[:gj]ભાજપે દાવો કર્યો તેના માત્ર 1.43 ટકા જ રોકણ ઉદ્યોગોએ કર્યું, જુઠનો પરપોટો ફૂટ્યો[:]

[:gj]વિરોધ પક્ષ દ્વારા ભાજપ સરકારની વાયબ્રંટની પોલ ખોલતી વિગતો જાહેર કરી છે. રૂ.75 લાખ કરોડના રોકાણ થવાના હતા તેની સામે માત્ર રૂ.2,75,880 કરોડનું મૂડીરોકાણ ગુજરાતમાં આવ્યું છે. જોકે, તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ જાહેર કરેલી વિગતો મુજબ, વર્ષ 2000થી 2018 સુધીમાં રૂ.1,07,316 કરોડનું મૂડીરોકાણ થયેલું છે. રૂ.75 લાખ કરોડના રોકાણ થયો હોવાનો દાવો ભાજપ સરકારો કરતી આવી છે પણ ખરેખર તો રૂ.1,07,316 કરોડનું મૂડીરોકાણ ગુજરાતમાં આવ્યું છે. એટલે ભાજપની સરકારો જે દાવો કરે છે તેમાં ખરેખર મૂડીરોકાણ 1.43 % જ થયું છે. આમ ભાજપની પોલ રિઝર્વ બેંકના ગવર્નરે જાહેર કરી દેતા ભાજપ સરકાર રેતીમાં મોં છુપીવી રહી છે.

રાજયમાં સૌથી વધુ રોકાણ આવશે તેવી જાહેરાત કરાઈ હતી તે ક્ષેત્રના પ્રોજેક્ટસ સૌથી વધુ પડતા મુકાયા. કેમિકલ્સ અને પેટ્રો કેમિકલ્સમાં 4265 પ્રોજેક્ટ આવશે એવું જાહેર કરાયું હતું પણ 1445 પ્રોજેક્ટ પડતા મુકાયા હતા. જેમાં સૌથી વધારે સાડા 6 લાખ બેકારોને રોજગારી મળવાની હતી.

જાન્‍યુઆરી-1983થી ઓગસ્‍ટ-2016 સુધીમાં રૂ.13,85,700 કરોડનું મૂડીરોકાણ થશે એવું જાહેર કરાયું હતું પણ ખરેખર તો 2,75,880 કરોડનું મૂડી રોકાણ આવ્યું છે.

15,109 ઉદ્યોગો આવવાના હતા જેની સામે 6251 ઉદ્યોગો આવ્યા છે. જે સામાન્ય રીતે આવતાં હોય છે તે રીતે જ આવ્યા છે. વાયબ્રંટના કારણે આવ્યા નથી.

વિધાનસભામાં આપેલા જવાબો મુજબ, રાજયમાં આઠ વાયબ્રન્ટમાં રૂ.74,49,526 કરોડનું મૂડીરોકાણ થવાનું હતું એવું ભાજપ સરકારે જાહેર કર્યું હતું પણ ખરેખર રૂ.11,13,602 કરોડનું મુડીરોકાણ થયું છે.

રાજય સરકારના સત્તાવાર અહેવાલ સામાજિક આર્થિક સમીક્ષા 2016-17માં આપેલી વિગતો અને વિધાનસભામાં આપેલી વિગતો અલગ પડે છે. તેથી આંકડાઓ સાથે ભાજપ સરકાર ચેડાં કરી રહી છે.

વિધાનસભામાં અતારાંકિત પ્રશ્નોના આપેલા જવાબ મુજબ રાજયમાં 2008-09થી 2017-18 સુધીમાં ઔદ્યોગિક મૂડીરોકાણ રૂ.3,50,097 કરોડ થયેલું છે, તો સામાજીક આર્થિક સમીક્ષા 2016-2017માં 1983થી 30-9-2016 સુધીમાં રૂ.2,75,880 કરોડનું મુડીરોકાણ થયેલું બતાવે છે. વિધાનસભામાં આપેલ જવાબ મુજબ 10 વર્ષમાં રૂ.3,50,097 કરોડનું મૂડીરોકાણ કેવી રીતે થઈ ગયું ?

આઠ વાયબ્રન્ટનું સરવૈયુ

વર્ષ – MoUપ્રોજેક્ટસ – રોકાણ(કરોડ) – પ્રોજેક્ટ થયા – રોકણ થયું(કરોડ)

2017 – 24775 – 931399 – 10355 – 222306

2015 – 21203 – 1631109 – 14268 – 205554

2013 – 17719 – 931399 – 10959 – 151228

2011 – 8380 – 2083183 – 4229 – 246341

2009 – 8888 – 1234898 – 2140 – 104590

2007 – 454 – 465310 – 223 – 107897

2005 – 227 – 106160 – 115 – 37940

2003 – 80 – 66069 – 42 – 377746

કૂલ – 81726 – 7449527 – 42341 – 1113602[:]