[:gj]25 ટકા શાળામાં પુરું પ્રાથમિક શિક્ષણ પણ નથી મળતું, 50 લાખ વિદ્યાર્થીઓ પર ફીનો બોજો[:]

[:gj]ક્લાસીસના કારણે એ વાત સ્પષ્ટ થઇ રહી છે કે ગુજરાતમાં મોંઘી ફી લેતી શાળાઓમાં વર્ગખંડમાં પુરતું શિક્ષણ અપાતું નથી. સરકાર ટ્યુશન પ્રથા પર પ્રતિબંધ મૂકવાના બદલે ટ્યુશન ક્લાસીસની નોંધણી કરાવવા સરકાર વિચારી રહી છે. તેથી સ્પષ્ટ થાય છે કે, ગુજરાતનું શિક્ષણ વિભાગ ભ્રષ્ટાચારનું એ.પી. સેન્ટર બની ગયું છે. ભાજપ સરકારની દિશા વિહીન શિક્ષણ નીતિના લીધે જ રાજ્યમાં બેફામ-બેરોકટોક ટ્યુશન પ્રથાને વેગ મળી રહ્યો છે. તેમ કોંગ્રેસે કહ્યું છે.

શાળા, કોલેજો અને યુનીવર્સીટીઓમાં શિક્ષણ એટલું મોંઘુદાટ કરી દેવાયું છે કે મહીને રૂ.25,000ની આવક ધરાવનારાં માં-બાપ માટે સંતાનોના શિક્ષણ માટે દેવું કર્યા વિના છૂટકો રહેતો નથી. ત્યારે રાજ્યમાં બેફામ ટ્યુશન પ્રથા, મોંઘા શિક્ષણ અને શિક્ષણની ગુણવત્તાના અભાવને લીધે પ્રવર્તતી અરાજકતા અને અજંપાની સ્થિતિ માટે ભાજપ સરકારની સંચાલકો સાથેની ભાગબટાઈ પર પ્રહાર કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે 50 લાખ બાળકો પર ફીનો બોજો આવી રહ્યો છે.

ભારત સરકારના માનવ સંશાધન મંત્રાલયના અહેવાલ મુજબ પ્રાથમિક શિક્ષણમાં 18 ટકા બાળકો શાળા અધવચ્ચે જ છોડી દે છે. તેઓ આઠ ધોરણનું શિક્ષણ પણ પૂરું કરતાં નથી. તાજેતરમાં રાજ્ય સરકારે જાહેર કરેલ આંકડા મુજબ 140 કરતાં વધુ તાલુકામાં 22 ટકા થી 45 ટકા ડ્રોપઆઉટ રેશિયો છે, ગુજરાતમાં કુલ પ્રાથમિક શાળાઓ 40,746 છે અને તેમાં ખાનગી 7,191 શાળા છે. સરકારી 33,518 છે અને તેમાં 72.51 ટકા શાળાઓ જ ધોરણ-1 થી ધોરણ-8 ધરાવે છે. એટલે કે, 27.49 ટકા શાળાઓમાં આઠમું ધોરણ નથી.  જે શિક્ષણ અધિકારના કાયદા મુજબ 8મું ધોરણ હોવું જોઈએ. આમ, ચોથા ભાગ કરતાં પણ વધુ પ્રાથમિક શાળાઓમાં પ્રાથમિક શિક્ષણ પૂરેપૂરું આપવામાં આવતું જ નથી. જ્યારે રાજ્ય સરકાર ડ્રોપ આઉટ રેશિયો બે ટકા જ હોવાનું ગપ્પું મારે છે. સરકારે ફી પર નિયમન કરતો જે કાયદો “ગુજરાત સ્વનિર્ભર શાળા (ફી) નિયમન ધારો-૨૦૧૭” કર્યો છે તે જ છેતરપીંડીવાળો છે.[:]