ગાંધીનગર, 6 ફેબ્રુઆરી 2021
ગીરના જંગલમાં કેટલાક ઇસમો દ્વારા સિંહ અને વન્ય પ્રાણીઓનો શિકાર કરવામાં આવી રહ્યો છે. સુત્રાપાડાના પ્રાચીના ખાંભા રેવન્યુ વિસ્તારમાં કેટલાક શિકારીઓએ વન્ય પ્રાણીઓનો શિકાર કરવા માટે ફાંસલા મુક્યા હતા. ફાંસલામાં એક સિંહબાળ ફસાઇ ગયું હતું. 13 વર્ષ પછી આટલી મોટી ગેંગ પકડાઈ છે. સ
ગીર સોમનાથ, જુનાગઢ અને ભાવનગર જિલ્લાની જુદી જુદી જગ્યાઓમાંથી 12 બાળકો અને 8 મહિલા સહિત કુલ 56 જેટલા વ્યક્તિઓને ડિટેઈન કરવામાં આવ્યા છે,
સિંહનો શિકાર કરવામાં આવતો હોવા બાબતે આશંકા વ્યક્ત કરીને વનવિભાગના અધિકારીઓએ સમગ્ર ગીર વિસ્તારમાં રેડ એલર્ટ જાહેર કરી દીધો હતો.
ફાંસલા મૂકનારા ઈસમોને પકડવા માટે જંગલમાં ઠેર-ઠેર જગ્યા પર કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યુ હતું.
વન વિભાગે 4 ઇસમોને 5 ફેબ્રુઆરી 2021માં પકડ્યા હતા. ત્યારબાદ વધુ તપાસ હાથ ધરીને શિંહોર, ભાવનગર અને બગદાણામાંથી ફાંસલા, માંસ અને પ્રાણીઓના હાડકા મળી આવ્યા હતા. મુદ્દામાલ સાથે વનવિભાગના અધિકારીઓએ 12 બાળકો અને 8 મહિલા સહિત કુલ 34 લોકોની ધરપકડ કરી છે.
શિકારીઓએ અલગ-અલગ 20 જગ્યાઓ પર વન્ય પ્રાણીઓનો શિકાર કરવા માટે ફાંસલા મૂક્યા હતા. તેથી અધિકારીઓએ આ ફાંસલાઓને શોધી કાઢ્યા હતા.
વનવિભાગે હબીબ પરમાર, અસલમ પરમાર, રાજેશ પરમાર અને મની પરમાર નામની મહિલા સહિત 4 ઈસમોની ધરપકડ કરી હતી. ગીરના જંગલમાં અલગ-અલગ ટીમોને મોકલી હતી. જંગલના ગામોના મોબાઇલ લોકેશનના આધારે પોલીસે 12 બાળકો, 8 મહિલા અને 5 પુરુષો સહિત કુલ 25 લોકોની અટકાયત કરી હતી.
પાલીતાણાના બગદાણા ગામમાં 4 ઇસમોને પકડી પાડયા હતા. ભાવનગરના નારી ચોકડી વિસ્તારમાંથી 5 ઇસમોને પકડ્યા હતા. વન વિભાગે અત્યાર સુધીમાં કુલ 38 લોકોની ધરપકડ કરી છે.
ગેંગ દવા, તેલ અને લોકોની સારવાર કરવા માટે ઔષધિ બનાવવા માટે શિયાળ, સસલા, સિંહનો શિકાર કરતાં હતા. સિંહની તસ્કરી કરતાં હોય તેવા પૂરાવા શોધવામાં આવી રહ્યાં છે. હજુ કોઈ પૂરાવો પણ મળ્યો નથી.
4 ફેબ્રુઆરી 2021માં સુત્રાપાડામાં દંગા નાખીને રહેતા પરપ્રાંતીય શખ્સોએ શિકાર માટે ગોઠવેલ ફંસલામાં સિંહબાળ ફ્સાઈ જતા તેની માતા સિંહણે એક શખ્સ પર હુમલો કરી ઘાયલ કરી દીધો હતો.
વન વિભાગે સિંહબાળને ફંસલામાંથી મુક્ત કરાવીને એક મહિલા સહીત 4ને પકડી લીધા હતા.
વન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ગીર પૂર્વ-પશ્ચિમ, સાસણ, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, રાજકોટ, મોરબી રેન્જના સ્ટાફ્ને તાકીદ કરવામાં આવી હતી.
6 ફેબ્રુઆરી 2021 સુધી ગુજરાતના વન્ય પ્રાણીની સુરક્ષાને લઈને પેટ્રોલિંગ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. બહારના જિલ્લા, રાજ્યોમાંથી આવેલાની તપાસ કરવા કહેવામાં આવ્યું છે.
દંગા, રહેઠાણો, પાડવો નાખીને રહેતા લોકોને ચેક કરવામાં આવી રહ્યાં છે. ઔષઘીય દવાઓ વેંચતા શંકાસ્પદ લોકોને ચેક કરવામાં આવી રહ્યાં છે. એસટી, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન સહિતના જાહેર સ્થળે ચેક કરવા સૂચનાઓ બૃહદ ગીર ટાસ્ક ફેર્સ દ્વારા જાહેર કરવામાં આવી છે.
એક વર્ષની ઉમરના સિંહબાળને રેવન્યુ વિસ્તારમાં ફંસલામાંથી મુક્ત કરી વેટરનરી ડોકટરોની ટીમ બોલાવીને સિંહબાળનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. સિંહબાળની માતા સિંહણે સવારે 40 વર્ષના હબીબ શમશેર પરમાર શખ્સ પર હુમલો કરીને ઘાયલ કરી દીધો હતો. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે પહોંચેલી આ શખ્સ અંગે હોસ્પિટલે પોલીસ અને વન વિભાગને જાણ કરી હતી.
ઈજાગ્રસ્ત શખ્સ અને તેની સાથે રહેલી મહિલા સહીત 4 વ્યક્તિ ત્યાંથી ભાગી ગયા હતા. વેરાવળ થઈને જૂનાગઢ સારવાર માટે જતા હતા ત્યારે વન વિભાગે તેઓને જૂનાગઢના વાડલા પાસેથી પકડી પાડયા હતા.
મુળ મધ્યપ્રદેશના વતની છે. સુરેન્દ્રનગરના થાનના વતની હોવાનું કહે છે.
ઘણા સમયથી અહી દંગા નાખીને રહેતા હતા.
ગીરમાં સિંહના શિકારની 2007માં ઘટના બની હતી. ત્યાર બાદ આવી ઘટના બની છે. 2007માં મધ્ય પ્રદેશની મહિલા સહિત 17 લોકોને સીઆઈડી ક્રાઈમની યુનિટે ધરપકડ કરી હતી. આ વ્યક્તિઓએ 6 જેટલા સિંહોનો શિકાર કર્યો હતો.
ડીસીએફ્ સુનીલ બેરવાલ છે.
સિંહબાળને સારવાર અર્થે સાસણ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવેલું જયાં હજુ તેની સારવાર ચાલી રહી છે.