[:gj]રાષ્ટ્રીય મિલ્ક ડે, દૂધસાગર ડેરીની હાલ કપરી સ્થિતિમાં[:]

[:gj]સમગ્ર ભારતમાં ગુજરાતે શ્વેતક્રાંતિ સર્જી હતી અને તેના પ્રણેતા ડૉ. વર્ગીસ કુરિયન હતા. આથી શ્વેતક્રાંતિના પિતા ગણાતા ડૉ. વર્ગીસ કુરિયનના 26 નવેમ્બર જન્મ દિવસને રાષ્ટ્રીય મિલ્ક ડે તરીકે ઉજવવામાં આવે છે. શ્વેતક્રાંતિ સર્જવામાં સિંહફાળો આપનારી મહેસાણા દુધસાગર ડેરી એશિયાની બીજા નંબરની ડેરી માનવામાં આવે છે. જોકે ભારતમાં શ્વેતક્રાંતિ સર્જનાર ગુજરાતમાં દૂધની ડેરીઓની સ્થિતિ બહુ જ કપરી બની છે અને વિશ્વમાં ડંકો વગાડનાર દૂધસાગર ડેરીની સ્થિતિ મિલ્ક ડેના દિવસે કથળી છે.
વર્ષ 1960માં ફક્ત રૂપિયા 5200થી દૂધ સાગર ડેરીની સ્થાપના કરી હતી અને ફક્ત અગિયાર મંડળીઓ સાથે ડેરીની શરૂઆત કરવામાં આવી હતી. માનસિંહભાઈ ચૌધરી દ્વારા દૂધસાગર ડેરીની સ્થાપના કરવામાં આવી હતી અને રોજિંદા ત્રણ હજાર લીટર દૂધની આવકથી દૂધસાગર ડેરી કાર્યાન્વિત કરવામાં આવી હતી. જોકે શ્વેતક્રાંતિની શરૂઆત અને ડૉ. વર્ગીસ કુરિયનની દીર્ઘ દ્રષ્ટીએ વર્ષો વીતવાની સાથે દૂધ ઉદ્યોગ વધુ ને વધુ વેગવંતો બનવા લાગ્યો અને વર્ષ 2012માં દૂધસાગર ડેરીનું દૂધ ઉત્પાદન વધીને 44 લાખ લીટર થઈ ગયું હતું.
વર્ષ 1960ની શરૂઆતમાં દૂધસાગર ડેરીની આવક ફક્ત ત્રણ હજાર લીટર હતી. જે વર્ષ 2012માં એટલે કે બાવન વર્ષમાં 44 લાખ લીટર થઈ ગઈ હતી. દૂધ ઉદ્યોગ ફૂલ તેજીમાં હોવાથી દિલ્હી નજીક વધુ બે પ્લાન્ટ નાખ્યા હતા અને દિવસો વીતવાની સાથે જ સહકારી ક્ષેત્રમાં સરકારી રાજકારણ ભળતા દૂધ ઉદ્યોગને નજર લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. કારણ કે છેલ્લા છ વર્ષમાં 44 લાખ લીટર દૂધનું ઉત્પાદન ઘટીને 31 લાખ લીટર થઈ ગયું છે તો વળી દૂધ ઉત્પાદનની સામે દૂધનું વેચાણ પણ ઘટી ગયું છે.[:]