ગુજરાત અંદાજપત્રના 55 લાખ પાના મોબાઈ એપ્લીકેશન પર મૂકાશે, CAG અહેવાલો કે લાઈવ કાર્યવાહી નહીં હોય

NITIN PATEL
NITIN PATEL

 

ગાંધીનગર, 26 ફેબ્રુઆરી 2021

પ્રજાના નાણાંથી રાજ્ય સરકારનું અંદાજપત્ર આમ નાગરિકો મેળવી શકે તે માટે, નાણા વિભાગ દ્વારા – ગુજરાત બજેટ – મોબાઈલ એપ્લિકેશન તૈયાર કરી છે. દેશભરમાં ગુજરાતે પ્રથમવાર આ છે.

CAG અહેવાલો નહીં હોય

વિધાનસભાની કાર્યવાહીના દસ્તાવેજો જાહેર કરવામાં નહીં આવે. ખરેખર તો વિધાનસભામાં રજૂ થતાં લાખો પાનના દસ્તાવેજો આ એપમાં રજૂ કરી શકાયા હોત. ખાસ કરીને પ્રશ્નોત્તરી અને રાજ્ય સરકાર, અધિકારીઓના કૌભાંડો રજૂ કરતાં CAG, તપાસ સમિતિઓના અહેવાલો રજૂ કરવાની જરૂર હતી.

55 લાખ પાના હશે

1961માં પ્રથમ અંદાજપત્ર વિધાનસભામાં રજુ થયું તે સમયે અંદાજપત્રના પ્રકાશનોની સંખ્યા ૩૦ હતી. વર્ષ 2020-21ના અંદાજપત્રમાં 73 પ્રકાશનો પ્રકાશિત કરવામાં આવનાર છે. 55 લાખ પાનાની સંખ્યા છે. અંદાજપત્રના પ્રકાશનો ડીજીટલ સ્વરૂપે આવતાં હવે જરૂરીયાત મુજબ અંદાજપત્રના 20% એટલે કે 15 પુસ્તકો – પ્રકાશનો છાપવામાં આવશે. એક વૃક્ષથી બનતાં કાગળનો બચાવ થશે.

લાઈટ ટેલિકાસ્ટ નહીં થાય

આ એપ્લીકેશન દ્વારા વિધાનસભાનું લાઈવ ટેલિકાસ્ટ કરીને ગુજરાતમાં પ્રજાના પ્રતિનિધિઓ શું કરી રહ્યયા છે તે બતાવી શકાય તેમ હોવા છતાં તે મૂકવામાં આવી નથી. સંસદ અને દેશની 18 વિધાનસભામાંથી કાર્યવીહીનું જીવંત પ્રસારણ થાય છે. પણ ગુજરાતમાં કરવા લાઈવ ટેલિકાસ્ટ કરવા દેવામાં આવતું નથી. વિધાનસભા સંકુલમાં કેમેરા સાથે પ્રવેશવા પર પણ પ્રતિબંધ છે.

નિતિન પટેલનું સાહસ

ગુજરાત બજેટ મોબાઈલ એપ્લિકેશનનું લોન્ચિંગ કરાવતા નાયબ મુખ્યમંત્રી અને નાણા વિભાગનો હવાલો સંભાળતા નિતિન પટેલે જણાવ્યું હતું કે, 3 માર્ચ 2021ના રોજ ગુજરાત વિધાનસભામાં અંદાજપત્ર રજૂ કરવામાં આવનાર છે. આ મોબાઈલ એપ્લીકેશન પરથી અંદાપત્રના દસ્તાવેજો મેળવી શકાશે.

27 ખાતાના અંદાજપત્ર

ગુજરાતી તેમજ અંગ્રેજી ભાષામાં પાછલા વર્ષોનાં, તમામ બજેટ સંબધિત દસ્તાવેજો મળી શકશે.
જેમાં પાંચ વિભાગો છે. અંદાજપત્ર પ્રકાશનના વિભાગમાં વાર્ષિક નાણાકીય પત્રક, આવકનું અંદાજપત્ર તેમજ 27 વિભાગોના વિગતવાર અંદાજપત્રો અને પ્રકાશનો છે.

અંદાજપત્રની મહત્વની બાબતો જેવી કે બજેટ ઇન બ્રીફ, બજેટ હાઈલાઈટ્સ નેગુજરાતી તેમજ અંગ્રેજી ભાષામાં મૂકવામાં આવશે.

અંદાજપત્ર પ્રવચન પુસ્તિકામાં નાણામંત્રીનાં અંદાજપત્ર પ્રવચનનાં ભાગ-ક અને ભાગ-ખ હશે.

અંદાજપત્રની રસપ્રદ માહિતી છે.

અંદાજપત્ર અંગેના સમાચારો સંક્ષિપ્તમાં આપવામાં આવશે. ગૂગલ પ્લે સ્ટોર પરથી એપ્લીકેશન ડાઉન લોડ કરી શકાશે.