દિલીપ પટેલ
ગાંધીનગર, 12 મે 2023
હજીરાના ઉદ્યોગો માટે જે રેલવે લાઈનનું કામ 2010માં શરૂ થઈ જવાનું હતું તેનો હવે ત્રીજી વખત માર્ગ બદલવામાં આવ્યો છે. પહેલા અદાણી આ રેલવે લાઈન નાંખવાના હતા.
રેલવે મંત્રાલયે જૂનો માર્ગ બદલીને સુરત જિલ્લામાં ગોથાણ-હજીરા નવી 50 કિમી બ્રોડગેજ લાઇન પરિયોજનાને ‘વિશેષ રેલવે પરિયોજના’ તરીકે મંજૂરી આપી છે. ખેડૂતોએ એકતા બતાવીને ભારે વિરોધ કર્યો હતો. જેની સામે ગુજરાતની ભૂપેન્દ્ર પટેલની ભાજપ સરકાર, સુરતના રહેવાસી ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, રેલ પ્રધાન દર્શના જરદોશ, પૂર્વ કૃષિ અને ઉર્જા મંત્રી અને હાલના વન પ્રધાન મુકેશ પટેલ અને અદાણી કંપનીએ ખેડૂતોની લડત સામે હાર માનવી પડી છે. પંજાબના ખેડૂતોએ જે રીતે નરેન્દ્ર મોદીને ઝૂકાવીને માફી મંગાવી હતી તેમ સુરતના ખેડૂતોએ પણ પંજાબની વિજય પછી ભાજપની નરેન્દ્ર મોદીની સામે બે વર્ષ સુધી સતત લડત આપીને વિજય મળવી બતાવ્યો છે. ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી આપી હતી. હાલની હયાત રેલવે લાઈનને સમાંતર નવી લાઈન નાંખી શકાય તેમ હતી. પણ ઉદ્યોગોના ફાયદા માટે એમ કરવામાં આવ્યું ન હતું.
અદાણીને પર્યાવણની મંજૂરી
4 મહિના પહેલા નરેન્દ્ર મોદીની સરકાર અને ભૂપેન્દ્ર પટેલની સરકારે અદાણીને વર્યાવરણની મંજૂરી આપી દીધી છે. અદાણી બંદર ઉપર 17 નવી જેટી બનાવવા અને લીક્વીડ ટર્મીનલ બનાવવા માટે મંજૂરી આપી દીધી છે. તેથી 1 વર્ષમાં કામ પુરું થતાં જ અદાણીને સૌથી વધારે રેલવેની જરૂર પડે તેમ છે. તેથી મોદી અને પટેલ સરકારે એન્વાયરમેન્ટ ક્લીયરંસ આપી દીધું છે. માલ વહન માટે હાલના હાઈવેની કેપેસીટી નથી. તેના પર ઓવર લોડ ટ્રાફિર થઈ રહ્યો છે. તેથી ઉદ્યોગો સરકાર પર પ્રેસર કરે છે.
ત્રીજી વખત લાઈન બદલવી પડી છે.
ખેડૂતો વન પ્રધાનને મળ્યા
જાહેરાત થતાં જ 11 મે 2023માં કેટલાંક ખેડૂતો વન પ્રધાન મુકેશ પટેલ પાસે દોડી ગયા હતા. તેમની સામક્ષ માંગણી કરી હતી કે, રેલવેનો રૂટ જાહેર કરવામાં આવે. ગુગલ મેપ સાથે જાહેર કરવામાં આવે. જો તેમ ન થાય તો ફરી એક વખત અહીં ખેડૂતોનો ભારે વિરોધનો સામનો ભાજપના નેતાઓએ કરવો પડશે. અધિકારીઓ સ્થળ પર આવવાના છે. ત્યાં સુધી ખેડૂતો રાહ જોવાના છે.
2010-11થી વિફળ
અહીં રેલ્વે લાઈન નાંખવા માટે 2010થી આયોજન છે. ત્યારે અદાણી પોતે રેલ લાઈ નાંખવાના હતા. 98 ટકા સરકારી જગ્યા અને માત્ર 5 ખાનગી સરવે નંબર જતાં હતા.
ત્યારે ફાઈનલ થઈ ગયું હતું. તેથી અદાણી જમીન સંપાદન કરવાની હતી. પણ સરકારી કંપની ક્રિભકોએ અદાણીને ઈચ્છાપોરથી જોડાણ આપવા ઇન્કાર કર્યો હતો. તેથી યોજના સફળ થઈ ન હતી. પણ એસ્સાર, અદાણી, રિલાયંસ અને 22 જેટલી મલ્ટીનેશનલ કંપનીઓએ ભાજપ સરકાર પર પ્રેસર કર્યું હતું.
2014-15
2014-15 નોટિફિકેશન બહાર પાડ્યું હતું. અધિકારીઓએ સ્થળ ચકાસણી કર્યા વગર ગામડામાંથી લાઈન નાંળવાની યોજના બનાવી હતી. 200 ખેડૂતોની જમીન જતી હતી. તેથી ભારે વિરોધ થયો હતો. 2022માં ફરીથી નોટિફીકેશન બહાર પાડ્યું હતું. રેલ્વેના કિલોમીટર વધારીને લંબાવી હતી. રૂટ બદલી કાઢ્યો હતો. રેલવે લાંબી થઈ હતી.
ખેડૂતોએ પ્લાન આપ્યો
ખેડૂતોએ હજીરાથી સુવાલી, રાજગીરી, દામકા અને ઈચ્છોપોરના દરિયા કિનારે નાંખવા માટે કહ્યું હતું. દરિયાનું ધોવાણ 20 કિલો મીટરમાં અટકી જવાનું હતું. સરકારી જમીન હતી. દરિયા કાંઠે હતી. ખાર લેન્ડ હતી. ખાર પાટ હતો. ક્રિભકો સુધી જઈ શકે છે. તેમ છતાં સરકારે ખેડૂતોએ બતાવેલો વિકલ્પ સ્વિકાર્યો ન હતો. પછી કેન્દ્ર સરકારે હસ્તક્ષેપ કર્યો હતો અને ક્રિભકો પર દબાણ કર્યું હતું.
કાંઠા વિસ્તાર
હજીરા કાંઠા વિસ્તાર વિકાસ સહકારી મંડળીના પ્રમુખ દિપક પટેલ અને ગામના લોકો સાથે 2010માં અહીં રેલ નંખાઈ જવી જોઈતી હતી. ત્યારે પણ અમે સરકારને સહયોગ આપીને દરિયા કાઠે રેલવે લાઈન નાંખવાનો પ્રોજેક્ટ ગામ લોકોએ આપ્યો હતો. પણ અધિકારીઓની અણઅવડતના કારણે તે બની શક્યો નથી. જો 2010માં દરિયા કાંઠે રેલ લાઈન નાંખવાનો નિર્ણય લેવાયો હોત તો, હજીરાનો વિકાસ 3 ગણો વધી ગયો હોત.
મહત્વની બાબતે છે કે આજે રેલ્વે લાઈન નાખવામાં આવી રહી છે. તે માત્ર અદાણી જેવી ખાનગી કંપનીઓ કે જે હજીરા છે, તેને ફાયદો થવાનો છે. આ પ્રોજેક્ટ ઉદ્યોગોને જ મળવાનો છે. ટ્રેક પર પેસેન્જર કે સામાન્ય ટ્રેન દોડવાની નથી. મલ્ટીનેશનલ કંપનીઓ હજીરામાં છે. અદાણી, મિતત્, રિલાયંસ, ઓએનજીસી, જીઆઈડીસી અને મતામ ઓઈલ કંપનીઓ છે.
નવો માર્ગ
હજીરાથી ગોથાણ સુધી 40 કિ.મી.ની નવી ગુડ્ઝ રેલવે લાઈન નાખવામાં આવશે તો આ 14 ગામની જમીનો કપાતમાં જશે. 85 હેકટર જગ્યા સંપાદન માટે 275 જેટલા બ્લોક નંબરોની જમીનમાં સંપાદનની અસર થવાની હતી. હવે તે 50 કિલોમીટરના માર્ગ પર થશે. દર્શના ઝરદોષે કહ્યું હતું કે, રેલવેએ ‘વિશેષ યોજના’તરીકે મંજૂરી આપી છે. જમીન સંપાદન થશે. મોટા ભાગે રાજ્ય સરકારની જમીન પર આ નવી રેલવે લાઇન નાખવામાં આવશે. નવી પરિયોજના સંદર્ભે સુરત જિલ્લા કલેક્ટર કચેરીએ બેઠક મળી હતી. હજીરા સુધી રેલવે ટ્રેકને લઈ જવા માટે જે અગાઉ માર્ગ નક્કી કરવામાં આવ્યો હતો, તેમાં ખેડૂતોએ ખૂબ આંદોલન કર્યું હતું. તેથી માર્ગ બદલીને ફરીથી આ પ્રકારની સ્થિતિ ફરીથી ઉત્પન્ન ન થાય તેના માટે સરકારે આ રસ્તો અપનાવ્યો છે.
અકસ્માતોમાં મોત
હરીજીરા હાઈવે પર રોજ અકસ્માતો થઈ રહ્યા છે. લોકો મોતને ભેટી રહ્યાં છે. આ રેલવે લાઇનથી હાઇ વે પરનું ભારણ ઘટશે, લોજિસ્ટિક ખર્ચ ઘટશે અને રોજગારીની અનેક નવી તકો ઊભી થશે. ડબલ એન્જિન સરકારને લીધે વિકાસ કેવો ઝડપી બને છે એનું આ વધુ એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. કેન્દ્રીય રેલવે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશે જાહેર કર્યું હતું.
વિશાળ રેલી
વાસ્તવમાં ખેડૂતોનો ભારે વિરોધ થયો હતો. તેથી યોજનાનો માર્ગ બદલવો પડ્યો છે. કેન્દ્રીય રેલવે દ્વારા ગોથાણથી હજીરા વચ્ચે નવી બ્રોડગેજ લાઇન રેલ કનેક્ટિવિટીને મંજૂરી આપવામાં આવતા હજીરા કાંઠા વિસ્તાર વિકાસ સહકારી મંડળી લિમિટેડ દ્વારા વિરોધ નોંધાવી જમીન સંપાદન નહીં કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂવાત કરવામાં આવી હતી. 11 માર્ચ 2022માં રેલીમાં મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.
વાંસવા અને દામકા ગામના ખેડૂતોની મહામૂલી જમીન રેલવેમાં જતી રહેતી હતી. નવી રેલવે લાઇનને અટકાવવા અંગે અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા સુરત જિલ્લા કલેકટરને લેખિતમાં આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.
14 ગામમાં આવેલી જમીન ફળદ્રુપ અને ઉપજાવ ખેતીલાયક છે. ખેડૂતો અહીં પશુપાલન પર પોતાનું જીવન નિર્વાહ કરતા આવ્યા છે. ગુડ્ઝ ટ્રેન માટે જમીન સંપાદનની કાર્યવાહી શરૂ થતાં ખેડૂતો એ કોઈ પણ સંજોગોમાં જમીન સંપાદન નહિ કરવા નિર્ણય કર્યો હતો. રેલવે અંગે પૂનઃવિચારણા કરવામાં આવે તેવી માંગ હતી.
ગોથાણથી હજીરા વચ્ચે ન્યુ બ્રોડગેજ રેલવે લાઈન થતા જ ખેડૂતોમાં આક્રોશ હતો. ખેડૂતો વિરોધ કરી રહ્યા હતા. હજીરાની 2 કંપનીઓએ રેલવે લાઇન માટે પહેલેથી જ જમીન ખરીદી છે, પરંતુ બાકીની જમીન સંપાદનની પ્રક્રિયા બાકી છે, જેને લઈ વિરોધ સર્જાયો હતો.
જાન આપીશું જમીન નહીં
સુરત ખેડૂતોનો એક જ સુર જાન દેગે જમીન નહિ. હજીરા ગોથાણ રેલવે લાઈનનું ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. 14 કરતા વધુ ગામોની ખેતી લાયક જમીન પર અસર પડી છે. ખેડૂતોની મિટિંગમાં જમીન નહીં આપવા નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત ખેડૂત સમાજના નેજા હેઠળ હજીરાથી ગોથાણ ગામ સુધી તમામ ખેડૂતો એકજુથ થયા હતા.11 માર્ચમાં ખેડુતોની મહારેલી નિકળી હતી. કરવામાં આવી છે. ખેડૂતો રેલી કાઢી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપશે.
ગોથાણથી હજીરા વચ્ચે 40 કિલોમીટરમાં ઉદ્યોગો માટે રેલવે લાઇન નાખવા માટે 14 ગામોના અંદાજે 277 ખેડુતોની 85 હેકટરથી વધુ જમીન સંપાદન કરવાની કાર્યવાહી શરુ કરવામાં આવી હતી. ખેડૂતો દ્વારા લડત શરુ કરી હતી. તેના કારણે સરકારમાં હલચલ મચી ગઈ હતી.
દરરોજ 3 ગામમાં સાંજે 5થી 7 વાગ્યા સુધી ખેડૂતો મળતા હતા. વરિયાવ, સરોલી અને ભેસાણ ગામ આક્રમક હતા. જેમની જમીન કપાઈ રહી છે તે ખેડૂતો, આગેવાનો અને ગામના સરપંચ સહિતના વ્યક્તિઓ આક્રમક હતા. .
સુરતમાં જહાંગીરપુરા ખેડૂત સમાજની કચેરીએ ખેડૂતોની પહેલી બેઠક મળી હતી. જેમાં 14 ગામના 277 ખેડૂતો જોડાયા હતા. ખેડૂતો વિરોધ કરી રહ્યા છે કે, ‘આ રેલવે ટ્રેકની કોઈ જરૂરિયાત નથી, જે હયાત રેલવે ટ્રેક છે તેનો જ ઉપયોગ કરવામાં આવે. જેથી કરીને ખેડૂતોને પોતાની જમીન આપવી ન પડે અને સરકારે પણ એ જ પ્રકારે આયોજન કરવું જોઈએ. ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશ પટેલ હતા.
જમીન સંપાદન માટે ખેડૂતોને નોટીસ અપાઈ હતી. વિકાસના કામને લઇને ખેડૂતો પાસે જે જગ્યા હતી એ મોટાભાગની જગ્યાઓ સરકારે લઈ લીધી હતી.
મુકેશ પટેલ
રાજયના પૂર્વ ઉર્જા મંત્રી મુકેશ પટેલે અધિકારીઓ સાથે બેઠક કરી હતી. માહિતી મુજબ, સૂચિત નવી રેલવે લાઇન નાંખવા માટે ગુજરાત રેલ ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ કામગીરી કરવામાં આવી રહી હતી. હાલની હયાત રેલવે લાઇનની બાજુમાં જ બ્રોડગેજ ટ્રેક નાંખી શકાય કે નહી? તે અંગે સર્વે કરવામાં આવ્યો હતો. હજીરાથી ગોથાણ સુધી નવા રેલવે ટ્રેકને શરૂ કરવા જમીન સંપાદનનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું. હવે તે પરત લેવું પડ્યું છે.
મામુલી વળતર
મલગામા ગામે કિભકો કંપની દ્વારા રેલવે લાઈન નાંખવામાં આવી ત્યારે વળતર રુપે મામુલી રકમ એકરે રુ .13 હજાર ચુકવવામાં આવેલા હતા. જેની જમીન ગયેલી ત્યારે આશ્રિતોને નોકરી આપવાની વાત કરેલી પરંતુ આશ્રિતોને નોકરી આપેલી ન હતી. આ મિટિંગમાં દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશભાઈ પટેલ,સહકારી અને ખેડૂત આગેવાન દર્શનભાઈ નાયક,સુરત જીલ્લા ખેડુત સમાજના પ્રમુખ પરિમલ ભાઈ પટેલ તથા અસરગ્રસ્ત ખેડૂતો હતા.
રસાયણોનો દેશ
ગુજરાતમાં રસાયણ અને પેટ્રોકેમિકલ્સ વડોદરા, નાંદેસરી, હજીરા, જામનગરમાં છે.
સુરત ખાતે હજીરા નજીકનું ક્રિભકો (કૃષક ભારતી કો-ઑપરેટિવ લિમિટેડ)નું ખાતરનું કારખાનું અને અત્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો પેટ્રોકેમિકલ્સ કૉમ્પ્લેક્સ અને એસ્સાર સ્ટીલનું જંગી સ્પૉન્જ આયર્ન તથા અન્ય પેદાશો બનાવતું સંકુલ. હજીરાનું ગંજાવર ઔદ્યોગિક રોકાણ થયું તે દર ચોરસ કિલોમીટર દીઠ ભારતમાં સૌથી વધારે હતું.
ચીમનભાઈ પટેલની સરકારથી 1991માં ગુજરાત સરકારે હાથ ધરેલા ખાનગીકરણને પરિણામે આજે દેશમાં મુંદ્રા અને પીપાવાવ, હજીરા જેવાં બંદરો દેશનાં મોટાં શહેરોની સરખામણીમાં ઊભાં રહી શક્યાં છે.