લદાખમાં અદાણી સામે આંદોલન, ગુજરાતના ખાવડામાં મૌન

Agitation against Adani in Ladakh, silence in Khavda, Gujarat! लद्दाख में अडानी के खिलाफ आंदोलन, गुजरात के खावड़ा में सन्नाटा!

દિલીપ પટેલ
અમદાવાદ, 14 ઓક્ટોબર 2024
લદાખમાં 80 ચોરસ કીલોમીટર જમીન ખાણો ખોદવા માટે અદાણીને આપવા માટે મોદીએ લોકશાહીના અધિકારો છીનવી લીધા હોવાના કારણે લોકો આંદોલન કરીને દિલ્હી પહોંચ્યા છે. પણ ગુજરાતમાં હમાણાં જ કોઈ હરાજી વગર અદાણીને કચ્છના ખાવડામાં અમદાવાદ શહેર જેટલી જમીન આપી દીધી, ચીને દિલ્હી શહેર વસે એટલી જમીન હડપ કરી લીધી છતાં તેમની સામે કોઈએ આંદોલન કર્યું નથી કે પાકિસ્તાનની સરહદે વીજળી પેદા કરવા અને 8 હજાર લોકોને રહેવા દેવા માટે અદાણીને તમામ નિયમોનો ભંગ કરીને જમીન આપી દેવામાં આવી છે.
જમીન ફાળવવાના કરારના ત્રણ વર્ષમાં 50% ઇલેક્ટ્રિક ક્ષમતા સ્થાપિત થવાની છે, અને કરારના પાંચ વર્ષમાં 100% પેદા થવી આવશ્યક હોવા છતાં અદાણીએ આ નિયમોનો ભંગ કર્યો હોવાનું સૂત્રો કહી રહ્યા છે.

વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ 726 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે. આનાથી 30 GW વીજળી પેદા થશે જે, 1.8 કરોડ ઘરોને વીજળી પૂરી પાડી શકશે. ભારત સરકારનો અંદાજ છે કે તેના પર ઓછામાં ઓછા $ 2.26 બિલિયનનો ખર્ચ થશે.

ખાવડા ખાતે 1 લાખ હેક્ટર જમીન પડતર પડી હતી. જેમાંથી 72,600 હેક્ટર જમીન પર સંરક્ષણ મંત્રાલયે સોલર પાર્ક બનાવવાની મંજૂરી આપી હતી.

કચ્છના નાના-મોટા રણની જમીન વીજળી કંપનીઓને વેંચી મારવા માટે જમીન સંપાદન હાથ ધરવામાં આવ્યું હતું. 60 હજાર હેકટર જમીન આ રીતે સંપાદન કરવાની હતી. જેમાં 1.48 લાખ એકર જમીન આપવાની હતી. એક હેક્ટર એટલે 10 હજાર ચોરસ મીટર જમીન ગણાય છે.

આમ કચ્છના રણનો 12 ટકા હિસ્સો આ રીતે પવન અને સૂર્ય ઉર્જા કંપનીઓને આપી દેવા માટે કામ શરૂ કર્યું છે. એક જગ્યા પર ગુજરાતનું આ સૌથી મોટું જમીન સંપાદન છે.

નાનું અને મોટું રણ
કચ્છનું મોટું રણ એ કચ્છના નાના રણ અને બન્ની ક્ષેત્રની ઘાસભૂમિ મળીને 30,000 ચોરસ કિલોમીટર વિસ્તાર છે. નાના રણના 5000 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ચારેબાજુ 9 જિલ્લા છે. ચોમાસામાં 3000 ચોરસ કિલોમીટર જેટલા વિસ્તારમાં કુદરતી રીતે જ પાણી ભરાઈ જાય છે. જેની વચ્ચે 40 હેક્ટરથી 4000 હેક્ટરના 75 ટાપુ બનેલા છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી  નિયમિતપણે પ્રોજેક્ટ વિશે સતત ગુજરાત સરકાર પર દબાણ લાવી રહી છે. પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે 2022 ની સમયમર્યાદા મોદીએ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આપી હતી. પ્રોજેક્ટ 2 વર્ષથી વધુ સમયથી ચાલે છે. એનર્જી પાર્ક આશરે રૂ. 1,350 અબજનું રોકાણ આવી શકે છે.

સરકારી જમીન
ભુજથી લગભગ 160 કિલોમીટર દૂર, ખાવડામાં પ્રોજેક્ટ છે. ખાવડામાં જમીન સરકારની છે, જેણે આ જગ્યા અદાણી ગ્રુપને 40 વર્ષ માટે લીઝ પર આપી છે. ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્ક 538 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે. જે અમદાવાદ શહેર જેટલી જમીન અને પેરિસના કદ કરતાં લગભગ પાંચ ગણો મોટો છે. 81 અબજ યુનિટ વીજળી ઉત્પન્ન કરશે, જે, બેલ્જિયમ, ચિલી અને સ્વિટ્ઝર્લેન્ડ જેવા સમગ્ર દેશોને વીજળી આપી શકે છે.

પાકિસ્તાન સરહદ
એનર્જી પાર્ક પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદથી એકથી 6 કિમી દૂર છે. બીએસએફ એક કિલોમીટરના બફર પર તૈનાત છે. અહીં એરસ્ટ્રીપ અદાણીએ બનાવી દીધા છે. પ્રતિબંધિત વિસ્તાર છે.
પાકિસ્તાનની સરહદે આવેલી ઉજ્જડ જમીન છે. વિશ્વના સૌથી અસંભવિત પ્રવેશદ્વારોમાંનું એક છે. ડિસેમ્બર 2022માં ઉજ્જડ વિસ્તારમાં પહોંચવા માટે પ્રથમ વખત નાના વિમાનનો ઉપયોગ કર્યો હતો.
એક સાંકડો રનવે, જેમાં આવનારા વિમાનોને માર્ગદર્શન આપવા માટે એર ટ્રાફિક કંટ્રોલર પણ નથી અને જેનું એકમાત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પોર્ટેબલ શૌચાલય અને
બીએસએફની જમીન

2019ના ફેબ્રુઆરીમાં સંરક્ષણ મંત્રાલયે ભુજ નજીક ખાવડામાં આશરે 60.30 કિમી જમીન અંગે લીલીઝંડી પણ આપી ન હોવા છતાં આ ટોચના ઔદ્યોગિક ગૃહે પોતાના સોલાર અને વિન્ડ પાવર પ્રોજેક્ટ માટે ગુજરાત સરકારને અરજી કરી હતી. ત્યારબાદ 2019ના અંતમાં ભારત સરકાર પાસે બીએસએફની જમીન છૂટી કરાવી હતી.

અગાઉથી જ જમીન આપી દીધી

સંરક્ષણ મંત્રાલયે લીલીઝંડી આપ્યા પહેલા જ આ ટોચની કંપનીની અરજી રાજ્ય સરકારે સ્વીકારી હતી. પ્રોસેસ પણ કરી હતી. સરકાર પર સીધી આંગળી ન ચીંધાય તે માટે એનટીપીસી, જીઆઇપીસીએલને પણ સરકાર દ્વારા ફાળવણી કરાઇ હતી. જમીન માટે સરકારે ગેઝેટ નોટિફિકેશન જાહેર કર્યું નથી. જેમાં સોલાર પાવર ડેવલપર્સ અરજી કરી શકે છે. અંદરખાને પહેલેથી જ જમીન ફાળવણી કરી દેવામાં આવી હોવાનું જણાય છે.

ખારી જમીન
ખારી જમીનને કારણે જમીન પર વનસ્પતિ નથી. લદ્દાખ પછી દેશમાં બીજા ક્રમનું શ્રેષ્ઠ સૌર કિરણોત્સર્ગ ધરાવતા મેદાનો કરતાં પાંચ ગણી વધુ ઝડપે પવનની ગતિ ધરાવતો, રિન્યુએબલ એનર્જી પાર્ક માટે આદર્શ સ્થાન હતું.

સસ્તા ભાડે જમીન
પાર્ક ડેવલપરે વાર્ષિક હેક્ટર દીઠ 15,000નું ભાડું છે. દર ત્રણ વર્ષે ભાડામાં 15 ટકાના દરે વધારો કરવામાં આવશે. જ્યારે ઈતર વેરા અલગથી ભરવાના રહેશે. પાર્ક ડેવલપર પાર્ક વિકસિત કર્યા બાદ તેને સબ લીઝ આપી શકશે.

કઈ કંપની કેટલું વીજ ઉત્પાદન કરશે?
અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL) 10,000 મેગાવોટ વીજ ઉત્પાદન ક્ષમતા સ્થાપશે. તેમાં 8,000 મેગાવોટ સોલાર અને 2,000 મેગાવોટ વિન્ડ પાવર જનરેશન થશે. આ માટે અદાણી જૂથ રુ. 30,000 કરોડ રોકાણ કરવા જઈ રહી છે. એસઇસીઆઇ (સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા), એનટીપીસી, જીઆઇપીસીએલ, જીએસઇસી, અદાણી પાવર અને સુઝલોનને 23000 મેગાવોટ, 5000 મેગાવોટ, 2500 મેગાવોટ, 3500 મેગાવોટ અને 4000 મેગાવોટના સોલર અને વિન્ડ પાવર જનરેશન પ્રોજેક્ટ છે.

જમીનો આપી દેવામાં આવી
અદાણી જૂથને 20,000 હેક્ટર જમીનની ફાળવણી કરવામાં આવી છે. સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (SECI) ને પણ 20,000 હેક્ટર જમીન ફાળવણી કરવામાં આવી છે.

પક્ષીઓ માટે વિરોધ
કચ્છની વન્ય તેમજ પ્રાકૃતિક સંપદાનો સોથ વાળતી વિંડમિલ કંપનીઓ સામે ઠેર ઠેર વિરોધ ઊઠતો હતો. કચ્છને નુકસાન હોવાનું ખુદ રાજ્ય સરકારે પણ કબૂલ્યું પડયું હતું.

નીતિનો ભંગ
એક પણ વિન્ડ મિલને ભાડા પટ્ટે સરકારી ભૂમિ નહીં આપવાનું નક્કી થયું હતું. 31 નવેમ્બર 2019માં કચ્છના તત્કાલીન કલેકટર રેમ્યા મોહને અનુમોદન આપીને કચ્છમાં હવે આડેધડ જમીન નહીં આપવાની ભલામણ કરી હતી. ત્યાર બાદના કલેકટર એમ. નાગરાજને પણ તે નીતિ અપનાવી હતી. તેમણે કહ્યું હતું કે, નવી નીતિ અમલમાં આવી ગઇ છે. રાજ્યના મહેસૂલ વિભાગના પરિપત્રમાં નવી એક પણ પવનચક્કી સ્થાપવા પર રોક લગાવી હતી.

પવન
સૂર્યના કિરણોને વીજળીમાં ફેરવવા માટે અને 8 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે ફૂંકાતા પવનનો ઉપયોગ કરીને પવનચક્કીથી વીજળી પેદા કરવાનની છે.

પ્લાંટ
ભારતની સૌથી મોટી રિન્યુએબલ એનર્જી કંપની અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ ગુજરાતના કચ્છના ખાવડા ખાતે રૂ. 1 લાખ 50 હજાર કરોડનો પાર્ક બનાવી રહી છે. તેના મેનેજિંગ ડિરેક્ટર વિનીત જૈન છે.

એપ્રિલ 2024માં ખાવડામાં 2,000 મેગાવોટ ક્ષમતાનું ઉત્પાદન શરૂ કરી દીધું છે. માર્ચ 2025માં 4હજાર મેગાવોટ વીજળી પેદા કરવાના છે. ત્યાર બાદ દર વર્ષે 5 હજાર મેગા વોટ વીજળીનું ઉત્પાદન વધારતાં જવાનું છે. 2030 સુધીમાં 500 ગીગાવોટ પાવર ઉત્પન્ન કરવામાં આવશે.

30 GWમાં 26 GW સૌર અને 4 GW પવનની ક્ષમતાનો સમાવેશ થશે.
અદાણી હાલ 7,393 મેગાવોટ સૌર, 1,401 મેગાવોટ પવન અને 2,140 મેગાવોટ પવન-સૌર હાઇબ્રિડ ક્ષમતાથી વીજળી બનાવે છે.

ધૂળના તોફાનો
માર્ચથી જૂન દરમિયાન ધૂળના તોફાનો આવે છે. રેતીના વાવાઝોડાને દિવસમાં ઘણી વખત સોલર પેનલ્સની સફાઈ કરવાની જરૂર પડે છે. વોટરલેસ રોબોટિક મોડ્યુલ ક્લિનિંગ સિસ્ટમ્સ સાથે આવરી લેવામાં આવશે.

કોલોની
ખાવડા ગામમાં 8,000 કામદારો માટે ઘર બનાવવામાં આવી રહ્યા છે.

પાંચ વર્ષની તપાસ
અદાણી ગ્રીનએ સાઇટ ડેવલપ કરવાનું કામ શરૂ કરતા પહેલા પાંચ વર્ષ તપાસ કરી હતી. જીઓ ટેક્નિકલ તપાસ, સિસ્મિક સ્ટડી, કેમ્બ્રિજ દ્વારા સેન્ટ્રીફ્યુજ સ્ટડી, રિસોર્સ એસેસમેન્ટ અને લેન્ડ સ્ટડીઝ, એન્વાયર્નમેન્ટલ એન્ડ સોશિયલ ઇમ્પક્ટ અસેસમેન્ટ કર્યા છે સોશિયલ ડ્યુ ડિલિજન્સ અને અન્ય ઘણા લોકો ઉપરાંત વિગતવાર અભ્યાસ કર્યા છે.

માળખાકિય સુવિધા નથી
ટેલિફોન કે પરિવહન માળખાગત સુવિધા નથી. સૌથી નજીકનો વસવાટ યોગ્ય વિસ્તાર 80 કિમી દૂર છે. વરસાદની ઋતુમાં જમીનની નીચે પાણી ઉતરતું નથી. ભૂગર્ભ જળ ખારું છે.  700 મીટર નીચેથી પાણી પોર્ટેબલ બનાવવા ઉફયોગ કરવાનો છે.

માળખાકિય સુવિધા
બાંધકામ 2022માં શરૂ થયું છે. જેમાં 100 કિમી રસ્તા, 50 કિમી ડ્રેનેજ, ડિસેલિનેશન પ્લાન્ટ, 70 ઘન મીટરની કુલ ક્ષમતાવાળા 3 રિવર્સ ઓસ્મોસિસ (RO) પ્લાન્ટ બનાવાયો છે.
પ્રોજેક્ટમાં કર્મચારીઓની પીવાનું પાણી આપવા માટે 25000 BIC મીટર પ્રતિ કલાકની ક્ષમતાનો પાણીનો પુરવઠો પેદા કર્યો છે. કનેક્ટિવીટી માટે 180 કિમી સુધી ઓપ્ટિકલ ફાઇબર કેબલ નાખવામાં આવ્યો છે. કોંક્રિટ બેચિંગ પ્લાન્ટ બનાવાયો છે.

લડાખમાં વિરોધ
લદ્દાખના લોકોની જમીન હડપ કરી અદાણીને આપવા માંગતી મોદી સરકાર સામે લદાખના લોકો આંદોલન કરી રહ્યા છે. લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવીને લદ્દાખી લોકોના ચૂંટણીના હક્કો છીનવી લેવામાં આવ્યા છે. કારણ કે, સ્થાનિક લોકોની જમીન લઈને ખાણો માટે 80 ચોરસ કીલોમીટર જમીન અદાણીને આપી દેવા માંગે છે.
ભગવા પાર્ટી ઉદ્યોગપતિ ગૌતમ અદાણી માટે લદ્દાખના લોકોની જમીન છીનવી લેવા માંગે છે.
કારગીલ ડેમોક્રેટિક એલાયન્સની લદાખ માટે 6 માંગણી છે.

ગૌતમ અદાણીની જાહેરાત
10 જાન્યુઆરી 2024માં ગુજરાત ગ્લોબલ વાઈબ્રન્ટ સમિટમાં ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, કચ્છના ખાવડામાં સૌથી મોટો 725 ચોરસ કિલોમીટરમાં 30 GW રિન્યુએબલ એનર્જી પ્લાન્ટ સ્થાપશે 5 વર્ષમાં રૂ. 2 લાખ કરોડનું રોકાણ ગુજરાતમાં કરશે. 1 લાખ લોકોને રોજગારી આપશે.

ખાવડાનો વિવાદ
50 ટકા વીજળી ડિસેમ્બર-2024 સુધીમાં મળવાની છે. માર્ગ-મકાન વિભાગ દ્વારા 30 કિ.મીના એપ્રોચ રોડની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
મોદીના મિત્ર અદાણી કંપની અને બીજી જગ્યાએ રિલાયન્સને જમીન આપી છે.

25 જાન્યુઆરી 2019ના દિવસે જયારે આ પાર્ક માટે લેન્ડ એલોટમેન્ટ પોલિસી જાહેર થઈ હતી તેમાં ક્યાંય રુ 2 લાખ પ્રતિ મેગાવોટ સિક્યોરિટી ડિપોઝિટ જમા કરાવવાની વાત નહોતી. 14 સપ્ટેમ્બર 2020ના રોજ નીતિમાં સુધારો કરીને રુ 2 લાખ પ્રતિ મેગાવોટ સિક્યોરિટી ડિપોઝિટનો નિયમ ઉમેરાયો.

કેટલીક કંપનીઓએ આ નિયમ ઉમેરાયો અગાઉ જ આ ડિપોઝિટ ભરી દીધી હતી. આ મુદ્દે સોલર પાવર ફેસીલીટેશન કંપનીએ મૌન જાળવ્યું છે. ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડે કોઈ પ્રતિક્રિયા આપી નથી. ચીફ પ્રોજેક્ટ ઓફિસર રાજુ મિસ્ત્રીએ ઘણા મિડિયાને ટિપ્પણી કરવાનો ઈન્કાર કર્યો છે.

ગુજરાતની સૂર્ય ઉર્જા-વિન્ડ હાઇબ્રીડ નીતિ
ડિસેમ્બર 2020 માં, રાજ્ય સરકારે સૌર ઊર્જા ઉત્પાદન ક્ષમતા પરના નિયંત્રણો દૂર કરવા માટે નવી નીતિની જાહેરાત કરી હતી. કચ્છનું રણ, લગભગ 72,600 હેક્ટર અથવા 726 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે, જેને વિશ્વના સૌથી મોટા હાઇબ્રિડ સોલાર-વિન્ડ પાવર પાર્ક તરીકે ઓળખવામાં આવે છે.

જમીન નીતિ હેઠળ કચ્છ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક વિઘકોટ BSF ચોકી પર એક વિશાળ 30 GW RE પાર્કની ઓળખ કરવામાં આવી હતી.

ભારત-પાકિસ્તાન સરહદ નજીક ખાવડા ગામ અને વિઘોકોટ ગામ વચ્ચે બનાવવામાં આવી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય સરહદથી 1થી 6 કિલોમીટરના અંતરે આવેલો છે.

27,700 મેગાવોટ RE ક્ષમતા માટે 6 ડેવલપર્સ કંપનીઓને 72,400 હેક્ટર જમીન ફાળવવામાં આવી હતી.
ડેવલપરોએ નવો એપ્રોચ રોડ એટલે કે 31.12.2021ના પૂર્ણ થયા પછી 3 વર્ષમાં 50% ક્ષમતા અને 5 વર્ષમાં 100% ક્ષમતા વિકસાવવાની શરત છે.

ફાળવેલ જમીનમાં પાર્ક ડેવલપર્સ સોલર-વિન્ડ હાઇબ્રિડ કેપેસિટી (MW)નું નામ (હે.)
1 ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પાવર કંપની લિમિટેડ (GIPCL) 2375(MW) 4750 હેક્ટર જમીન આપી છે.
2 ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રીસીટી કોર્પોરેશન લિમિટેડ (GSECL) 3325(MW) 6650 હેક્ટર જમીન આપી છે.
3 નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડ (NTPC) 4750(MW) 9500 હેક્ટર જમીન આપી છે.
4 અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL) 9500(MW) 19000 હેક્ટર જમીન આપી છે.
5 સર્જન રિયાલિટી લિમિટેડ (SRL) 4750(MW) 9500 હેક્ટર જમીન આપી છે.
6 સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (SECI) 3000(MW) (ફક્ત પવન) 23000 હેક્ટર જમીન આપી છે.
કુલ 27700 મેગાવોટ 72400 હેક્ટર જમીન આપી છે.

ભૂપેન્દ્ર પટેલનો નિર્ણય
રિલાયંસના પ્રોજેક્ટની ક્ષમતા 9,000 મેગાવોટ થશે. રિલાયન્સે ગુજરાત માટે રૂ. 5.955 લાખ કરોડની રિન્યુએબલ એનર્જી યોજનાની જાહેરાત કરી હતી.

દેશના સૂર્ય ઉર્જા પાર્ક
ભડલા સોલાર પાર્ક રાજસ્થાનના ભાડલા ગામ ખાતે 5,783 હેક્ટર જમીનમાં કુલ ક્ષમતા 2,245 મેગાવોટ છે. પવાગડ સોલાર પાર્ક કર્ણાટકના તમાકુરુ જિલ્લામાં 13,000 એકર જમીનમાં 2,050 મેગાવોટનો પ્લાન્ટ છે. આંધ્ર પ્રદેશના પનમ મંડલ ખાતે કુરનૂલ સૂર્ય ઉર્જા વીજ મથક 1,000 મેગાવોટ 2,400 હેક્ટર જમીન પર છે. આંધ્ર પ્રદેશના એનપી કૂંતામાં અનંતપુરમ અસ્ટ્રા મેગા સોલર પાર્ક 3,207 હેક્ટર જમીનમાં 2018 સુધીમાં 750 મેગાવોટની ક્ષમતા હતી.

દુનિયાના 10 મોટા સોલર એનર્જી પાર્ક:
1) ભડલા સોલાર પાર્ક, જોધપુર રાજસ્થાન, વિસ્તાર: 5,700 હેક્ટર, ક્ષમતા : 2,245 મેગાવોટ
2) ગોલમુડ ડેઝર્ટ સોલાર પાર્ક, સ્થળ : ગોલમુડ, ચીન, ક્ષમતા : 1,800 મેગાવોટ,
3) પવાગડ સોલાર પાર્ક, તમાકુરુ-કર્ણાટક, 5,260 હેક્ટર, 2,050 મેગાવોટ વીજળી.
4) બેનબાન સોલાર પાર્ક , પશ્ચિમી ઇજિપ્ત (રણ), 3,700 હેક્ટર, 1,650 મેગાવોટ વીજળી.
5) ટેંગર ડેઝર્ટ સોલાર પાર્ક, ઉત્તર-મધ્ય ચીન, 4,300 હેક્ટર, 1,547 મેગાવોટ વીજળી.
6) નૂર અબુ ધાબી, યુનાઇટેડ આરબ ઇમારત (UAE), 8 ચોરસ કીલોમીટર, 1,177 મેગાવોટ વીજળી.
7) મહમ્મદ બિન રશીદ અલ મક્તુમ સોલાર પાર્ક, યુનાઇટેડ આરબ ઇમારત, 7,700 હેક્ટર, 1,012 મેગાવોટ વીજળી.
8) કૂરનૂલ અલ્ટ્રા મેગા સોલાર પાર્ક, સ્થળ : પનમ મંડલ, આંધ્રપ્રદેશ, 2,400 હેક્ટર, 1,000 મેગાવોટ વીજળી.
9) ડેટોંગ સોલાર પાવર પ્રોજેક્ટ, ચીન, 1,000 મેગાવોટ વીજળી.
10) એનપી કૂંતા અલ્ટ્રા પાવર પ્લાન્ટ, અનંતપુર, આંધ્રપ્રદેશ, 3,207 હેક્ટર, 900 મેગાવોટ વીજળી.

ભારત વર્ષ 2030 સુધીમાં પુનઃપ્રાપ્ય ઉર્જા મારફતે 500 ગીગા વોટની સ્થાપિત ક્ષમતા હાંસલ કરશે. ગુજરાત 90 ગીગા વોટની ક્ષમતા હાંસલ કરવાનો લક્ષ્ય છે.

વીન્ડિ સોલાર હાઇબ્રીડ પ્રોજેક્ટને મંજૂરી માટે નોડલ એજન્સી તરીકે જેડાને નિયત કરાઈ છે.

ચીન
ચીને ભારતની 4 હજાર ચોરસ કીલોમીટર જમીન મોદી રાજમાં છીનવી લીધી છે. છતાં મોદી મૌન છે. ચીન લદ્દાખમાં ભારતીય વિસ્તારને હડપ કરી રહ્યું છે. તેની સામે ભાજપ કહે છે કે, અમારા માટે રાષ્ટ્રવાદ સર્વોપરી છે.

ગોટાળો
કચ્છમાં અદાણીને જમીન ખોટી રીતે ટ્રાન્સફર કરવાથી ગુજરાત સરકારને 58 કરોડનું નુકસાન થયું છે. વન- પર્યાવરણ વિભાગ દ્વારા મુન્દ્રા પોર્ટ અને SEZ માટે કચ્છમાં અદાણી કેમિકલ્સને ટ્રાન્સફર કરવામાં આવેલી જંગલની જમીનના અયોગ્ય વર્ગીકરણને કારણે કંપનીને રૂ. 58.64ની ખોટ થઈ છે.
મુન્દ્રા અને ધ્રાબ ગામમાં અનુક્રમે 1,840 હેક્ટર અને 168.42 હેક્ટર જમીન ફાળવવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. જમીન માટીની હતી અને ખાડી વિસ્તાર મેન્ગ્રોવ્સથી ભરેલો હતો. તેમ છતાં, નાયબ વન સંરક્ષક (કચ્છ પૂર્વ) એ આ જમીનને ઈકો વર્ગ IV હેઠળ ગણી હતી અને 2008.42 હેક્ટર જંગલની જમીનના NPV તરીકે કંપની પાસેથી રૂ. 87.97 કરોડ વસૂલ કર્યા હતા.

સોલાર એનર્જીની વિવાવાદાસ્પદ વાતો વાંચવા ક્લીકર કરો

https://allgujaratnews.in/gj/modi-policy-stalled-solar-projects-gujarats-economy-affected-due-to-incomplete-target/