[:gj]રેસ્ટોરન્ટના માલિક પર હુમલો કરનારા ચાર શખ્સોને ઝડપી લેવાયા[:]

[:gj]મહેસાણા, તા.૨૧ 

મહેસાણા-અમદાવાદ હાઇવે પર આવેલા સહજાનંદ રેસ્ટોરન્ટના માલિક અને તેમના પુત્ર પર હુમલો કરનારા બોરીયાવી ગામના 4 શખ્સોને મહેસાણા એલસીબી, એસઓજી અને મહેસાણા તાલુકા પોલીસે સંયુક્ત ઓપરેશન કરી ઝડપી લીધા હતા. પોલીસે લૂંટમાં ગયેલો મુદ્દામાલ રીકવર કરવા તજવીજ કરી છે.

ધોળાસણ ગામની સીમમાં વોટરપાર્કની સામે આવેલી સહજાનંદ હોટલમાં ગત 7 સપ્ટેમ્બરે લોકો જમી રહ્યા હતા તે સમયે એકાએક પટ્ટા અને ધોકા, લાકડી સાથે ઘૂસી આવેલા શખ્સોએ જમવાના પૈસા આપવા બાબતે હુમલો કર્યો હતો અને હોટલ માલિક વિપુલ હસમુખ પ્રજાપતિ અને તેમના પુત્રને અસહ્ય માર માર્યો હતો. જેના વિરોધમાં પ્રજાપતિ સમાજે રેલી કાઢતાં આ કેસની તપાસ મહેસાણા એલસીબીને સોંપાઇ હતી.

જેમાં પીઆઇ નિનામા, એસઓજી અને મહેસાણા તાલુકા પોલીસે સંયુક્ત તપાસ હાથ ધરી ખેતર, બોરની ઓરડીઓ સહિતના સ્થળોએ છુપાયેલા ભરત ચૌધરી, મેહુલ ચૌધરી, રમેશજી ઉર્ફે જેણાજી ઠાકોર અને વિપુલ કરશન રાવળની ધરપકડ કરી હતી. જ્યારે અન્ય હુમલાખોરોને ઝડપી લેવા તજવીજ કરી હતી.[:]