[:gj]સરકારે ઘઉં સહિત અનેક રવી પાકોની એમએસપી વધારતાં સંલગ્ન શેરોમાં તેજી[:]

[:gj]અમદાવાદ
શેરબજારમાં બેતરફી વધઘટે સુધારો થયો હતો. ગઈ કાલની નફારૂપી વેચવાલી બાદ શેરબજારમાં ઇન્ટ્રા-ડે દરમ્યાન સુધારો થયો હતો. જોકે ઊંચા મથાળે નફારૂપી વેચવાલી આવતાં સુધારો સીમિત રહ્યો હતો. જેથી સેન્સેક્સ 94.99 પોઇન્ટ વધીને 39,058.83ના મથાળે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ 16 પોઇન્ટ વધીને 11,604ના સ્તરે બંધ રહ્યો હતો.

પીએસયુ બેન્કોમાં નોંધપાત્ર તેજી થઈ હતી. જેથી શેરબજાર નીચલા સ્તરેથી લેવાલી થતાં બજાર મજબૂત રહ્યું હતું. આ પહેલાં વૈશ્વિક નબળા સંકેતોને પગલે સ્થાનિક શેરબજાર પર વેચવાલી થઈ હતી. નિફ્ટીના 11માંથી સીત ઇન્ડેક્સ સાત ઇન્ડેક્સ તેજી સાથે બંધ રહ્યા હતા. ઓટો, પીએસયુ બેન્ક, ફાઇનાન્શિયલ, આઇટી, એફએમસીજી અને ફાર્મા શેરોમાં લેવાલી રહી હતી.

જેએસડબ્લ્યુ સ્ટીલ, ઇન્ડિયન બેન્ક, હેવેલ્સ ઇન્ડિયા અને આરઆરબી ઇન્ફ્રાના પ્રોત્સાહક પરિણામો આવ્યાં હતાં. આ ઉપરાંત સુગર શેરોમાં પણ તેજી થઈ હતી. આ સાથે બજાજ ઓટો જેવી અગ્રણી કંપનીઓનાં પ્રોત્સાહક પરિણામોએ શેરોમાં તેજી થઈ હતી. બજાજ ઓટોના સારાં પરિણામોએ શેરમાં તેજી થઈ હતી. ઇન્ફોસિસમાં પણ રિકવરી આવી હતી. ગઈ કાલે ઇન્ફોનો શેર 16 ટકા તૂટ્યો હતો. એનએસઈ ખાતે કેશ સેગમેન્ટમાં 19,072.12 લાખ શેરોનું વોલ્યુમ રહ્યું હતું. આ સાથે કુલ રૂ. 40,683.54 કરોડનાં કામકાજ થયાં હતાં. જોકે ગઈ કાલે એફઆઇઆઇએ શેરોમાં રૂ. 557 કરોડની ચોખ્ખી વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાઓએ પણ શેરોમાં રૂ. 985 કરોડની ચોખ્ખી વેચવાલી કરી હતી.

સરકારે સરકારી કંપની બીએસએનલ અને એમટીએનએલ માટે પણ રિવાઇવલ પેકેજ જાહેર કર્યું હતું. જેથી એમનટીએનએલના શેરમાં તેજી થઈ હતી. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ તેજી હતી.

મુંબઈ શેરબજારના સેન્સિટિવ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ 30 શેરોમાંથી 21 શેરો વધ્યા હતા, જ્યારે એનએસઈ 50 ઇન્ડેક્સના 50માંથી 28 શેરો વધ્યા હતા અને 22 શેરો ઘટ્યા હતા. આ સાથે બીએસઈ પર 1277 શેરો વધ્યા હતા અને 1261 શેરો ઘટ્યા હતા. એ જ રીતે એનએસઈ પર 1072 શેરો વધ્યા હતા અને 1080 શેરો ઘટ્યા હતા. બેન્ક નિફ્ટીના 12 શેરોમાંથી 11 શેરો વધીને બંધ રહ્યા હતા.

નિફ્ટી પીએસયુ બેન્ક બે ટકા વધ્યો

નિફ્ટી પીએસયુ બેન્ક ઇન્ડેક્સ બે.07 ટકા વધીને 2,307.95ના મથાળે બંધ રહ્યો હતો. જેમાં મોદી સરકારે ખેડૂતોને દિવાળી ગિફ્ટ
મોદી સરકારે ખેડૂતોને દિવાળી ગિફ્ટ આપી હતી. વડા પ્રધાનની અધ્યક્ષતામાં સીસીઈએની બેઠકમાં રવી સીઝનના પાકોના એમએસપી વધારવાનો નિર્ણય લીધો હતો. સરકારે ઘઉંની એમએસપી વધારીને પ્રતિ ક્વિન્ટલ 1925 રાખી હતી. સીસીઈએએ ઘઉં સહિત દાળોની એમએસપીમાં પણ વધારો કર્યો હતો. જેમાં સરકારે ચણા, સરસવ, જવ અને મસૂરની એમએસપીમાં પ્રતિ ક્વિન્ટલ 85થી માંડીને રૂ. 325નો વધારો કર્યો હતો. જેને કારણે રવી પાકોની સાથે સંકળાયેલા શેરોમાં તેજી થઈ હતી.

બેન્કો એઆરસીને રૂ. 40,000 કરોડની એનપીએ વેચશે

રિઝોલ્યુશન પ્રક્રિયામાં વિલંબથી બેન્કોને સપ્ટેમ્બરમાં પૂરા થયેલા અર્ધવાર્ષિક ગાળામાં પાવર, રોડવેઝ, ટેલિકોમ સહિતનાં સેક્ટર્સમાં રૂ. 40,000 કરોડની નોન-પરફોર્મિંગ એસેટ્સ (એનપીએ) વેચવાની ફરજ પડી છે. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટી) અથવા સુપ્રીમ કોર્ટમાં પ્રક્રિયા લાંબી ખેંચાવાને કારણે ધિરાણકારો વધુ નાણાં ગુમાવી રહ્યાં છે. બેન્કો કોર્પોરેટ ઇન્સોલ્વન્સી રિઝોલ્યુશન પ્રક્રિયા દ્વારા મોટી રકમની રિકવરી કરી શકી નથી. એટલે એનપીએ માટે બેન્કોએ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

ખાનગી અને જાહેર ક્ષેત્રની 11 બેન્કે વિવિધ સેક્ટર્સની ડેટ વેચવા કાઢી છે. જેમાં આંધ્ર બેન્કની રૂ. 4,887 કરોડની એસેટ્સનો સમાવેશ થાય છે. જ્યારે બેન્ક ઓફ બરોડાની રૂ. 14,000 કરોડ અને IDBI બેન્કની રૂ. 10,000 કરોડની એસેટ્સ પણ સામેલ છે. આરબીઆઇ દ્વારા મોટી રકમની એનપીએના પ્રથમ લિસ્ટનું રિઝોલ્યુશન હજુ બાકી હોવાથી બેન્કો એઆરસીને એનપીએ વેચવાનો પ્રયાસ કરી રહી છે. ઇન્સોલ્વન્સી પ્રક્રિયામાં આલોક ઇન્ડસ્ટ્રીઝ, જેબીએફ પેટ્રો અને રિલાયન્સ કોમ્યુનિકેશન્સ જેવા ઘણા કેસમાં આખરી પરિણામ આવ્યું નથી. બિડર્સને ખાસ રસ ન હોય એવી એસેટ્સમાં બેન્કો એઆરસીને વેચાણ જેવાં અન્ય પગલાં વિચારી રહી છે. એસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીઓની સંખ્યા 30 છે. ગયા નાણાકીય વર્ષમાં એઆરસીએ બેન્કો પાસેથી રૂ. 24,000 કરોડની એસેટ્સ ખરીદી હતી.

રિયલ એસ્ટેટમાં પીઈ ફંડોએ 3.8 અબજ ડોલરનું મૂડીરોકાણ, 19 ટકાનો વધારો

ભારતીય કોમર્શિયલ રિયલ એસ્ટેટ સેક્ટરમાં લિક્વિડિટીની અછત સામે પ્રથમ નવ માસ દરમિયાન પીઈ ફંડ્સે 3.8 અબજ ડોલરનું રોકાણ કર્યું છે. જ્યારે ગત વર્ષના સમાન સમયગાળામાં થયેલ 3.2 અબજ ડોલરના રોકાણની સરખામણીએ 19 ટકા વધુ છે. નોંધપાત્ર બાબત તે છે કે અન્ય ફાઇનાન્શિયર જ્યારે રિયલ એસ્ટેટ સેક્ટરમાં રોકાણ કરવાનું ટાળી રહ્યા છે તેવા સમયે પીઈ ફંડ્સે ચાલુ વર્ષે 95 ટકા મૂડીરોકાણ ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ તરીકે કર્યું છે. ભારતના પ્રથમ આરઈઆઇટીની સફળતાને કારણે પણ ગ્લોબલ ઇન્વેસ્ટર્સમાં આકર્ષણ વધ્યું છે. પીઈ રોકાણકારો માટે રિયલ એસ્ટેટ સેક્ટર હોટ ઇન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ છે આ કારણે જ 2019માં પણ આ સેક્ટરનું આકર્ષણ યથાવત રહ્યું છે. પીઈ રોકાણકારો દેશમાં પ્રવર્તી રહેલી તરલતા અછતનો લાભ ઉઠાવીને રોકાણ કરી રહ્યા છે. ડેટા અનુસાર વિદેશી રોકાણકારોએ પાછલા નવ માસમાં 3.8 અબજ ડોલરનું રોકાણ કર્યું છે જેમાંથી અડધું રોકાણ છેલ્લા ક્વાર્ટર દરમિયાન કરવામાં આવ્યું હતું. પીઈ ફંડ્સ દ્વારા કરવામાં આવેલ કુલ રોકાણમાંથી ઇક્વિટી ફંડિંગ પેટે 3.6 અબજ ડોલર તેમજ 5 ટકા મૂડીરોકાણ સ્ટ્રક્ચર્ડ ડેટ મારફતે થયું છે.[:]