[:gj]1100 ઝાડમાં 22000 કિલો એપલ બોર પેદા કર્યા [:]

[:gj]નવસારી નજીકના ધનોરી ગામના વતની જગદીશભાઈ પટેલ 5 વીઘા જમીનમાં શાકભાજી તથા વિવિધ પાકોની ખેતી કરે છે. હાલમાં એપલબોરની ખેતી કરી હતી. તેઓએ એપલબોરના 1100 છોડનું વાવેતર વર્ષ 2014-15માં કર્યુ હતું. વાવેતરમાં કરતા પહેલા તેમણે 2×2×2 ફુટના ખાડા બનાવ્‍યા તથા તેમાં છાણીયુ ખાતર તથા સારી માટી ભરી હતી. તથા તેમાં 12 × 10 ફૂટના અંતરે કર્યુ હતું. એપલબોરની ખેતીમાં વૈજ્ઞાનિક અભિગમ અપનાવતા સાથે સાથે પાણી અને ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ થાય તથા ગુણવત્તા યુકત ઉત્‍પાદન મળે તે માટે ટપક પિયત પદ્ધતિ પાણી આપતા હતાં. તેમને ગત વર્ષ 2016-17માં 22 હજાર મણ એપલબોરનું ઉત્પાદન થયું હતું.

200 લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવાની ભલામણ કરવામાં આવી

તેઓએ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકોના સંપર્કમાં આવ્યા બાદ એપલબોરની ખેતીમાં વધુ ઉત્પાદન મેળવવા માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં વૈજ્ઞાનિકો દ્વારા એપલબોરનું વધારે બેસાણ થાય તથા તેનું ખરણ ઘટે અને એપલબોરની સાઈઝ વધે તે માટે તેમને એપલબોરની વાડીમાં 50 ટકા ફુલ અવસ્થાએ 500 ગ્રામ કેલ્‍શીયમ નાઈટ્રેડ અને 250 ગ્રામ બોરોન 200 લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવાની ભલામણ કરવામાં આવી હતી. તથા ત્યારબાદ તોને કેળના થડમાંથી બનાવેલ નોવેલ પ્રવાહી ખાતર 200મીલી 10 લીટર પાણીમાં ભેળવી 15 થી 20 દિવસના સમયાંતરે છાટવાની સલાહ આપવામાં આવી હતી. સાથે સાથે જૈવિક ખાતર જેવાકે એઝોટોબેકટર, પી.એસ.બી અને કે.એમ.બી પ્રતિ ઝાડ દીઠ 50 મી.લી. પિયત પાણી સાથે આપવા જણાવ્યું હતું.

આજુબાજુ ગામના ખેડૂતો માર્ગદર્શન લેવા આવ્યા

એપલબોરમાં ફળમાખીના ઉપદ્રવને નિયંત્રણમાં રાખવામાં માટે ફેરોમેન ટ્રેપનો ઉપયોગ કરવા તથા 8 થી 10 ઝાડ દીઠ 1 – ફેરોમેન ટ્રેપ લગાવવા તથા રોગ જીવાતના નિયંત્રણ માટે જૈવિક દવાના છંટકાવ કરવાની માહિતી પૂરી પાડવામાં આવી હતી. આમ, એપલબોરની ખેતીમાં વૈજ્ઞાનિક અભિગમ અપનાવવાથી તેઓને ચાલુ વર્ષે વર્ષ 2017-18માં 32 હજાર મણ ગુણવત્તાયુકત એપલબોરનું ઉત્પાદન મેળવ્યું હતું. આ પદ્ધતિથી એપલબોરની સરેરાશ સાઈઝમાં તથા તેના વજનમાં અને સાઈનીંગમાં ખૂબ જ તફાવત જોવા મળ્યો હતો. ગત વર્ષ કરતા તેમને 1000 મણ એપલબોરનું વધુ ઉત્પાદન મળ્યું હતું. આ ખેતીને જોઈને તે જ ગામના તથા આજુબાજુ ગામના ખેડૂતો માર્ગદર્શન લેવા આવ્યા હતા.

એપલબોરની સાઈઝ અને ગુણવત્તામાં પણ સુધારો

એપલબોરની ખેતી કરવાથી તેમને 5 વીઘામાંથી કુલ રૂ.11,49,500ની આવક મળી હતી તેમજ એપલબોરની સાઈઝ અને ગુણવત્તામાં પણ સુધારો આવ્યો, જેથી કરીને તેમને ગત વર્ષ કરતાં 15% વધુ ભાવ પણ મળ્યા હતા. આમ એપલબોરમાં કેલ્‍શિયમ નાઈટ્રેડ + બોરોનનો છંટકાવ તથા કેળના થડમાંથી બનાવેલ પ્રવાહી જૈવિક ખાતરના છંટકાવ કરવાથી ઉત્‍પાદનમાં થયેલ વધારો તથા વધુ આવક મેળવવા માટે જરૂરી માગદર્શન કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકો દ્વારા પુરૂ પાડવામાં આવેલ હોવાથી તેઓ સર્વે વૈજ્ઞાનિકોનો આભાર માને છે તથા અગાઉની ખેતીનાં તેઓ આ જ પ્રમાણે ખેતીમાં વૈજ્ઞાનિક અભિગમ અપનાવા પ્રોત્સાહિત થયા છે.

એપલ બોરની ખેતીમાં ખેડૂતને થયેલો ખર્ચો અને ઉત્પાદન

પાક એપલબોર
જમીન વિસ્ર 5 વિઘા
કલમ ખર્ચ 1100 ×100 = 110000
જમીનની તૈયારી 12 ફુટ × 10 ફુટના અંતરે વાવણી
તથા 2×2×2 ફુટના ખાડા
પિયત વ્યવસ્થા‍ ડ્રીપ પદ્ધતિ
પાક સંરક્ષણ ખર્ચ ફુગનાશક દવા, કીટનાશક દવા
તથા ફળમાખી માટેનાં ફેરોમેન
બ્લોક ખર્ચ 20 હજાર
ખાતર ખર્ચ રાસાયણિક અને જૈવિક ખાતર
ખર્ચ 1,00,000
કુલ મજુરી ખર્ચ 35000
ટેકા માટે વાંસ 8 ફૂટના વાંસના ટુકડા 70,000
કુલ ખર્ચ 3,35,000
સરેરાશ બોરનું વજન 1 ઝાડ પરથી – 55 કિલો,
` 55×1100 = 60,500
ભાવ 19 કિલો, 19×60,500
ટ્રાન્સપોર્ટ ખર્ચ 60000
કુલ આવક 11,49,500
કુલ ખર્ચ 3,15,000
નફો 7,54,500[:]