ગુજરાતમાં ગીર આસપાસના વિસ્તારોમાં 115 સિંહોને કેદ કરવામાં આવ્યા છે.
ગાંધીનગર, 4 ડિસેમ્બર 2020
674 ગીરના સિંહોમાંથી જુનાગઢ અને સૌરાષ્ટ્રના આજુબાજુના જિલ્લાઓમાં વિવિધ પ્રાણી સંગ્રહાલયો અને જનીન પૂલમાં 115 સિંહને કેદ રખાયા છે. ગુજરાતની એશિયન વસ્તીના લગભગ 15% પ્રાણી સંગ્રહાલય અને વનના પાંજરામાં છે. ગુજરાત બહાર દેશ – વિદેશમાં 350 સિંહ પાંજરામાં લોકોનું મનોરંજન પૂરું પાડી રહ્યા હોવાનું માનવામાં આવે છે. આમ કુલ 465 ગીરના સિંહ પાંજરામાં પૂરાઈ રહે છે.
શકકરબાગ ઝૂ
115 માંથી જૂનાગઢ સાકરબાગ પ્રાણી સંગ્રહાલયમાં 85 સિંહો પાંજરામાં પૂરી રખાયા છે. વિશ્વમાં ગીર સિંહનું એક માત્ર મોટું બ્રિડિંગ સેન્ટર સક્કરબાગ ઝૂ છે. અહીંથી દર વર્ષે 7થી વધુ સિંહ જન્મે છે. કોડિનેટિંગ ઝૂ તરીકે ઓળખાય છે. એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ દેશના વિવિધ ઝૂને સિંહો આપવામાં આવે છે. જુનાગઢ રાજ્યના નવાબના સમયમાં 1863માં 198 હેક્ટરમાં બનાવવામાં આવ્યું હતું.
એક વર્ષ પહેલા સક્કરબાગથી 30 સિંહ-સિંહણને બીજા ઝૂને આપવામાં આવ્યા હતા. ત્યાર બાદ 54 સિંહ રહ્યાં હતા. 2020માં તે વધીને 85 થઈ ગયા છે.

1 હજાર પ્રાણી સંગ્રહાલય
વિશ્વમાં સામાન્ય લોકો માટે ખુલ્લા હોય એવા મોટા 1 હજાર પ્રાણી સંગ્રહાલય છે. જેમાં ગીરના સિંહ મોકલવામાં આવે છે તે સક્કરબાગ ઝૂથી મોકલાય છે. આવા 350 સિંહ ગુજરાત બહારના પાંજરામાં રહેતા હોવાનું અનુમાન છે.
વસતી 2020
2020માં સિંહોની સંખ્યા 674 છે. વર્ષ 2015માં 523 સિંહ હતાં, 5 વર્ષમાં 150 સિંહનો વધારો થયો છે. અત્યાર સુધીની સૌથી વધુ વધારો છે. 161 સિંહ, 260 સિંહણ, 116 પુખ્ત બચ્ચા અને 137 બચ્ચા છે. 240 સિંહ બાળ બે વર્ષથી ઓછી વયના છે. વસ્તીમાં 28.87 ટકાનો વધારો થયો છે. 2010 થી 2015માં વિકાસ દર 27 ટકા હતો. પ્રાણીના ભૌગોલિક ક્ષેત્રમાં 36 ટકાનો વધારો થયો છે. 40 ટકા સિંહો વન વિસ્તારની બહાર રહે છે. 2015માં 532 માંથી 200 સિંહો ખુલ્લા વિસ્તારમાં ફરતા જોવા મળ્યા હતા. જે હવે 270 સિંહ વન વિસ્તારની બહાર રેવન્યુ વિસ્તારમાં રહે છે.
વિસ્તાર
ગીર જંગલના 1600 ચોરસ કિલોમીટરનો વિસ્તાર આ સિંહોનું ઘર છે. 2015 માં 22,000 ચોરસ કિલોમીટર અને 2020માં વધીને 30,000 ચોરસ કિ.મી. સિંહોની ગણતરી કરી હતી. 36 ટકાનો વધારો નોંધાયો છે. 1883 ચોરસ કિલોમીટરનો વિસ્તાર આ સિંહો માટે સચવાયો હતો.
વર્ષે 125 લોકો પર હુમલા
2014-15માં સિંહના હુમલાથી 125 લોકો ઘાયલ થયા હતા. 1000 જેટલા પ્રાણીઓ તેમનો શિકાર બન્યા હતા. તેમ છતાં સિંહ પર ગીરના લોકો ક્યારેય હુમલો કરતાં નથી કે મારી નાંખતા નથી. તેથી સિંહ બચ્યા છે. 2016 થી 2017 ની વચ્ચે કુલ 184 સિંહોના મોત થયા હતા. ઓક્ટોબર-નવેમ્બર 2018 માં, કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ (સીડીવી) ને કારણે 40 સિંહો મૃત્યુ પામ્યા હતા.