વઢવાણ હેરીટેજ રેલ મથક, ગુજરાતના રેલમથકો

અમદાવાદ, 30 સપ્ટેમ્બર 2016
સૌરાષ્ટ્રમાં રેલવેની શરૂઆત વઢવાણથી થઈ હતી. વઢવાણનું રેલ મથક હેરિટેજ રેલ મથક તરીકે પણ જાહેર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રમાં પ્રથમ ટ્રેન પણ વઢવાણથી ભાવનગર ખાતે 18 ડિસેમ્બર 1880ના રોજ દોડાવવામાં આવી. ડેવલોપમેન્ટ માટે અહીં તોડફોડ કરવા દેવામાં આવી નથી. 1880 માં જે પ્રકારનું મકાન તેની રેલ્વે લાઈન અને તેના લાકડાઓ પણ તે સમયના છે, જે આજે પણ અડીખમ રીતે છે. તેમાં કોઈપણ પ્રકારનું નવીનીકરણ કરવામાં આવ્યું નથી. રેલમથકને 146 વર્ષ થયા છે.

1880ના બાંકડાઓ, તે સમયે ઘંટ વગાડવામાં આવતો તે ઘંટ, જૂની ઘડિયાળો, ટાઈમ ટેબલ બતાવતું રેલવેનું પત્રક, રેલવે ટેલીફોન તાર સિસ્ટમ ચાલતી નથી પણ આજે પણ રેલ મથક વિસ્તારમાં યથાવત છે એટલે 1880નો ઇતિહાસ આજે પણ વઢવાણ રેલ મથક પર સચવાયેલો પડ્યો છે. વઢવાણના ઈતિહાસના જાણકાર ભવાનીસિંહ મોરી કહે છે.

10 ટ્રેન ઉભી રહે છે.
રેલ મથકની અંદર નાખવામાં આવેલી ટેકનોલોજી, CCTV કેમેરાઓ અને અલગ અલગ પ્રકારની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રમાં રેલવેનું પ્રવેશદ્વાર એટલે વઢવાણ. તે સમયે વઢવાણ એ સુરેન્દ્રનગરના કાપ વિસ્તાર તરીકે જાણીતો હતો. સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ રેલવેનો પાયો વઢવાણમાં નંખાયો અને સૌ પહેલીવાર અંગ્રેજોએ વિરમગામથી સુરેન્દ્રનગર સુધીનો રેલવે ટ્રેક ઉભો કર્યો હતો. 1880માં સૌપ્રથમવાર સૌરાષ્ટ્રમાં વઢવાણ અને ભાવનગર વચ્ચે રેલવે સેવાની શરૂઆત થઈ હતી.

આ રેલવે ટ્રેકનો ઉદ્દેશ્ય સુરેન્દ્રનગરમાં ઉત્પાદિત કપાસનું રેલવે મારફતે વિરમગામ લઈ જવાનો હતો. બીજી બાજુ વિરમગામથી પણ અલગ અલગ પ્રકારનું અનાજ રેલવે મારફતે વઢવાણ લાવવામાં આવતું હતું. 1877માં દુષ્કાળમાં પાણી પહોંચાડવા માટે રેલવેનો નિર્ણય કરવામાં આવ્યા હતા.
ભાવનગરના તત્કાલિન રાજવી તખ્તસિંહજી ગોહિલે પાયો નાંખ્યો હતો. ભાવનગરથી વઢવાણ સુધી રેલવે ટ્રેક નાખી. કામ ત્રણ વર્ષ સુધી ચાલ્યું. અને 1880માં રેલ્વે ટ્રેક ભાવનગરથી વઢવાણ સુધીની નાખી દેવામાં આવ્યો. સૌરાષ્ટ્રની પ્રથમ ખાનગી રેલ્વે ટ્રેક હતી.
તે સમયના ગવર્નર અને તેમના અધિકારીઓએ આ ટ્રેનમાં મુસાફરી કરી હતી. ઐતિહાસિક વઢવાણ રેલ મથક પણ તે સમયે બાંધવામાં આવેલું હતું. તખતસિંહની હાજરીમાં બોમ્બે ગવર્નર સર જેમ્સ ફર્ગ્યૂસન દ્વારા લાઈનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

વઢવાણ મુખ્ય તાલુકાદાર અને સ્ટેટ ગણાતું હતું. 1952માં વઢવાણ રેલવે લાઈન પશ્ચિમ રેલવેમાં ભળી ગઈ. જો કે આજે 146 વર્ષ બાદ પણ આ રેલવે લાઈન યથાવત છે. તેના ઉપર ટ્રેન પણ દોડે છે.

પહેલીવાર રેલવે આવી ત્યારે લોકો નારિયેળ લઈને પૂજા કરવા ગયા હતા. કેટલાક લોકો તો ટ્રેનને દૈવીય અવતાર ગણતા હતા. લોકો એવું માનતા હતા કે, કોઈ દૈવીય શક્તિ હોય તો જ આટલા બધા લોકોને સાથે લઈને જઈ શકાય. અનેક લોકો રેલવે આવતી ત્યારે તેના એન્જિન આગળ નારિયેળ ફોડતા અને પૂજા કરતા હતા.

સૌથી જૂના રેલવે સ્ટેશન
ગુજરાતમાં સૌથી જૂનું હયાત રેલવે સ્ટેશન વડોદરા જંક્શન છે, જેની સ્થાપના બ્રિટિશ સમયમાં 1861માં કરવામાં આવી હતી. બોમ્બે, બરોડા એન્ડ સેન્ટ્રલ ઇન્ડિયા રેલવે દ્વારા બનાવવામાં આવ્યું હતું. ઐતિહાસિક ઓળખ આજે પણ નોંધપાત્ર રીતે અકબંધ રહેવા પામી છે.

150 વર્ષ જના રેલ મથક
ગુજરાતમાં રેલવેનો ઇતિહાસ 1855થી શરૂ થયો હતો. પહેલી રેલ ઉતરાણ અને અંકલેશ્વર વચ્ચે દોડી હતી, જ્યારે ‘બોમ્બે, બરોડા એન્ડ સેન્ટ્રલ ઇન્ડિયા રેલવે’ (BB&CI) કંપની દ્વારા રેલવે લાઇન નાખવાની શરૂઆત થઈ હતી.150 વર્ષથી વધુ જૂના 1876 કે તે પહેલાં બનેલા હોય તેવા ગુજરાતના મુખ્ય ઐતિહાસિક રેલવે સ્ટેશનો અંકલેશ્વર, ઉતરાણ રેલવે સ્ટેશન 1855-1860માં બન્યા હતા.
સુરત રેલવે સ્ટેશન 1860માં બન્યું.
જમીન સ્તરથી ઉપર ફર્સ્ટ ફ્લોર પ્લેટફોર્મ ધરાવતું એશિયાનું સૌથી પહેલું રેલવે સ્ટેશન હતું. [
BB&CI કંપની દ્વારા 1861માં વડોદરા સ્ટેશનની સ્થાપના કરવામાં આવી હતી.
ડભોઈ અને મિયાગામ કરજણ રેલવે સ્ટેશન 1862માં બન્યું હતું. ડભોઈ અને મિયાગામ વચ્ચે એશિયાની સૌથી પહેલી નેરોગેજ રેલવે લાઇન શરૂ કરવામાં આવી હતી. શરૂઆતમાં આ ટ્રેન બળદ દ્વારા ખેંચવામાં આવતી. બાદમાં 1863માં સ્ટીમ એન્જિન આવ્યું.
અમદાવાદ રેલવે સ્ટેશન – કાલુપુર 1863માં બન્યું હતું. 20 જાન્યુઆરી 1863ના રોજ કાલુપુર રેલવે સ્ટેશનથી સુરત માટેની પ્રથમ ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી હતી. 1870માં અમદાવાદથી મુંબઈ વચ્ચેની સીધી ટ્રેન સેવા શરૂ થઈ હતી.
વલસાડ રેલવે સ્ટેશન 1864માં બન્યું હતું.

ભારતમાં સૌથી જૂનાં રેલવે સ્ટેશનો
રોયાપુરમ સ્ટેશન ચેન્નઈ 1856માં બનેલું, જે ભારતનું સૌથી જૂનું હયાત સ્ટેશન ભવન ગણાય છે. ભારતમાં સૌથી જૂનું હયાત અને કાર્યરત રેલવે સ્ટેશન પશ્ચિમ બંગાળનું હાવડા જંક્શન છે, જેની સ્થાપના 1854માં થઈ હતી. મૂળ બોરી બંદર જે હાલનું છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, મુંબઈ 1853માં શરૂ થયું હતું.