[:gj]મગફળી દાણામાંથી લિનોલીક એસિડ ઘટાડી કોલેસ્ટ્રોલ મુક્ત કરવા પ્રયોગો[:]

[:gj]ડાયેટિંગ કરતા અને હાઈ કોલેસ્ટેરોલ ધરાવતા સ્વાદના શોખીનો માટે જૂનાગઢ કૃષિ વિશ્વ વિદ્યાલયના વિજ્ઞાનીઓએ કોલેસ્ટ્રોલ મુક્ત મગફળીની નવી જાત તૈયાર કરી દીધી છે. જે આવનારા સમયમાં ખેતોરમાં જોવા મળશે. હજુ તેના પર કેટલાંક અખતરા ચાલી રહ્યાં છે. જેનોમ ટેકનોલોજી દ્વારા તેના DNA – રંગસૂત્રો બદલી નાંખાવામાં આવ્યા છે. મગફળીનો ગુણધર્મ છે કે તેના દાણામાંથી 45થી50 ટકા સુધી તેલ આપે છે. તેલમાં કેટલાંક અંશે કોલેસ્ટ્રોલ હોય છે. કોલેસ્ટ્રોલનો ગુજરાતી અર્થ થાય છે, રક્તવસા કે પિત્ત-સાંદ્રતા. તે વધી જાય તો તેને ઘણી તકલિફો થાય છે. હ્રદય રોગ પણ થઈ શકે છે. જે ગુજરાતના લોકોમાં વધું જોવા મળે છે. નવી જાતની મગફળીમાં હાનિકારક રક્તવસા – કોલેસ્ટેરોલ નથી. જોકે તલના તેલ દુનિયાનું શ્રેષ્ઠ કોલેસ્ટ્રોલ ફ્રી તેલ હોવા છતાં તે મોઘું પડતું હોવાના કારણે કોઈ ખાતું નથી.

2017માં 32 લાખ ટન અને 2018માં 23 લાખ ટન મગફળી સૌરાષ્ટ્રમાં પકવવામાં આવી હતી. જે સમગ્ર ભારતમાં સૌરાષ્ટ્રમાં સૌથી વધું પાકી હતી. જેનું તેલ ખાવાથી રક્તવસા થઈ શકે છે. જે હવે નહીં થાય.

જોકે મગફળીની અંદરના તેલના DNA – રંગસૂત્ર બદલી કાઢીને નવા રંગસૂત્રો બેસાડી દેવામાં આવ્યા છે, જેમાં કોલેસ્ટ્રોલ ઓછું છે. હાલની મગફળીમાં બે પ્રકારના ફેટી  એસિડ મળી આવે છે. ઓલીક એસિડ અને લિનોલીક એસિડ આ બંને મળીને મગફળીના તેલમાં 80% છે. જેમાં લિનોલીક એસિડ રક્તવસા વધારે છે. જયારે ઓલીક તેનાથી વિરુદ્ઘ  કામ કરી કોલેસ્ટેરોલ ઘટાડે છે. જેમાં ફેરફાર કરી દેવામાં આવ્યો છે. જોકે કુદરત સાથે કરવામાં આવતી આવી છેડછાડ પણ આરોગ્ય માટે સારી તો ન જ કહેવાય. પણ આધુનિક તબિબિ વિજ્ઞાન અને લોકોના બદલાયેલા વગણના પગલે આવું કરવાની ફરજ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીને પડી છે.

જૂનાગઢ યુનિવર્સિટીના બાયોટેકનોલોજી વિભાગે મગફળીના DNA  સુધારા કરીને તેના લિનોલીક એસિડના ભાગને ઘટાડવાના પ્રયોગો ચાલુ છે. જેમાં સારી એવી પ્રગતિ થઈ છે. મગફળીના લિનોલીક એસીડ ઘટાડી દેવામાં આવ્યું છે. તલના નેલમાં લિનોલીક એસિડ હોતું નથી. જેની જેમ હવે મગફળી પણ કોલેસ્ટ્રોલ મુક્ત બની જશે.

DNA બદલવાની આ પ્રક્રિયા જેનોમ ટેકનોલોજી દ્વારા લોકેસ્ટ્રોલ ઘટાડવામાં એક વર્ષ નિકળી જશે. મગફળીમાં રોગો જ ન આવે એવી બાબત પણ તેમાં લાવવામાં આવી રહી છે કે કેમ તે અંગે અખતરાઓ પછી ખબર પડી જશે. જો રોગ ન આવે એવી જીનેટીકલી જાત તૈયાર કરાશે તો તેનો વિવાદ પણ સારો એવો થઈ શકે છે. કારણ કે બીટી કોટનમાં આવો વિવાદ થયો હતો. પણ બીટી ટેકનોલોજી લાવનારા નવભારત સિડ્સે ગુજરાતના ખેડૂતોને સમૃદ્ધ બનાવી લીધા છે એવું જ કદાચ મગફળીમાં થશે.

DNA શું છે

ડીએનએ (ડેક્સીક્સીબન્યુક્લિક એસિડ) એક રસાયણ છે જે તમામ જીવંત કોશિકાઓમાં જોવા મળે છે. ડી.એન.એ. જીવંત વસ્તુઓની કોશિકાઓના કેન્દ્રમાં રહેલાં રંગસૂત્રોમાં એક એસિડ છે. ડીએનએ દરેક કોષનું ચોક્કસ માળખું અને કામ નક્કી કરે છે. તે આનુવંશિક માહિતી સમાવે છે. જે તમામ જીવોના રંગસૂત્રોનો મુખ્ય ઘટક છે (કેટલાક વાયરસ સિવાય). ડીએનએ પરમાણુમાં બે પોલિક્વિક્લોટાઇડ સાંકળો બે ડબલ હેલિક્સના સ્વરૂપમાં હોય છે, જેમાં ફોસ્ફેટ અને ખાંડ ડિસોક્સીબ્રોઝ હોય છે અને એડેનીન અને થાઇમાઇન અથવા સાયટોસિન અને ગ્યુનાઇન પૂરક પાયા વચ્ચે હાઇડ્રોજન બોન્ડ્સ દ્વારા જોડાયેલું હોય છે . ડીએનએ સ્વ-પ્રતિક્રિયાત્મક છે , પ્રોટીન સંશ્લેષણમાં એક મુખ્ય ભૂમિકા ભજવે છે, અને માતાપિતાથી સંતાન માટે વારસાગત લાક્ષણિકતાઓના ટ્રાન્સમિશન માટે જવાબદાર છે.[:]