[:gj]ભાજપના ધનસુખ ભંડેરીએ બે સિંહ બાળને હાથમાં લઈને ફોટો પડાવ્યો હતો[:]

[:gj]

ધનસુખ ભંડેરી રાજકોટ ભાજપના નેતાઓના માનીતાં છે. તેથી તેમને ગુજરાત ફાયનાન્સ બોર્ડના અધ્યક્ષ તરીકે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ નિમણૂંક આપી હતી. તેઓ ગીર જંગલમાં ગયા હતા ત્યારે સિંહ સાથે સેલ્ફી લીધી હતી. જે કાયદા વિરુદ્ધ હતું. છતાં આજ સુધી તેમની સામે કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી. તેમને સિંહ સાથે રમવાનો પીળો પરવાનો આપવામાં આવ્યો હોય તેમ ગીરમાં ફોટો પડાવ્યો હતો.
આ પ્રરણમાં વન વિભાગ કે સરકારે કોઈ જ પગલાં લીધા નથી.
તેઓએ બે સિંહ બાળને હાથમાં લઈને ફોટો પડાવ્યો હતો.
15 માર્ચ 2018ના રોજ રાજકોટ ઝૂનાં પ્રાણી સંગ્રહાલયમાં સિંહણ ‘મોજ’ને બે બચ્ચાનો જન્મ થયો હતો. આજી ઝૂમાં સિંહ-સિંહણની કુલ સંખ્યા 11 થઈ હતી. ઝૂને બ્રિડિંગ સેન્ટર તરીકે વિકસાવવાની મંજૂરી સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીએ આપી દીધી હોવાનુ મેયર ધનસુખ ભંડેરીએ જણાવ્યું હતું. 10 વર્ષના સિંહ વિરલના સફળ મેટીંગથી સાડા ત્રણ વર્ષની વયની સિંહણ મોજે 108 દિવસના ગર્ભધાન બાદ પ્રથમ વખત બે બચ્ચાને જન્મ આપ્યો હતો. ઝૂમાં 4 પુખ્તવયની સિંહણ અને 2 પુખ્ત વયના સિંહ તથા સિંહણ મસ્તીના 3 અને સિંહણ મોજના ર મળી કુલ પ સિંહબાળ છે. નોંધનીય છે કે, તાજેતરમાં સિંહણ મસ્તીને 5 બચ્ચા અવર્તયા હતા. તેમાંથી 2 મૃત્યું પામતા 3 રહયાં હતાં. સિંહ વિરલ જૂનાગઢથી લોન પર લવાયેલો હોઈ મોજ અને મસ્તીના મળી બે બચ્ચા જૂનાગઢ ઝુને આપવાના હતાં.
ગુજરાતમાં એક માત્ર જૂનાગઢ ઝૂ બ્રિડિંગ સેન્ટર તરીકે માન્યતા ધરાવે છે. રાજકોટ સાથે ભોપાલ, હૈદરાબાદ, ન્યૂ દિલ્હી ખાતે આવેલા ઝૂને પણ બ્રિડિંગ સેન્ટર તરીકે માન્યતા આપવામાં આવી છે.
વિવાદાસ્પદ ભંડેરી
રાજકોટના જસદણ ખાતે શુક્રવારે યોજાયેલા એક કાર્યક્રમમાં ભાજપ નેતા ધનસુખ ભંડેરી મર્યાદા ચુકી ગયા હતા. જેને લઈને હવે વિરોધ શરૂ થયો. જોકે પોલીસે કોંગ્રેસ નેતા કુંવરજી બાવળિયા સહિત અન્ય કાર્યકરોની અટકાયત કરી હતી. હવે કુંવરજી ભાજપમાં ગુલાંટ મારીને જતાં રહ્યાં છે.
ધનસુખ ભંડેરીએ કૉંગ્રેસને ભાંડતા સોનિયા ગાંધી પર અભદ્ર ટિપ્પણી કરી દીધી. જેથી કોંગ્રેસ કાર્યકરો ધનસુખ ભંડેરીનો વિરોધ કર્યો હતો. તેમજ ધનસુખ ભંડેરીનું પુતળુ બાળ્યુ હતુ. કોંગ્રેસ કાર્યકરો ત્રિકોણબાગ ખાતે ભાજપના સેવા સેતુ કાર્યક્રમમાં પહોંચ્યા હતા. તેમજ નીચે બેસીને વિરોધ કર્યો હતો. જે સમયે ભાજપ-કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ હતી. કોંગ્રેસના વિરોધને લઈને પોલીસ બંદોબસ્ત પણ સઘન કરી દેવાયો. તો બીજીતરફ કોંગ્રેસના કાર્યકરોએ મેયરની નંબર પ્લેટ તોડી નાખી હતી.

[:]