ગુજરાતના નવનિયુક્ત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ દિલ્હીના ગુજરાત ભવન ખાતે કેન્દ્રીય ગૃહ પ્રધાન અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ સાથે સૌજન્ય અને રાજકીય મુલાકાત લીધી હતી. રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના પ્રચારક કલરાજ મિશ્રા 2018 સુધી ડિફેન્સની સ્ટેન્ડિંગ કમિટીમાં સભ્યપદે પણ રહ્યા છે. તેમની અને અમિત શાહની મૂલાકાત વેળાએ ગૃહ પ્રધાને રાજ્યપાલનું સન્માન ન જળવાય તે રીકે પગ પર પગ ચઢાવીને બેઅદબ રહ્યાં હતા. જેની ભારે ટીકા થઈ રહી છે.
દેવવ્રત એક આદર્શ વ્યક્તિ છે. તેમની સામે અમિત શાહે સારી રીતે વર્તવાની જરૂર હતી એવી ટીકાઓ થઈ રહી છે.
રાષ્ટ્રપતિએ હિમાચલ પ્રદેશના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની બદલી કરીને તેમને ગુજરાતના રાજ્યપાલ તરીકે નિમણૂક કરી છે. ગુજરાતના વર્તમાન રાજ્યપાલ ઓ.પી. કોહલીને સ્થાને આચાર્ય દેવવ્રતની નિમણૂક કરવામાં આવી છે. સોમવાર 22 જુલાઇ 2019માં 11 કલાકે રાજભવનમાં તેઓની શપથવિધિ યોજાવાની છે. તેઓ પહેલાં હિમાચલ પ્રદેશના રાજ્યપાલ હતા. હરિયાણાના કુરૂક્ષેત્રના પ્રાચાર્ય દેવવ્રતની કોઇ રાજકીય કેરિયર નથી. પરંતુ ભાજપ સાથે સંકળાયેલા છે.
કોણ છે આચાર્ય દેવવ્રત?
રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ સાથે જોડાયેલા આચાર્ય દેવવ્રત 1959માં હરિયાણામાં જન્મેલા છે અને ગુરુકુળ કુરુક્ષેત્ર સાથે ખાસ સંબંધ ધરાવે છે. હિમાચલ પ્રદેશના રાજ્યપાલ બન્યા તે અગાઉ 1981થી 2015 સુધી તેઓ કુરુક્ષેત્રના ગુરુકુળમાં આચાર્ય તરીકે કાર્યરત હતા. ઇતિહાસ ઉપરાંત તેમણે યોગ વિજ્ઞાન અને નેચરોપેથીમાં ડૉક્ટરેટ કરેલું છે. માસિક પત્રિકા ગુરુકુલ દર્શનના સંપાદન ઉપરાંત પ્રાકૃતિક ચિકિત્સા પર પુસ્તક લખ્યું છે. 18મી જાન્યુઆરી 1959માં હરિયાણાના સમાલખામાં જન્મેલા દેવવ્રત સામાજીક જીવનમાં આર્ય સમાજના પ્રચારક રહી ચૂક્યાં છે.
હિમાચલ પ્રદેશ વિશ્વ વિદ્યાલય – શિમલા, ચૌધરી સરવણ કુમાર કૃષિ વિશ્વ વિદ્યાલયમાં કુલપતિ રહી ચૂક્યા છે.
કહેવાય છે કે બાબા રામદેવની ભલામણથી તેમને હિમાચલ પ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા. તેમણે 12મી ઓગષ્ટ 2015માં હિમાચલ પ્રદેશના રાજ્યપાલ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો.
હિમાચલના રાજ્યપાલ બન્યા પછી તેમણે ડ્રગ અબ્યુસ અને અસહિષ્ણુતા મુદ્દે તાત્કાલિક ધોરણે અધિકારીઓ સાથે બેઠક કરીને યોગ્ય પગલાં લીધા હતા. શિક્ષણ કાર્યમાં તેમને 19 એવોર્ડ મળી ચૂક્યાં છે. ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર નેચરોપથી, નવી દિલ્હીથી 2002માં ડોક્ટર ઓફ નેચરોપથી એન્ડ યૌગિક સાયન્સની પદવી પ્રાપ્ત કરનારા દેવવ્રત વેદ પ્રચાર માટે અનેક દેશોની સફર ખેડી ચૂક્યા છે. તેઓ માને છે કે, મેં સમાજસેવાને મારો ધર્મ માનીને કામ કર્યું છે. દેશની સભ્યતા અને સંસ્કૃતિની રક્ષા કરવા માટે ગુરુકૂળમાં યુવા શક્તિને તૈયાર કરવી જોઈએ. આચાર્ય દેવ વ્રત તેમના દૈનિક જીવનમાં ઇમાનદારી, અનુશાસન અને સમયની પાબંધીના આગ્રહી છે. હિમાચલ પ્રદેશના રાજ્યપાલ પદ પર નિયુક્ત થયા પછી તેમણે કહ્યું હતું કે હિમાચલમાં ઉત્તમ ગુરુકૂલ ખોલવાની આવશ્યકતા છે કેમ કે ભવિષ્યની પેઢી ભારતીય સંસ્કૃતિ જાણી શકે અને તેને માન સન્માન આપી શકે. તેઓ કહે છે કે રામદેવ મારા માર્ગદર્શક રહ્યાં છે અને તેમના આશીર્વાદ મારી સાથે છે. ગુરુકૂલ મારો પરિવાર છે કેમ કે મેં મારા જીવનના 34 વર્ષ આ ગુરૂકૂલમાં વિતાવ્યા છે.
આચાર્ય દેવવ્રતનો જન્મ 18 જાન્યુઆરી 1959ના રોજ લહેરીસિંહના ઘરે હરિયાણામાં થયો હતો. તેમણે હિન્દી અને ઈતિહાસમાં માસ્ટર અને B.edની ડિગ્રીઓ મેળવેલી છે. માત્ર એટલું જ નહીં, તેઓએ ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર નેચરોપેથી(દિલ્હી)માંથી નેચરોપેથી અને યોગિક સાયન્સમાં ડિપ્લોમા કર્યું છે. તેઓ અધ્યાપન અને વહીવટી તંત્રનો 34 વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે.તેઓ સમાચાર પત્રોમાં લેખ લખવામાં રૂચી ધરાવે છે.
એપ્રિલ 2015માં અમ્બાલામાં ચમન વાડિકા અંતરાષ્ટ્રીય કન્યા ગુરૂકુળની સ્થાપના કરી હતી.તેમણે યોગ તથા આયુર્વેદના પ્રચાર પ્રસારમાં મુખ્ય ભુમિકા નિભાવી છે.તો આ સાથે જ તેમણે પુસ્તકો લખવાનો પણ શોખ છે.તેમણે 1981થી 2015 સુધી ગરૂકુળ કુરૂક્ષેત્રના આચાર્ય તરીકે કાર્ય કર્યું હતું. તેમણે આ ગરૂકુળમાં IIT, PMD,NDA જેવા અનેકો ઉચ્ચઅભ્યાસને સફળતા પૂર્વક શરૂ કરાવ્યા હતા.
ભારતીય વૈદિક મૂલ્યોના મહત્વને જણાવા તથા તેના પ્રચાર માટે અનેક વિદેશ યાત્રાઓ પણ કરી હતી.ઇન્ડિયા ઇન્ટરનેશનલ ફ્રેડશિપ સોસાયટી નવી દિલ્હી દ્વારા આયોજીત કાર્યક્રમમાં 22 ઓગસ્ટ 2003માં ભીષ્મ નારાયણ સિંહજી, તમિલનાડુના રાજ્યપાલ દ્વારા તેમને ભારત જ્યોતિ અવોર્ડ, સર્ટિફિકેટ ઓફ અક્સીલેન્સ એવોર્ડ તથા શ્રીમતી સરલા ચોરડા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ચારભાઈઓમાં સૌથી નાના આચાર્ય દેવવ્રતનું બાળપણનું નામ સુભાષ હતું. તેઓ સામાજિક જીવનની શરૂઆતમાં જ દયાનંદ સરસ્વતીના સિદ્ધાંતોથી પ્રભાવિત થયા અને આર્ય સમાજ સાથે જોડાયા હતા. 1981માં તેઓ સુભાષમાંથી ગુરૂકુળ(કુરુક્ષેત્ર)ના આચાર્ય દેવવ્રત બની ગયા. તે સમયે ગુરૂકુળમાં 5થી 10 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. હાલ 15-20 હજાર વિદ્યાર્થીઓ આ ગુરૂકુળમાં અભ્યાસ કરી રહ્યા છે. તેની સાથે સાથે આચાર્ય દેવવ્રત અનેક સામાજિક કાર્યો સાથે સંકળાયેલા રહ્યા છે. તેઓ યોગ, ગૌવંશ બચાઓ, ઓર્ગેનિક કૃષિ, કન્યા કેળવણી, આયુર્વેદ અને નેચરોપેથીને પ્રોત્સાહન આપતા રહ્યા છે.
એક લેખક તથા સાહિત્યમાં રૂચી રાખનાર આચાર્ય દેવવ્રત દ્વારા અનેક પુસ્તકો લખવામાં આવી છે. જેમાં માસિક પત્રિકા ગુરૂકુળ દર્શન, સ્વાસ્થ્ય કા અનમોલ માર્ગ : પ્રાકૃતિક ચિકિત્સા,સ્વર્ગ કી સીઢિયા,વાલ્મીકિ કા રામ-સંવાદ, ગુરૂકુળ કુરૂક્ષેત્રનો ગૌરવશાળી ઇતિહાસ, સંરક્ષક ગુરૂકુળની વાર્ષિક સ્મારિકા જેવી અનેકો પુસ્તકો તેમના દ્વારા લખવામાં આવી છે.2015માં જ્યારે તેઓ હિમાચલપ્રદેશના રાજ્યપાલ બન્યા ત્યારે શપથગ્રહણ સમારોહની શરૂઆત પહેલા રાજભવનમાં દેશભક્તિના ગીતો વગાડવામાં આવ્યા હતા. તેમજ તેમણે સંસ્કૃતમાં શપથ લીધા હતા.
આચાર્ય દેવવ્રત આચાર્યનો ટૂંક પરિચય મેળવીએ તો તેમનો જન્મ 18 જાન્યુઆરી, 1959ના રોજ પંજાબના પાનીપત જિલ્લાના સામલખામાં થયો હતો. 1984માં તેમણે પંજાબ વિશ્વવિદ્યાલયમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશનનું ભણતર પૂર્ણ કર્યું હતું. આચાર્ય દેવવ્રતની સામાજિક કામગીરીઓમાં પણ સારી એવી ભૂમિકા જોવા મળતી રહી છે. તેમણે પ્રદૂષણમુક્ત વાતાવરણ માટે આગળ વધીને કામ કર્યું છે, સાથે બેટી બચાવો બેટી પઢાઓ અને મહિલા અધિકારો માટે પણ તેમણે કામ કર્યું છે.
તેઓ સ્વામી દયાનંદ સરસ્વતીના વિચારો અને સિદ્ધાંતોથી પ્રેરિત છે. આર્યસમાજ સાથે જોડાયેલાં છે. 1981માં આચાર્ય દેવવ્રતે ગુરુકુલ કુરુક્ષેત્રનો કાર્યભાર સંભાળ્યો હતો. 10 વિદ્યાર્થીઓથી શરુ થયેલાં ગુરુકુલમાં હવે 20,000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે. તેઓ શિમલા યુનિવર્સિટીના કુલપતિ તરીકે પણ કામ કરી ચૂક્યાં છે.