2016-17માં રૂ. 55,245 કરોડની સામે ગુજરાતમાં વર્ષ 2017-18માં શેડ્યુલ્ડ કોમર્શિયલ બેંકો(SCBs) દ્વારા સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME) પાસેથી બાકી લોન-ઋણની રકમ વધીને રૂ. 60,153 કરોડે પહોંચી હતી. જે બતાવે છે કે ગુજરાતમાં મોટા ઉદ્યોગોને સારો નફો મળી રહ્યો છે. પણ નાના, મધ્યમ ઉદ્યોગો કે જે વ્યક્તિઓ દ્વારા ચલાવવામાં આવતાં હોય છે તેમના પર આર્થિક આફતો શરૂ થઈ છે. કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર અને ગુજરાતમાં રૂપાણીની સરકારના આર્થિક નીતિઓના કારણે નાના ઉદ્યોગો આફતમાં છે તે આ આંકડાઓ કહી જાય છે.
પરંતુ ગુજરાતમાં શેડ્યુલ્ડ કોમર્શિયલ બેંકો (SCBs) પાસેથી ઋણ સુવિધા મેળવનાર સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોના ખાતાઓની સંખ્યા વર્ષ 2016-17માં 4.41 લાખની સરખામણીએ ઘટાડા સાથે 2017-18માં 4.19 લાખ થઇ ગઈ હતી. કેન્દ્રીય નાણાં પ્રધાને સંસદમાં આ જવાબ આપ્યો હતો.
સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને ક્રેડિટનો લાભ સુનિશ્ચિત કરાવવા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) અને સરકાર દ્વારા નીચેના પગલાં લેવામાં આવ્યા છે:
· દરેક જિલ્લામાં એક ક્લસ્ટર દત્તક લેવું અને દરેક જિલ્લામાં ઓછામાં ઓછી એક ખાસ એમ.એસ.ઇ. શાખા ચલાવવી
· એમ.એસ.ઈ એકમોની કાર્યકારી મૂડીની ગણતરી સરળ બનાવવીને રૂ. પાંચ કરોડની મર્યાદામાં ધિરાણ મેળવવા માટે એકમના અંદાજિત વાર્ષિક ટર્નઓવરના ઓછામાં ઓછા 20% કરવામાં આવી છે.