[:gj]સી.એમ. ડેશ-બોર્ડ બન્યું ત્રીજું નેત્ર, રિયલ ટાઇમ મોનિટીંગ [:]

[:gj]સી.એમ. ડેશ-બોર્ડ પર જિલ્લા કલેકટર કચેરીનું રિયલ ટાઇમ મોનિટીંગ કરતાં પ્રજાના કામો ન થતાં હોવાથી
મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ રાજ્યના જિલ્લા તંત્રોને પ્રજાકીય પ્રશ્નો અને પ્રજાને સ્પર્શતી બાબતોની સમસ્યાઓનું નિરાકરણ નિશ્ચિત સમયાવધિમાં લાવવા તાકીદ કરી છે. સી.એમ. ડેશ-બોર્ડના વિવિધ ઇન્ડીકેટર્સમાં જિલ્લાઓના પરફોર્મન્સની સમીક્ષા કર્યા બાદ સિથીલ તંત્રને કહેવું પડ્યું છે

દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, વલસાડ અને નવસારી જિલ્લાના કલેકટરો સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને સી.એમ. ડેશ-બોર્ડ દ્વારા પરફોર્મન્સની સમીક્ષા કરી હતી જેમાં આવી ખામી જણાંતાં સૂચના આપવી પડી હતી. જોકે પ્રજામાં વિજય રૂપાણી સરકારની છાપ એવી છે કે તંત્ર પણ મુખ્ય પ્રધાનના આદેશો માનતું નથી જે આજની સૂચના પછી પ્રસ્થાપિત થઈ ગયું છે.

દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, વલસાડ અને નવસારી જિલ્લાના કલેકટરો સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને સી.એમ. ડેશ-બોર્ડમાંની ગતિવિધિઓ અંગે તેમના જિલ્લાઓમાં થયેલી કામગીરી રીયલ ટાઈમ જોઈ હતી.

આ શૃંખલામાં તેમણે આજે દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લાઓના આ અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજી સમીક્ષા હાથ ધરી હતી.[:]