[:gj]રૂપાણીના પોલા વચનો, 1000 કરોડનું ખર્ચ છતાં પાણી માટે અલવલ્લીમાં વલખા[:]

[:gj]ગાંધીનગર : એક વર્ષ પહેલા ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ 10 મે 2018ના દિવસે અરવલ્લી જિલ્લાના મેઘરજના બાંઠીવાડા ગામે તળાવ ઊંડુ કરાવવાનો પ્રારંભ કરાવતાં જાહેરમાં પ્રજાને વચન આપ્યું હતું કે, પીવાના પાણીનો દુકાળ એ ભૂતકાળ બને તે માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે. ગુજરાતની પાણી સંગ્રહ ક્ષમતા દોઢ ગણી કરવાની નેમ છે. ચારીયા નદી અને કોતરને પુન: જીવિત કરવાનાં સુજલામ સુફલામ જળ અભિયાન શરૂ કરીને કહ્યું હતું કે, પાણી એ પ્રભુનો પ્રસાદ છે, ઇશ્વરીય આશિર્વાદ સમાન છે. 2019નું વર્ષ સારા ચોમાસું છે. ચોમાસામાં  ૫ડનાર વરસાદનું ટીપે-ટીંપુ સંગ્રહ થાય તેવું વ્યા૫ક જળ અભિયાન શરૂ કર્યું છે. પીવાનાં પાણી અને સિંચાઇ માટે ભૂતકાળમાં  ખૂબ વલખાં માર્યાં છે, પાણીના સંકટને હવે ભૂતકાળ બનાવવા આ સરકારે કમર કસી છે.  11,000 લાખ ઘનફુટ પાણીના સંગ્રહ કરવાનું પાણીદાર આયોજન ગુજરાતે કર્યું છે. ગુજરાતની હયાત પાણીની સંગ્રહ ક્ષમતા દોઢ ગણી વધી છે. ગુજરાતના 13 હજાર તળાવો ઉંડા કરાશે, 32 નદીઓને પુન:જીવન કરાશે તેમજ 5500 કિલોમીટરની નહેરો સાફ થઈ જશે. 33 હજાર વાલ્વમાંથી પાણી નિકળે છે તે બંધ કરાશે. સિંચાઇને અભાવે જે કૃષિ શક્ય નહોતી બનતી તે હવે શક્ય બનશે. ભવિષ્યની પેઢી પાણીની તંગીથી મુક્ત બને તે માટે સમગ્ર રાજ્યમાં 2 લાખ લોકોનો શ્રમયજ્ઞ, 15 હજાર જે.સી.બી. ટ્રેકટર દ્વારા કામ થયું છે.

અરવલ્લી જિલ્લામાં 475 તળાવો-કાં૫ ઊંડા કરાયા હતા. પાણી માટે 10 અબજનો ખર્ચ સરકાર માત્ર અરવલ્લી જિલ્લામાં કર્યો છે. છતાં સ્થિતી ખરાબ છે. 

મુખ્ય પ્રધાનની આ વાત એક વર્ષ પછી સત્યતા ચકાસીએ તો શું બહાર આવે છે  ?

ફેબ્રુઆરી 2019માં  અરવલ્લી જિલ્લાના સૌથી મોટા બંધ વાત્રકમાં માત્ર 28% પાણી હતું. જે એપ્રિલ આવતાં તળીયા જાટક થઈ ગયું છે. મેશ્વો અને માજુમ બંધમાં થોડું પાણી બચ્યું છે. મેશ્વો, માઝુમ ડેમ ઉપરવાસમાં સારા વરસાદને પગલે છલકાયા હતા. વાત્રક ડેમ માંથી 3000 હેક્ટર જમીન માટે સિંચાઈ થવી જોઈએ પણ 1200 હેક્ટર થાય છે.

આવી સ્થિતી સરકાર જાણતી હતી, ત્યારે સરકાર અત્યારથી જ ઉનાળામાં પાણીની તકલીફ ને પહોંચી વળવા આગોતરું આયોજન કરવું જોઈતું હતું તે થયું નહીં. 500 તળાવોમાંથી માટી કાઢવામાં આવી અને તે તળાવોનું પાણી ક્યાં ગયું.

રૂપાણીની સામે મતદાનનો બહિષ્કાર

માલપુર તાલુકાના નાથાવાસ ગામના લોકોને કેટલાય સમયથી પાણી ન મળતા મતદારોએ પાણી નહીં તો વોટ નહીં ના બેનરો લગાવી દઈને ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. માટલા ફોડી ઉગ્ર વિરોધ કર્યો હતો.  ગામજનો ધ્વારા પાણીની સમસ્યા અંગે તંત્રને વારંવાર રજૂઆત કરવા છતા સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી.

688 ગામો તરસ્યા

મુખ્ય પ્રધાને વાયદો કર્યો તેના એક વર્ષમાં અરવલ્લીના 688 ગામમાં પાણીની તંગી ઊભી થઈ છે. તેને પાણી આપવા રૂ.4 કરોડનું જંગી ખર્ચ કર્યું છે. 6 તાલુકાના 195 ગામોમાં નવા 200 હેન્ડ પંપ માટે રૂ.2 કરોડ આપી 6600 હેન્ડ પંપનું રીપેરીંગ કરવા બીજા રૂ.66 લાખ ખર્ચી નંખાયા હતા. 700 -800 ડંકીઓ બંધ છે.

તળાવો સુકાયા

આસપાસના તળાવો સુકાયા છે, પશુઓને પણ સમસ્યા વર્તાઇ રહી છે. જળસંચય દ્વારા તળાવો ઊંડા કરી નર્મદાનું પાણી લાવવાની રૂપાણીએ વચન આપ્યું હતું. એમાનું કંઇ થયું નથી. છેવાડાના વિસ્તારોમાં મહિલાઓને એકથી બે કિલોમીટર રઝળપાટ કરવો પડી રહ્યો છે. રૂપાણીના પોલા અને ખોટા વચનો વાસ્તવિક સ્થિતિનો ચિતાર કંઈક જુદું જ ચિત્ર રજુ કરે છે. હેન્ડ પંપ પરથી જિલ્લાના ગામ પાણી પીવે છે. તેનાથી ખરાબ હાલત શું હોઈ શકે.

2016માં મેઘરજ તાલુકામાં 248 પ્રાથમિક શાળામાંથી 103 પ્રાથમિક શાળાઓમાં ભણતા 25,000 બાળકો પીવાના પાણી ન હતું. તેમાં કોઈ ફેર પડ્યો નથી.  માટે વલખાં મારી રહૃાા છે. અરવલ્લીના 5 ગામના લોકોએ મેશ્વો ડેમમાંથી પાણી છોડવાની માગણી કરી છે. ખેરંચા, શામળપુર, વજાપુર, ભવાનપુર ગામના લોકોએ આ માગણી કરી છે. અને તેના માટે ગ્રામજનોએ નદીમાં રામધૂન કરી હતી. અને મહિલાઓ પાણીના બેડા લઈને નદીમાં જ બેસી ગઈ હતી.

2014માં ઉનાળાના પ્રારંભે જ અરવલ્લીમાં 8066 ડંકી દ્વારા પાણી પીતા હતા. 690 ગામમાંથી 240  ગામોમાં પાણી પુરવઠા બો‌ર્ડ‌ દ્વારા ડંકી દ્વારા પાણી અપાતું હતું. તેમાં 2019માં કોઈ ફેર પડ્યો નથી. ભિલોડામાં 2800 ડંકીમાંથી પાણી મેળવતા હતા, મેઘરજ તાલુકામાં 2500, માલપુર તાલુકામાં 910, મોડાસા તાલુકામાં 790, બાયડ તાલુકામાં 700 અને ધનસુરા તાલુકામાં 515 ડંકી હતી.

તેમાં 2019માં કોઈ ફેર પડ્યો નથી. વિજય રૂપાણીના જુઠા વાયદા કેવા હતા તે અહીંના લોકો યાદ કરી રહ્યાં છે. એક વર્ષ પહેલાં તળાવો ઊંડા કર્યા હતા. તે પાણી ક્યાં ગયું કે તળાની માટી બહાર નિકળી જ નથી. કે પછી ભ્રષ્ટાચાર થયો છે ? એવો પ્રશ્ન લોકો પૂછી રહ્યાં છે.[:]