[:gj]બરવાલા ચોકડી પાસેથી પોલીસે દેશી તમંચા સાથે ત્રણને ઝડપ્યાં[:]

[:gj]બોટાદ,તા.09

બોટાદ જીલ્લા પોલીસની ટીમ  ગઢડા જલજીલીણી અગીયારના તહેવાર નિમીત્તે તથા માનનીય મુ.મંત્રીશ્રી ના ગઢડા મુકામેનો પ્રવાસ કાર્યક્રમ અંતર્ગત  રાણપુર મીલટ્રી હાઇવે રોડ ઉપર બરવાળા ચોકડી પાસે વાહન ચેકીંગની કામગીરીમાં હતા તે દરમ્યાન એક કાળા કલરનીકાર  માલણપુર ગામ તરફથી આવતા તે ગાડી શંકાસ્પદ જણાઇ હતી.  ગાડી રોકીને તેને  ચેક કરતા ગાડીમાંથી ત્રણ ઇસમો  રૂતુરાજભાઇ આલ, કેવલભાઇ રબારી,ધર્મેશ બાર પાસેથી એક હાથ બનાવટના પિસ્ટલનંગ – ૧ તથા જીવતો કારતુસ નંગ – ૧ મળી આવતા ત્રણેય ઇસમોને ધોરણસર અટક કરી પીસ્ટલ-૧ કિ.રૂ. ૨૦,૦૦૦/ ની તથા કાર્ટીઝ-૧ કિ.રૂ. ૧૦૦/- તથા કાળા રંગની વર્ના કાર કિં.રૂ. ૭,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન- ૫ કિ.રૂ. ૧,૪૩,૦૦૦/-ઙ્ગ મળી કુલ કિ.રૂ. ૮,૬૩,૧૦૦/- નો મુદૃામાલ કબ્જે કરી ત્રણેય ઇસમો વિરૂધ્ધ રાણપુર પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધવામાં આવેલો છે. પોલીસે  આગળની વધુ તપાસ એલ.સી.બી. ચલાવી રહેલી છે. આ ત્રણે શખ્સો પિસ્ટલ લઇને ક્યાં જઇ રહ્યાં હતા તેમજ કોને મારવા માટે આ પિસ્ટલ ખરીદી હતી તેની તપાસ કરી રહી છે. પોલીસે ત્રણેની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની તજવીજ શરૂ કરી છે.[:]