[:gj]વીમા કંપનીઓની 12,000ની લુંટ ખેડૂતોની કરી, પોલીસનો દૂર ઉપયોગ[:]

[:gj]કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવે રાજ્યના પોલીસ વડાને પત્ર લખી પાક કાપણી અખતરાની કામગીરીમાં પોલીસ રક્ષણ ફાળવવા કરેલી માંગણી સામે ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિ અને પોલીસતંત્રના સતત દુરુપયોગ પર આકરા પ્રહાર કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ભાજપ શાસકો નર્મદા કેનાલ પર પોલીસ, ખેડૂતોની કીમતી જમીન સંપાદન માટે પોલીસતંત્રનો ઉપયોગ, જમીન માપણીમાં મોટા ગોટાળા બહાર ન પડે તે માટે પોલીસ પહેરો, બુલેટ ટ્રેન માટે જમીન સંપાદન માટે પોલીસ, ગરીબોના આવાસમાં મોત થાય ત્યારે પોલીસ બંદોબસ્ત અને હવે જમીન કાપણી માટે પોલીસતંત્રનો ઉપયોગ કરીને ભાજપ શાસકો ભય અને ડર નું વાતાવરણ ઉભું કરી રહ્યા છે. રાજ્યમાં પોતાના હક્ક અને અધિકાર માટે ખેડૂતો જ્યારે ખેત પેદાશોના ભાવ માંગે, સિંચાઈનું પાણી માંગે, વ્યાજબી ભાવે વીજળી, બિયારણ કે ખાતર માંગે કે પછી પોતાની કિંમતી જમીન બચાવવા માટે અવાજ ઉઠાવે તો તેમના પર પોલીસ દ્વારા લાઠીચાર્જ, ટીયર ગેસ અને ગોળીબાર કરીને ખેડૂતો પર અત્યાચાર ગુજારવામાં આવે છે.
ગુજરાતની ભાજપ સરકાર અને કેન્દ્રની ભાજપ સરકાર ખેડૂતોને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ મોટા પ્રીમિયમો વસુલ કરીને પાક વિમાની ચુકવણી કરવામાં આવતી નથી. અને થોડા કિસ્સામાં જ્યાં પાક વિમાની ચુકવણી થાય છે તે રકમ નજીવી હોય છે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ વીમા કંપનીઓ 16000 કરોડ રૂપિયા પ્રીમીયમ પેટે વસુલીને ખેડૂતોને માત્ર 4000 કરોડ રૂપિયા ચૂકવીને 12,000 કરોડ રૂપિયાની લુંટ-નફાખોરી કરી લીધી છે.
પોલીસતંત્રનો સતત દુરુપયોગ કરીને રાજ્યમાં ભય અને ડરનું વાતાવરણ ઉભું કરી સત્તા ટકાવી રાખનાર ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારમાં થોડી પણ શરમ હોય તો પોલીસતંત્રનો સદઉપયોગ કરી ખેતી, ખેત પેદાશો અને ખેડૂતોને સુરક્ષા આપવી જોઈએ. રાજ્યના 4000 કરોડની ટેકાના ભાવે ખરીદેલી મગફળી જે ગોડાઉનોમાં રાખી હતી તેમાં ગેરરીતી અટકાવવા અને જે રીતે ગોડાઉનો સળગ્યા તે અટકાવવા માટે પોલીસ સુરક્ષા આપી હોત તો સરકારી તિજોરીના પ્રજાના નાણા 4000 કરોડ રૂપિયાનું કૌભાંડ અટકાવી શકાત.[:]