાજનક છે. જે ચિત્ર ઉપસાવવામાં આવી રહ્યું છે તેના કરતાં વાસ્તવિક સ્થિતિ ઘણી જ ચિંતાજનક છે.

ગ્રામિણ કરતાં શહેરી કામદારોને વધુ વેતન

રિપોર્ટમાં જણાવ્યા મુજબ 2011-12માં રોજમદાર અને પગારદાર કામદારોની રોજગારીમાં પાંચ ટકાનો વધારો રહ્યો હતો, જે સારી નોકરીઓની સ્થિતિનું ચિત્ર સ્પષ્ટ કરે છે. પરંતુ આ વધારો આંશિક સાબિત થયો હતો અને તેમાં ચાર ટકાનો ઘટાડો નોંધાયો હતો. જોકે નિયમિત કામદારોમાં આ જ સમયગાળા દરમિયાન એક ટકાનો વધારો નોંધાયો હતો. જોકે કેઝ્યૂઅલ અને આંશિક કામદારોના દૈનિક વેતન કરતાં નિયમિત કામદારોની સ્થિતિ વધુ સારી હોવાનું ફલિત થયું છે.

રોજીંદા કામદોરોનું ચિત્ર (દૈનિક વેતન રૂ.માં)
સ્વરોજગારી  નિયમિત કામદાર કેઝ્યૂઅલ કામદાર જાહેરકામ સિવાય નરેગા

 

ગ્રામિણ 233 300 250 150
શહેરી 353 400 300

આ તમામ વચ્ચે સર્વિસ સેક્ટરમાં પણ સ્થિતિ વખાણવા લાયક નથી. અહીં પણ મંદીના મારે કંઇ બાકી રાખ્યું નથી. અહીં પણ કોસ્ટ કટિંગના દોરે ભલભલાની સેલરી ઓછી કરી નાંખી છે.[:]