[:gj]રાજ્યપાલે સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારકની મુલાકાત લીધી[:]

[:gj]

ગુજરાતના રાજ્યપાલ પદે નવા વરાયેલા માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવ વ્રતજી એ સંસ્કૃતમાં શપથ ગ્રહણ કર્યા ગુજરાત વડી અદાલતના કાર્ય કારી મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી એ તેમને  રાજભવન ખાતે શપથ લેવડાવ્યા  તે વેળાએ વિદાય લઇ રહેલા રાજ્યપાલ શ્રી ઓ પી કોહલી મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિન ભાઈ પટેલ વિધાન સભા અધ્યક્ષશ્રી રાજેન્દ્ર ભાઈ ત્રિવેદી અને રાજ્ય મંત્રી મન્ડળ ના મંત્રીઓ ધારાસભ્યો  રાજ્યપાલના પરિવાર જનો વરિષ્ઠ સચિવો આમંત્રિતો તેમજ ગનમાન્ય અતિથિઓ ઉપસ્થિત રહ્યા હતા મુખ્ય સચિવ ડો જે એન સિંહે રાષ્ટ્રપતિશ્રી દ્વારા જારી કરાયેલા રાજ્યપાલ નિમણુંક પત્રનું વાંચન તેમજ શપથ વિધિ નું સંચાલન કર્યું હતું.

રાજ્યના નવનિયુક્ત મહામહિમ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે આજે શાહીબાગ ખાતે સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારકની મુલાકાત લઇ સરદાર પટેલની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી પુષ્પ અર્પણ કરી હદયાજંલી આપી હતી.

સરદાર પટેલ રાષ્ટ્રીય સંગ્રહાલયની મુલાકાત લઇ પ્રભાવિત થયેલા રાજ્યપાલશ્રીએ કહ્યું કે સરદાર પટેલનું લોહપુરુષ વ્યક્તિત્વ હતું તેમણે ૫૬૨ અલગ રજવાડાઓને એકત્રિત કરવાનું મહાન કાર્ય કરી અખંડ દેશનું નિર્માણ કર્યું છે. જેમણે અદમ્ય શક્તિઓ અને સાહસ દ્વારા ભાગલા થયેલા ભારતને એકતાના સૂત્રમાં બાંધવાનો એક અખંડ પ્રયાસ કર્યો. તેમણે દેશની આઝાદી માટે જે કઠોર સંઘર્ષ કર્યો છે , દેશ માટે પોતાનું જીવન ન્યોછાવર કર્યું છે એવા આ મહાન  વ્યક્તિત્વ તમામ માટે પ્રેરણા સ્તોત્ર બની રહેશે.

[:]