[:gj]વિપુલ ચૌધરીના 28 કૌભાંડોની તપાસ થશે[:]

[:gj]મહેસાણા સહકારી દૂધ ઉત્પાદક સંઘમાં 2005થી 2011 દરમિયાન જે કંઈ કૌભાંડો થયા હતા તે અંગે તપાસ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા રચવામાં આવેલી સમિતિને તપાસ કરવાનો કોઈ અધિકાર નથી એવો પડકાર ડેરીના પૂર્વ અધ્યક્ષ વિપુલ ચૌધરી દ્વારા સર્વોચ્ચ અદાલતમાં કરવામાં આવ્યો હતો. જે ફગાવી દેવામાં આવી છે. તેમની સામેના રૂ.717 કરોડ રૂપિયાનો અણઘડ વહીવટ અને ભ્રષ્ટાચાર થયો હોવાના આરોપોની હવે સંપૂર્ણ તપાસ થશે. એક સમયે શંકરસિંહ વાઘેલાના ખાસ અને ભાજપના અનેક નેતાઓના મિત્ર એવા વિપુલ ચૌધરી સામે 28 જેટલા કૌભાંડો કર્યા હોવાનો આરોપ છે. તે માટે તપાસ કરવા માટે રાજ્ય સહકારી રજિસ્ટ્રાર સમિતિ રચી હતી. આ સમિતિની રચના સામે મહેસાણા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદકના તે સમયના ચેરમેન વિપુલ ચૌધરીએ પડકાર ફેંક્યો હતો. પરંતુ સર્વોચ્ચ અદાલતે આ સમિતિ તપાસ કરી શકશે છે. એવું કહેતાં હવે ભાજપના શંકર ચૌધરી પછી હવે વિપુલ ચૌધરી ભીંસમાં મૂકાયા છે.

કેવા છે વિપુલના વિપુલ કૌભાંડો

  • ચેરમેન વિપુલ ચૌધરીએ રૂ.20 કરોડના ખર્ચે દિલ્હી અને અમદાવાદમાં ખરીદેલા બંગલાંમાં ભ્રષ્ટાચાર થયો છે.
  • દૂધ પાઉડર માટે જ કરોડના ગોટાળા છે.
  • બજાર ભાવ કરતા ઉંચા ભાવે ખરીદી કરી હતી.
  • જરૂર વગર કરોડ રૂપિયાની લોન લઈ ફંડનો દૂરઉપયોગ કરવો કર્યો છે.
  • ટેન્ડરની મંજૂરી લીધા કરોડો રૂપિયાના કામો આપી દેવામાં આવ્યા છે.
  • રૂ.30 લાખનો મીલ્ક પ્લાન્ટના બાંધકામ કરવામાં આવ્યો છે.
  • જગુદણ અને ધરુહેરા પ્લાન્ટના ઉદ્ઘાટન માટે રૂ.4 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
  • સુપ્રીમ કોર્ટના વકીલની ફી પેટે રૂ.5.98 લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો હતો.
  • યોગ્ય સત્તાવાળાઓની મંજૂરી લીધા વગર રૂ.558 કરોડ રૂપિયાનું બિલ્ડીંગ બનાવવા માટે કામ આપી દીધું હતું.
  • રૂ.46 કરોડના નવા જ બનેલા પ્લાન્ટ સામે એક જ વર્ષમાં રૂ.64 કરોડનું નુકસાન થયું હતું.
  • વિપુલ ચૌધરીએ દિલ્હી અને અમદાવાદમાં રૂ.20 કરોડનો બંગલો અને ઓફિસ ખરીદ્યા હતા.
  • મિલ્ક પ્રોડ્યુસર્સ વચ્ચેનું કામ કરવામાં કમિશન કરવામાં કૌભાંડ થયું હતું.
  • જે અધિકારીઓ કૌભાંડમાં સંડોવાયેલા છે એની સામે કોઈની સામે તપાસ કરવામાં આવી નથી અને પગલાં પણ ભરવામાં આવ્યા ન હતા.
  • પશુપાલકો જે દૂધ ભરે છે તે ગરીબ છે એમને યોગ્ય ભાવ આપવામાં આવતા ન હતા.
  • જરૂરી ન હોવા છતાં 75 જેટલાં અધિકારીઓને ઊંચા પગારે પોતાના સગા અને લાગવગથી નોકરી આપવામાં આવી હતી.
  • વિપુલ ચૌધરીએ પોતાના બંગલા ઉપર પાંચ કર્મચારીઓને ઊંચા પગારે નોકરીએ રાખ્યા હતા.
  • વિપુલ ચૌધરી રૂ.30 કરોડ ની લક્ઝુરિયસ કાર ખરીદી હતી.
  • રાખેલા કર્મચારીઓને બોનસ પેટે 28 લાખ રૂપિયા ચૂકવ્યા હતા.
  • જયંતિ પટેલને ઓફિસર તરીકે ભરતી કરીને લાખો રૂપિયાનો પગાર આપ્યો હતો.
  • પશુદાણ માટે વપરાયેલા રૂ.60 કરોડ જેવી ઘણી બધી ખરીદી કરવામાં આવી હતી.
  • ગની બેગમાં આચરેલા કૌભાંડ માટે લાગેલી પેનલ્ટીની રિકવરી થઈ નથી.
  • વિપુલ ચૌધરીએ તેના અંગત કેસ માટે વકીલ ન હોય તેવા લોકોને કરોડોની ફી ચૂકવી હતી

[:]