10 લાખ ખેડૂતોની કમાણી ડિઝલમાં સમાણી

farmers’ , diesel prices , Gujarat

ગાંધીનગર, 13 એપ્રિલ 2021

ગુજરાતમાં 20 લાખ હેક્ટર વિસ્તારમાં કૃષિ પાકને પાણી આપવા માટે કૂવા છે. ગુજરાતમાં 58 લાખ ખેડૂતોમાંથી 10 લાખ ખેડૂતો સિંચાઈ માટે ડીઝલ કે કૃડ ઓઈલ વાપરીને ખેતી કરતા હોવાનો અંદાજ છે. સરેરાશ એક મધ્યમ ખેડૂતની પાસે 2 હેક્ટર જમીન હોય છે. તે હિસાબે 10 લાખ ખેડૂતોની આસપાસ કૂવાથી સિંચાઈ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે.

જેમાં નર્મદા નહેરમાં પેટા નહેરો સરકારે બનાવી ન હોવાથી ખેડૂતો ડિઝલ પંપ સેટ મૂકીને પાણી સિંચાઈ માટે લે છે. આવા 4 લાખ ખેડૂતો હોઈ શકે છે.

કૂવાથી સિંચાઈ કરનારા ખેડૂતો મોટા ભાગે ગરીબ હોય છે. નાની જમીન અને સિંચાઈની નહેર કે બોરવેલની સુવિધા તેની પાસે હોતી નથી. 3 હેક્ટર સુધી જમીન ધવાતાં હોય એવા 40 લાખ ખેડૂતો છે.

બોર વેલ, નહેર, તળાવથી સિંચાઇ કરનારા ખેડૂતો અગલ છે.

વળી, નર્મદા નહેરમાંથી પેટા નહેરો ન બની હોવાથી ખેડૂતો પેટા નહેર પર ડિઝલ એન્જીન મૂકીને પાણી ખેંચે છે. તેથી તેનું ઉત્પાદન ખર્ચ વધે છે. વાસ્તવમાં નહેર પરથી ખેડૂતો ડિઝલ એન્જીન દ્વારા પાણી ખેંચતા હોય એવા 4 લાખથી પણ વધું ખેડૂતો હોવાનો અંદાજ સુરેન્દ્રનગરની સ્થિતી પરથી છે. આ ખેડૂતોના ખેતર સુધી માઈનોર નહેરો બનાવી આપવાની જવાબદારી ગુજરાત સરકારની હતી તે કરી નથી. તેથી ખેડૂતોને જે પાણી મફતમાં મળવાનું હતું ત્યાં તેને કુલ ખેતીના ખર્ચના 80 ટકા ખર્ચ નર્મદા નહેર પર એન્જીન બેસાડીને કરવું પડે છે.

તેઓને નહેરની સિંચાઈ ન હોવાથી કૂવા પર ડિઝલ એન્જીન મૂકીને પાણી ખેંચે છે.

ખેતીમાં સૌથી વધું ખર્ચ સિંચાઈનું 

ખેત ઉત્પાદનમાં સૌથી વધું ખર્ચ 70થી 85 ટકા સિંચાઈના પાણી પાછળ થાય છે. રાજકોટમાં બનતાં ઓઈલ એન્જીન અને પંપ સેટ ખેડૂતો વાપરે છે તેમાં માફકસરનું ડિઝલ વાપરતાં હોય એવા માત્ર 6 ટકા જ એન્જીન હોય છે. 50 ટકા એન્જીન દોઢાથી વધું ડિઝલ વાપરે છે. 24 ટકા પંપ સેટ દોઢ ગણાથી બે ગણા ડિઝલ વાપરે છે. 20 ટકા પંપ સેટ એવા હોય છે કે જે બે ઘણાથી પણ વધારે, ક્ષમતા કરતાં વધારે ડિઝલ વાપરે છે. એવું એક સરવેમાં જણાયું છે. આમ ખેડૂતોને બે તરફી માર પડે છે. વળી, ફૂટવાલ્વ, ગેસ્વેનાઈઝ્ડ પાઈપ, અક્ષમ એન્જીન, એન્જીનને અનુરૂપ ન હોય એવા પંપસેટ પસંદ કરવાથી ડિઝલ વધારે વપરાય છે. આમ ખેડૂતોને ચારે તરફથી માર પડે છે.

સાગર રબારી, ખેડૂત નેતા 

ખેડૂત આગેવાન સાગર રબારી કહે છે કે, 15 હોર્ષ પાવરના એન્જીનમાં 3થી4 લિટર એક કલાકમાં ડિઝલ વપરાય છે. 10 હોર્સ પાવરમાં કલાકમાં દોઢથી 2 લિટર ડિઝલ વપરાય છે. કલાકમાં અડધો વિઘાથી 1 વિઘો સિંચાઈ થાય છે. એ હિસાબે ખેડૂતો ભારે મોટું ખર્ચ ડિઝલ પાછળ કરવું પડે છે.

ખેતી ખર્ચમાં જંગી વધારો થયો છે જેમાં ખાતરના ભાવ, ડિઝલના ભાવમાં વધારો થતાં ખેતીનું ખર્ચ બેસુમાર વધી ગયું છે.  તેથી શાકભાજી, મુખ્ય પાકોના ભાવમાં વધારો થયો છે. આંકડા પોતે જ ગાઈ વગાડીને કહે છે કે ખેડૂતની આવક ઘટી રહી છે, ડબલ થવાની વાતો માત્ર દીવાસ્વપ્નો જ છે.

ડિઝલમાં ભાવ વધારો ભાજપની કેન્દ્ર સરકાર આવી છે ત્યારથી આજ સુધીમાં બે ગણો થઈ ગયો છે. તેની સામે પાકિસ્તાન સહિતના મુસ્લિમ દેશો અને ચીનમાં 2014માં ડિઝલના ભાવ હતા તેનાથી 2021માં અડધા થઈ ગયા છે. ખેડૂત તેના ખેતરમાં રૂપિયા 10 હજારનું ખર્ચ કરે તો તેમાં 8 હજાર રૂપિયા ડિઝલ પાછળ ખર્ચ થાય છે.

ખેતીમાં મુખ્ય ખર્ચમાં ડીઝલ, વીજળી, ખાતર અને મજૂરી છે.

મહિનો વર્ષ ભાવ –  લિટરના રૂપિયા

એપ્રિલ-13 – 43.63

એપ્રિલ-14- 55.48

એપ્રિલ-15 – 49.41

એપ્રિલ-16 – 48.33

જુલાઈ-17 – 53.33 ,

જુલાઈ-18 – 67.38

જુલાઈ-19 – 66.69

જૂન-20 – 79.88

માર્ચ-21 – 81.47

86.59 ટકાનો ભાવ વધારો

આમ, વર્ષ 2013 થી 2021 સુધીના 9  વર્ષમાં ડીઝલના ભાવ 43.63 રૂપિયાથી વધીને 81.41 રૂપિયા થયો છે. ડિઝલમાં એક તબક્કે 100 ટકા ભાવ વધી ગયો હતો. હાલ 86.59 ટકાનો ભાવ વધારો છે.

વળી ટ્રેક્ટર, સાધનો વગેરેમાં ડિઝલનો ભારે વધારો થાય છે. અંદાજ મુજબ એક ખેડૂતને હેક્ટરે ટ્રેક્ટરમાં રૂપિયા 5 હજાર અને ડિઝલ એન્જીનમાં હેક્ટરે રૂપિયા 30 હજારનો ભાવ વધારો આપવો પડે છે.

આ પણ વાંચો 

ગુજરાતમાં ગાય આધારિત ભાજપની કૃષિ નીતિ, પણ 90 ટકા બળદનું નિકંદન નિકળી ગયું

6 લાખ બળદ સામે 8 લાખ ટ્રેક્ટર

ગુજરાતમાં કુલ 18.50 લાખ બળદ વસતી છે. જેમાં બે વર્ષ સુધીના 3.83 લાખ વાછરડાં છે. 73 હજાર સાંઢ છે તે માત્ર ગાય ફલીનીકરણ માટે વપરાય છે. ખેતી માટે 12 લાખ બળદ છે.  ખેતી કરવા માટે બે બળદ હોય છે. જોડીથી ખેતી થાય છે. કુલ 56-58 લાખ ખેડૂતો છે. કુલ 6 લાખ ખેડૂતો પાસે જ હવે બળદ રહ્યાં છે.

ગુજરાતમાં 7.73 લાખ ટ્રેક્ટર નોંધાયેલા છે. નોંધણી વગરના મીની ટ્રેક્ટર 20 લાખ હોવાનો અંદાજ છે. જે બળદ અને માણસનું કામ કરી આપે છે. નિંદામણ, વાવણી, રોપણી, થ્રેસર જેવા ખેતી કામ માટે હવે ટ્રેક્ટર વપરાય છે.

નાના ખેડૂતો વધ્યા

કુલ 56-58 લાખ ખેડૂતો છે. અડધો હેક્ટર જમીન હોય એવા ખેડૂતો 2001માં 6 લાખ હતા. તે 2021માં વધીને 13 લાખ થઈ ગયા છે. અડધોથી એક એકર જમીન હોય એવા ખેડૂતો 7 લાખ હતા તે 20 વર્ષમાં 16 લાખ થઈ ગયા છે.

આમ 5થી 10 વિઘા જમીનમાં ખેતી કરવા માટે બળદ પરવળતા નથી. તેઓ બળદ કાઢીને ટ્રેક્ટર વસાવે છે. ટ્રેક્ટરમાં ડીઝલ વપરાય છે. જે ખેડૂતોને મોંઘું પડે છે.

ગુજરાતમાં કુવાથી થતી ખેતીની વિગતો, હેક્ટરમાં આંકડા છે (બોરવેલ નહીં પણ ડિઝલ એન્જીનથી)
કુવાથી થતી સિંચાઈ 2019-20 હેક્ટર
હેક્ટર કુવાથી કુવાથી
ખેતીની સિંચાઈ સિંચાઈ
જિલ્લો કૂલ જમીન નેટ એરીયા ગ્રોસ એરિયા
સુરત 251300 13400 17800
નર્મદા 113000 12400 16100
ભરૂચ 314900 11000 23000
ડાંગ 56500 0 0
નવસારી 106800 7500 8000
વલસાડ 164300 17900 27100
તાપી 149100 15800 26200
દક્ષિણ ગુ. 1663700
અમદાવાદ 487400 27700 47200
અણંદ 183800 21100 45900
ખેડા 283500 43800 74900
પંચમહાલ 176200 14600 21700
દાહોદ 223600 5700 23800
વડોદરા 304700 21600 26600
મહિસાગર 122400 14200 17700
છોટાઉદેપુર 206600 37400 43400
મધ્ય ગુ. 1988200
બનાસકાંઠા 691600 46300 115900
પાટણ 360400 10600 11100
મહેસાણા 348100 7400 14300
સાબરકાંઠા 271600 86000 138300
ગાંધીનગર 160200 0 0
અરાવલી 202700 50800 96100
ઉત્તર ગુજ. 2034600
કચ્છ 733500 35300 52700
સુરેન્દ્રનગર 621000 70100 105600
રાજકોટ 536300 70800 1123
જામનગર 366200 120100 137100
પોરબંદર 110900 31100 54900
જૂનાગઢ 358700 119700 187200
અમરેલી 538200 91000 100600
ભાવનગર 454700 94000 107500
મોરબી 347000 48500 68800
બોટાદ 199700 880 125000
સોમનાથ 217000 73100 101500
દ્વારકા 229600 22800 29600
સૌરાષ્ટ્ર 3979300
ગુજરાત કૂલ 9891500 1329700 1977800

 

આ પણ વાંચો 

ગુજરાતમાં ૨૦૧૧માં ૬૦,૦૦૦ ટ્રેક્ટરનું વેચાણ