[:gj]20 કરોડ મુસલમાનો દેશની સમૃદ્ધિથી સુખી છે[:]

[:gj]અમદાવાદ, તા. 14

મુસ્લિમ આગેવાન તરીકે અમદાવાદ ઓટો રીક્ષા ડ્રાઈવર્સ યુનિયનનાં પ્રમુખ ઈમ્તિયાઝ લંઘાએ જણાવ્યું હતું કે, ભારતના મુસલમાનોએ દેશની સ્વતંત્રતા બાદ સ્વેચ્છાએ ભારતમાં રહેવાનો નિર્ણય લીધો હતો. દેશના મુસલમાનો દેશ પ્રત્યે વફાદાર છે. દેશની આઝાદી માટે મુસલમાન દેશપ્રેમીઓએ પણ પોતાનું લોહી રેડ્યું છે. ભારતના મુસ્લિમોએ સામુદાયિક વિકાસમાં પણ સિંહફાળો આપ્યો છે અને તેઓ આ નિર્ણયથી ખુબ ખુશ છે. અમુક તોફાની તત્વો કાશ્મીરનો વિકાસ નથી ઈચ્છતા અને વિવિધ અફવાઓ ફેલાવે છે. ભારતમાં વીસ કરોડ ઉપરાંત મુસલમાનો છે, જેઓ દેશની સમૃદ્ધિથી સુખી છે.

તેમણે ઉમેર્યું કે, થોડા સમય પહેલાં કાશ્મીરમાં કલમ 370 અને કલમ 35એ કેન્દ્ર સરકારે નાબૂદ કરી જે ખરેખર અત્યાર સુધી કાશ્મીરના વિકાસમાં મોટું અવરોધક પરિબળ હતી. પરંતુ હવે આ કલમોની નાબૂદીથી કાશ્મીરમાં પણ ભારતના અન્ય રાજ્યોની જેમ કેન્દ્ર સરકારની સારી યોજનાઓ બાળકો, યુવાનો, વ્યાપારીઓ અને વડીલોને લાભ મળશે અને રોજગારીની તકો વધશે. ભારતના મુસલમાનો આતંકવાદનો ખૂબ જ વિરોધ કરે છે અને આતંકવાદની વિરૂદ્ધ છે. પાકિસ્તાન સુફિયાણી સલાહ આપવાનું બંધ કરી પોતાના દેશની ચિંતા કરે એવું પણ તેમણે જણાવ્યું હતું.

[:]