ગુજરાતમાં ખેડૂતો પેદા કરશે 10-12 હજાર કરોડના ઘઉં, સરકાર ખરીદશે 500 કરોડના

wheat
wheat

ગાંધીનગર, 9 માર્ચ 2021

2019માં 24 લાખ ટન, 2020માં 13.83 લાખ હેક્ટરમાં 43.64 લાખ ટન અને 2020-21માં 12.74 લાખ હેક્ટરના વાવેતરની ધારણા ગુજરાતના કૃષિ વિભાગ દ્વારા બાંધવામાં આવી હતી. તેની સામે ખેડૂતોએ 1.08 લાખ હેક્ટર વધારે વાવેતર કરીને 13.66 લાખ હેક્ટર કર્યું હતું. જે ધારણા કરતાં 9 ટકા વધું છે.

કૃષિ વિભાગની 12.74 લાખ હેક્ટરમાં 40.47 લાખ ટન ઉત્પાદનની ધારણાની હતી. હેક્ટરે સરેરાશ 3178 કિલોની હતી. સારા ચોમાસા બાદ પાણી સારા રહેતાં ઘઉંનું સારું ઉત્પાદન મળવાની ધારણા છે. તે હિસાબે 3500 કિલો હેક્ટરે ગણતાં 13.66 લાખ હેક્ટરમાં 48 લાખ ટનના ઉત્પાદનની શક્યતા છે.

2020-21માં 13.66 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. જે 2019-20માં 13.95 લાખ હેક્ટરની સામે આ વર્ષે ઓછું વાવેતર છે. જોકે આ બે વર્ષ અગાઉના 3 વર્ષની સરેરાશ 11 લાખ હેક્ચરની રહી હતી. આમ સતત બીજા વર્ષે વિક્રમી વાવેતર થયા છે.

ખેડૂતો ચણા, ધાણા, જીરૂ અને રાયના વાવેતર તરફ વધું ગયા હોવાથી ઘઉંના વાવેતર ઓછા થયા છે.

ગુજરાત સરકારે ઘઉંની ખરીદી એક અઠવાડિયા પછી 16 માર્ચ 2021થી શરૂ કરશે અને 31 જૂલાઈ 2021માં પૂરી કરશે. ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા 235 ગોડાઉન કેન્દ્રો ખાતે ટેકાના ભાવ રૂપિયા 1975 એક ક્વિન્ટલના દરે કરશે. ગયા કૃષિ વર્ષ 2019-20માં 1940ના ભાવે ખરીદી કરી હતી.

સરકારે તળિયાના ભાવો નક્કી કરેલા છે. પણ ખેડૂતો કહે છે કે તેમનો નફો અને જમીનનું ભાડું ગણવામાં આવે તો 100 કિલોના રૂપિયા 1975ના બદલે રૂપિયા 2400 ભાવ મળે તો જ પરવડે તેમ છે. તેથી સરકારે રૂપિયા 2400-2500ના ભાવે ખરીદી કરવી જોઈએ.

ગુજરાતમાં 48 લાખ ટન ઘઉં પેદા થાય અને તેનો ભાવ એક ટનનો રૂ.25000 ગણવામાં આવે તો રૂપિયા 12 હજાર કરોડના ઘઉં પેદા થશે. જો 40 લાખ ટન ઘઉં પેદા થાય તો રૂપિયા 10 હજાર કરોડના ઘઉં પેદા થશે.

કેન્દ્ર સરકાર દેશમાં 43 લાખ ખેડૂતો પાસેથી 4 કરોડ ટન ઘઉં ખરીદાશે એવી ધારણા છે. પણ ગુજરાતમાંથી કેટલી ખરીદ કરાશે તે ગુજરાત સરકારે જાહેરાત કરી નથી. જોકે ગુજરાતમાં 48 લાખ ટન ઘઉંના ઉત્પાદનમાંથી માંડ 2 લાખ ટન ખરીદી કરી શકે છે. મતલબ કે 5 ટકા ખરીદી માંડ થશે. રૂપિયા 12 હજાર કરોડના ઘઉંમાંથી માંડ રૂપિયા 500 કરોડના ખરીદ કરે એવી ધારણા મૂકવામાં આવી રહી છે. તેથી ખેડૂતોઓએ મોટું નુકસાન ભોગવવું પડશે.  મગફળીના કુલ ઉત્પાદનના 8 ટકા ખરીદી કરી હતી. ઘઉંમાં પંજાબ અને હરિયાથી જ મોટી ખરીદી ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા કરે છે.

ગુજરાતમાં 1966માં પહેલી વખત ઘઉંની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી હતી.

2000 રૂપિયાના ઘઉં ખરીદે તો તે સરકારને ખર્ચ ઉણેરતાં રૂપિયા 2680માં પડે છે. 33 ટકા ખર્ચ ખરીદી માટે સરકારને થાય છે. જે સરકાર સસ્તા અનાજની દુકાનેથી ગરીબ લોકોને આપે છે.

https://twitter.com/narendramodi/status/1307617490873196544

2020-21માં ગુજરાતમાં ઘઉનું વાવેતર હેક્ટર
ખેતીની ઘઉંનું
જિલ્લો કૂલ જમીન વાવેતર
સુરત 251300 6100
નર્મદા 113000 1900
ભરૂચ 314900 18900
ડાંગ 56500 300
નવસારી 106800 0
વલસાડ 164300 0
તાપી 149100 4400
દક્ષિણ ગુ. 1663700 1364300
અમદાવાદ 487400 156400
અણંદ 183800 58300
ખેડા 283500 75500
પંચમહાલ 176200 11000
દાહોદ 223600 52900
વડોદરા 304700 26300
મહિસાગર 122400 22500
છોટાઉદેપુર 206600 1800
મધ્ય ગુ. 1988200 404900
બનાસકાંઠા 691600 69100
પાટણ 360400 36000
મહેસાણા 348100 71800
સાબરકાંઠા 271600 94100
ગાંધીનગર 160200 28800
અરાવલી 202700 70800
ઉત્તર ગુજ. 2034600 370800
કચ્છ 733500 35700
સુરેન્દ્રનગર 621000 56800
રાજકોટ 536300 119500
જામનગર 366200 53400
પોરબંદર 110900 31500
જૂનાગઢ 358700 92300
અમરેલી 538200 31900
ભાવનગર 454700 23600
મોરબી 347000 36000
બોટાદ 199700 15900
સોમનાથ 217000 49400
દ્વારકા 229600 12800
સૌરાષ્ટ્ર 3979300 522200
ગુજરાત કૂલ 9891500 1366200