[:gj]સી.આર.પાટીલ વિરુદ્ધ આચાર સંહિતા ભંગની ફરિયાદ, છતાં તે પોસ્ટ ભાજપની વેબ પર [:]

[:gj]આદર્શ આચાર સંહિતા લાગુ થઇ ગઈ છે. લોકસભાની ચૂંટણીમાં કોઈ સરકારી યોજનામાં કોઈપણ પક્ષના નેતાઓ પોતાના ફોટાનો ઉપયોગ કરી શકતા નથી અને જો કોઈ નેતા આચાર સંહિતાનો ભંગ કરે તો તે નેતા સામે ચૂંટણી પંચ દ્વારા કાયદેસની કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે નવસારીના સાંસદ સી. આર. પાટીલ વિરુદ્ધ આચાર સંહિતાના ભંગની ફરિયાદ થઈ છે. તેની સામે ફરિયાદ થઈ હોવા છતાં તે પોસ્ટ અનેક સ્થળે સોશિયલ મિડિયામાં જોવા મળી રહી છે. ચૂંટણી પંચ દ્વારા સોશિયલ મિડિયામાં કોઈ જ ધ્યાન આપવામાં આવતું નથી.

કોઈપણ પક્ષના નેતાઓ સરકારી વાહનનો ઉપયોગ કરી શકતા નથી. આ ઉપરાંત આચાર સંહિતાના સમયમાં કોઈપણ સરકારી યોજનાની જાહેરાત થઈ શકતી નથી. 15 માર્ચના રોજ નવસારીના સાંસદ સી. આર. પાટીલે પોતાના Facebook અકાઉન્ટના માધ્યમથી આપણી સેના બનશે મજબૂતના ટેગ સાથે એક પોસ્ટ અપલોડ કરી હતી. આ પોસ્ટમાં સૈનિક, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને એક મિસાઈલના ફોટાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ફોટામાં લખવામાં આવ્યું હતું કે, ‘સેના કો મદદ કે સાથ સાથ મિલેગી મજબૂતી, યુદ્ધ મેં ટેંક કા કાલ બનેગી DRDO દ્વાર વિકસિત મૈન પોર્ટેબલ એન્ટી ટેંક ગાઈડેડ મિસાઈલ, ઇસ મિસાઈલ કો ટેંક ઓર હેલિકોપ્ટર યા લડાકુ વિમાન સે ઇસ્તમાલ કિયા જા શકતા હે’.

આ પોસ્ટ અપલોડ થવાના કારણે સુરત મહાનગર પાલિકાના કોર્પોરેટર અસલમ સાઈકલવાલાએ સી. આર. પાટીલની પોસ્ટને આચાર સંહિતાનો ભંગ ગણાવીને આ બાબતે નિષ્પક્ષ તપાસની માંગણી ચૂંટણી પંચ પાસે કરી છે.

આ બાબતે સાંસદ સી. આર. પાટીલે જણાવ્યું હતું કે, આચારસંહિતાની ફરીયાદ બાબતે મને કોઈ પણ જાણ નથી અને હું અત્યારે ઉમેદવાર નથી એટલે મને આચારસંહિતાની ફરિયાદ લાગુ પડે નહીં. ફરિયાદ કરનારે તેના અંગત સ્વાર્થ માટે ફરિયાદ કરી હોય તેવું મને લાગે છે.[:]