[:gj]મ્યુનિસિપલ કમિશનરની સત્તા પર કાપ મુકાતા જાહેર હિતની અરજી[:]

[:gj]અમપામાં હાલ ડેપ્યુટી કમિશનરની કુલ બાર જગ્યા છે.આ પૈકી આઠ જગ્યાઓ ભરાઈ છે.આઠ પૈકી સાત ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની નિમણૂંક રાજય સરકાર દ્વારા કરવામાં આવે છે.રાજય સરકારે ૨૩ મે-૨૦૧૮થી ઠરાવ કરી તમામ મહાનગરપાલિકાઓમાં ડેપ્યુટી કમિશનરની નિમણૂંક કરવાની સત્તા જે અગાઉ મ્યુનિસિપલ કમિશનર હસ્તક હતી તે છીનવી લીધી હોઈ આ નિર્ણય સામે પુર્વ વિપક્ષનેતા બદરૂદીન શેખ દ્વારા રાજય સરકારે આ નિર્ણય લઈ બંધારણની કલમ-૩૭૪નો ભંગ કર્યો હોવાના કારણ હેઠળ હાઈકોર્ટમાં પી.આઈ.એલ.૧૮૦-૨૦૧૯ દાખલ કરી છે.જેની વધુ સુનાવણી ૨૩ ઓકટોબરના રોજ હાથ ધરવામાં આવશે.[:]