[:gj]ભાજપમાં જોડાયેલા મહેસાણા પાલિકાના પ્રમુખની પલટી, પાછા કોંગ્રેસમાં જતા રહ્યાં[:]

[:gj]મહેસાણા,તા:૩૦   2 દિવસ પહેલા જ મહેસાણા નગર પાલિકાના પ્રમુખ ઘનશ્યામ સોલંકી સહિત 7 કોંગ્રેસી નગર સેવકો નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની હાજરીમાં ભાજપમાં જોડાઇ ગયા હતા અને હવે આજે પાછા તેમની ઘર વાપસી થઇ છે, અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય પર ઘનશ્યામ સોલંકીએ જણાવ્યું કે હું તો નીતિનભાઇ સાથે ગ્રાન્ટની ચર્ચા કરવા ગયો હતો અને મને ખેસ પહેરાવી દેવાયો હતો, જો કે આ વાત માન્યામાં આવે તેમ નથી, કારણ કે તેઓ પોતાની મરજીથી ધામધૂમથી ભાજપમાં જોડાયા હતા.

પાલિકામાં પ્રમુખની મુદત પૂરી થઇ રહી હતી અને ઘનશ્યામ સોલંકી છેલ્લા પોતાના પદે બની રહેવા માંગતા હતા, જેથી તેઓ છેલ્લા ઘણા સમયથી નીતિન પટેલના સંપર્કમાં હતા અને ભાજપમાં જોડાઇ ગયા હતા, જો કે કોંગ્રેસે રસ લઇને પોતાના કાર્યકર્તાઓને પાર્ટીમાં લાવવામાં સફળતા મેળવી છે. અને કુલ 23 સભ્યો આજે કોંગ્રેસમાં જોડાઇ ગયા છે.[:]