[:gj]૧.૩૦ કરોડ આયુર્વેદિક ઉકાળા- હોમિયોપેથીક દવાનું સરકારે અમદાવાદમાં વિતરણ કર્યું [:]

[:gj]“કોરોના“ આ શબ્દએ આખા વિશ્વને હચમચાવી નાંખ્યુ છે. આ રોગનું સંક્રમણ વધતું અટકાવવાના સૌથી અસરકારક ઉપાય તરીકે સમગ્ર દેશમાં અમલી બનાવાયું…લોકો કામ વિના ઘરની બહાર ન નીકળે, અવર-જવર ન કરે તેવા આશયથી પ્રથમ લોકડાઉન તા.૨૫મી માર્ચથી અમલી બનાવાયું. પ્રથમ તબક્કો તા. ૨૫ માર્ચથી ૧૪ એપ્રિલ સુધી જાહેર કરાયો… વધતા કેસ સંદર્ભે બીજો તબક્કો ૧૫ એપ્રિલ થી ૩ મે’ દરમ્યાન રહ્યો….અને તા. ૪ મે’થી ૧૭ મે’ સુધીનો ત્રીજો તબક્કો ૧૮મે’થી ૩૧ મે સુધી લોકડાઉનનો ચોથોતબક્કો હતો. પહેલી જૂનથી અનલોક-૧ શરૂ થયુ હતું. આ દરમિયાન ૬૮ દિવસ અમદાવાદ જિલ્લામાં અનેક કામ સરકારે કર્યા છે.

અમદાવાદ જિલ્લા કલેક્ટર કે.કે.નિરાલાએ જણાવ્યું છે કે, “ અમદાવાદ જિલ્લાનું સમગ્ર વહીવટી તંત્ર કોરોનાનું સંક્રમણ વધે નહી તે માટે પ્રયાસ કરી રહ્યું છે. અમદાવાદ જિલ્લામાં અંદાજે ૧ હજાર જેટલા અધિકારીઓ, કર્મચારીઓ કોરોના સેનાનીઓ તરીકે સતત કાર્યરત રહ્યા અને છે. અમદાવાદ જિલ્લામાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો ત્યારથી જ વહીવટી દ્વારા રક્ષાત્મક પગલા લેવા શરૂ કરી દેવાયા હતા. જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના ૨૨૦ પોઝીટીવ કેસ નોંધાયા છે…અને તે પૈકી ૧૩૯ દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી છે. ૬૮ વ્યક્તિ સારવાર હેઠળ છે.

અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશ બાબુએ જણાવ્યું છે કે, “ અમદાવાદ જિલ્લામાં સેનીટાઈઝેશન, ગ્રામ યોધ્ધા કમિટી દ્વારા લોકોની અવર-જવર નિયંત્રણ કરવી, શહેરોમાંથી આવતા લોકોનું સ્ક્રિનીંગ, થર્મલ ચેક-અપ જેવા બહુઆયામી પગલા લીધા છે. જિલ્લામાં પોઝીટીવ કેસના સંપર્કમાં આવેલા કુલ ૪,૮૯૨ વ્યક્તિઓ કોરન્ટાઇન કરાઈ છે…૩,૫૫૬ વ્યક્તિઓએ ૧૪ દિવસનો કોરન્ટાઇન પુર્ણ કર્યો છે જ્યારે હાલ ૧,૩૩૬ લોકો કોરન્ટાઇન હેઠળ છે…
અમદાવાદ જિલ્લામાં ૪,૬૭,૩૯૦ લોકોને આવરી લઈ સેનિટાઈઝેશન કરાયું છે. શહેરમાંથી ગ્રામ્ય વિસ્તારમાં પ્રવેશતા માર્ગો પરની ૮ ચેકપૉસ્ટ પર ૧,૯૨,૩૫૦ લોકોનું સ્ક્રિનીંગ કરાયું છે અને તે પૈકી ૨૮ શંકાસ્પદ વ્યક્તિઓને નજીકની હોસ્પિટલમાં રીફર કરાયા છે. ૬૨૪ જેટલી ટીમો સર્વેલન્સ માટે કાર્યરત કરી ૪૦,૯૩૨ ઘરોના ૧,૫૭,૯૭૦ લોકોનો સર્વે કર્યો છે. જિલ્લામાં મોબાઇલ ટેસ્ટીંગ વાનનો નવતર અભિગમ હાથ ધરાયો છે. આ વાન દ્વારા રોજ ૫૦ જેટલા સેમ્પલ ટેસ્ટ કરવામાં આવે છે…” એમ તેમણે ઉમેર્યું હતું.

ગ્રામ યોધ્ધા કમિટી દ્વારા આજ સુધીમાં ૧,૦૪,૩૧૨ લોકોની અવરજવરની નોંધણી કરાઈ છે…જ્યારે ૧,૩૦,૪૭,૦૮૯ લોકોને આયુર્વેદિક ઉકાળા તથા હોમિયોપેથીક દવાખાનું વિતરણ કરાયું છે…
અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં ૩,૮૩૧ ઔધ્યોગિક યુનિટ કાર્યરત થયા છે. જ્યારે શહેરી વિસ્તારમાં ૧,૮૪૮ અને GIDCમાં ૧,૨૮૬ મળી સમગ્રતયા ૬,૯૫૬ એકમો કાર્યરત થયા છે. આ એકમોમાં હાલ ૪૯,૦૮૫ કામદારો કાર્યરત છે.
જિલ્લામાં આંતરિક અને જિલ્લા બહાર જે લોકોને જવું અત્યંત જરૂરી હતું તેવા લોકોને ધ્યાનમાં રાખીને કુલ ૧,૩૦,૦૯૯ લોકોને પાસ ઈસ્યુ કરવામાં આવ્યા છે. જેમાં ઔધ્યોગિક હેતુ માટે ૩૬,૭૭૨ પાસ, બાંધકામ હેતુ માટે ૫,૭૮૪ તથા અન્ય રાજ્યમાં જવા માટે ૬૪,૧૨૯ પાસનો સમાવેશ થાય છે….
ઔધ્યોગિક એકમોમાં કામદારોની રોજગારી ચાલુ થાય તેવા આશયથી કાર્યરત કરાયેલા એકમોમાં કામદારોને વેતન પેટે એપ્રિલ માસમાં રૂ. ૪૩૨.૨૭ કરોડ અને મે’ માસમાં અત્યાર સુધી રૂ. ૧૦૮.૨૯ કરોડ મળી કુલ રૂ. ૫૪૦.૫૬ કરોડ પગાર ચુકવાયો છે.
જિલ્લામાં અગાઉ શ્રમિકો માટે ૪૯ જેટલા આશ્રય સ્થાન ચાલુ કરાયા હતા, પરંતુ હાલ તમામ પરપ્રાંતિય શ્રમિકોને તેમના વતન મોકલી દેવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં ૧૭૫ ટ્રેન દ્વારા ૨,૫૬,૫૧૯ શ્રમિકોને તેમના વતન પરત કરાયા છે… આમાં ઉત્તર પ્રદેશના ૧,૬૬,૪૩૮ બિહારના ૬૬,૧૪૦ ઓરિસ્સાના ૫,૨૫૦, છત્તીસગઢના ૮,૩૭૩ ઉત્તરાખંડના ૨,૮૧૭ પશ્ચિમ બંગાળના ૩,૨૦૦ શ્રમિકોનો સમાવેશ થાય છે…
સ્વચ્છતા જાળવવાના ભાગરૂપે જિલ્લામાં નાગરિકોને તેમના હાથ ધોવા માટે ૨.૧૮ લાખ સાબુ અપાયા છે. પી.એમ રીલીફ ફંડમાં રૂ ૪.૦૫ કરોડ તથા મુખ્ય મંત્રીરાહત ફંડમાં રૂ. 4.25 કરોડ આપવામાં આવ્યા છે. જિલ્લામાં એ.પી.એમ.સી કાર્યરત કરાઈ છે.
શ્રમિકને વતન મોકલવામાં આવ્યા તે પહેલા શ્રમિકો અને અન્ય જરૂરિયાતમંદ લોકોને જિલ્લા વહીવટી તંત્ર તથા સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથીકુલ ૪૦,૩૩,૨૨૬ ફૂડ પેકેટ આપવામાં આવ્યા છે. જ્યારે ૩૯,૪૩૬ કીટનું વિતરણ કરાવામાં આવ્યું છે.
લોકડાઉનનો ચુસ્ત અમલ જિલ્લામાં કરાઈ રહ્યો છે. લોકડાઉન ભંગના ૧,૧૭૯ કેસ નોંધાયા છે.
જિલ્લામાં કાર્યરત કરાયેલા કંટ્રોલ રૂમમાં અત્યાર સુધીમાં ૧૬,૬૭૯ કોલ રીસીવ કરવામાં આવ્યા છે. જેમાં અન્નને લગતા ૨,૬૪૦ રાશનને લગતા ૬,૮૧૫ શાકભાજી અને ફળને લગતા ૩૯૭ ટ્રાન્સ્પોર્ટેશન માટે ૫,૪૨૫ દૂધ-કરિયાણા માટે ૨૦૭ દવાઓ માટે ૨૫, અન્ય તબીબી સહાય માટે ૬૯, વોટર સેનીટેશન તથા અન્ય નાગરિક જરૂરિયાત માટે ૫૫ અને ૧,૦૯૩ ફરિયાદોનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં ટ્રાન્સ્પોર્ટેશન માટે ૧,૧૫,૯૧૪ કોલ આવ્યા છે.
જિલ્લામાં NFSA (APL-1),NON NFSA BPL,PMGKY અન્ન બ્રહ્મ યોજના હેઠળ 23.40 લાખ પરિવારોને આવરી લેવાયા છે…
જિલ્લામાં ૨૦ વૃધ્ધ્હશ્રમોમાં ૭૦૩ વ્રુધ્ધજનોના આરોગ્યની તપાસ કરવામાં આવી છે. જ્યારે ૮૭ જેટલા ભિક્ષુકોનુ ચેક-અપ કરાયું છે. આજ રીતે બાળ સંભાળ ગૃહોમાં ૧૫૮ બાળકોની મેડિકલ તપાસ કરાઈ છે.
આમ, ૩૮ દિવસની આ કામગીરી દર્મ્યાન આવેલા પડકારનો સામનો કરવા કરેલા પ્રયાસ અને તેના પરિણામોના પગલે ક્રોનાનું સંક્રમણ એકચોક્કસ લેવલ સુધી અટકાવી શકાયું છે.[:]