[:gj]મોદીને ભેટ કરેલા રૂ. 500ના ફોટો સ્ટેન્ડના હરાજીમાં 1 કરોડ ઉપજ્યા[:]

[:gj]પ્રાંતિજ, તા.૨૨

દિલ્હીમાં નેશનલ ગેલેરી ઓફ મોડલ આર્ટમાં રાષ્ટ્રીય સૂચના કેન્દ્ર દ્વારા ડિવીઝન ઓન લાઈન પ્રદર્શનનું આયોજન કરાયું છે. પ્રાંતિજ મોદી સમાજે આપેલા રૂ. 500ના ફોટો સ્ટેન્ડના દિલ્હી પ્રદર્શનમાં હરાજીમાં 1 કરોડ ઉપજ્યા છે.

જેમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ નરેન્દ્રભાઈ મોદીને ભેટમાં આપેલ રૂ.18 હજારના ચાંદીના કળશને ઇ-હરાજી રૂ.1,00,00,300, પ્રાંતિજના મોદી સમાજ દ્વારા નરેન્દ્રભાઈ મોદી બીજીવાર દેશના વડાપ્રધાન બનતા પ્રાંતિજ મોદી સમાજ દ્વારા શુભેચ્છા સંદેશપત્ર અને સાથે મોદીના ફોટા સાથેની ફોટો સ્ટેન્ડ આપવામાં આવ્યું હતું, જે ફોટો સ્ટેન્ડની મૂળ કિંમત રૂ.500 હતી. જેની હરાજી થતાં કિં.1,00,00,000 ઉપજી હતી. આ પ્રદર્શનમાં પહેલા 20 ખરીદી કરનારને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે પ્રોત્સાહિત પત્ર આપવામાં આવશે. આ પ્રદર્શનમાં જે આવક થશે તેને નમામિ ગંગા પ્રોજેક્ટ અંતર્ગત ગંગાની સફાઈ પાછળ ખર્ચ કરવામાં આવશે.

પ્રાંતિજ મોદી સમાજના પ્રમુખ ભાવેશભાઇ મોદી, ભાવનાબેન મોદી, સોનલબેન મોદી અને કિરીટભાઈ મોદી સહિત પ્રાંતિજ મોદી સમાજ લોકોમાં આનંદની સાથે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે આ અનેરો ઉત્સાહમાં ફોટો સ્ટેન્ડ બનાવનાર યશ પ્લાસ્ટિકના હિતેશભાઇ મોદી તથા તેમની ટીમમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો.[:]