અમદાવાદ ગરીબ બની ગયું, મિલકત વેરો પણ ભરી શકાતો નથી, રૂપાણી કેમ આટલા નિષ્ઠુર

ગાંધીનગર, 12 નવેમ્બર 2020

રાજ્ય સરકાર દ્વારા જૂન 2020થી કોમર્શિયલ મિલકત ધારકોને પ્રોપર્ટી ટેક્સ બિલમાં 20 ટકા ઓછા ભરવાની મંજૂરી આપી છે. જૂન, જુલાઇ, ઓગસ્ટમાં કમીશન છતાં અમદાવાદ મહાનગર પાલિકામાં મંદીના કારણે મિલકત વેરાની આવકમાં વધારો થયો ન હતો. 60 લાખ લોકોમાંથી ઘણાં લોકોની વેરો ભરી શકે એવી આવક રહી ન હતી. છતાં ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને અમદાવાદના મેયર બિજલ પટેલ નિષ્ઠુર બનીને વેરો વસૂલવા નોટિસો ફટકારી રહ્યાં છે.

ઓગસ્ટથી સ્થિતી ખરાબ

એડવાન્સ ટેકસ યોજના હેઠળ 30 ટકાની છૂટ અમદાવાદ મહાનગર પાલિકાએ આપી હતી. છતાં તિજોરીમાં જૂનમાં રૂ.239.03 કરોડ, જુલાઇમાં રૂ.226.78 કરોડ અને ઓગસ્ટમાં રૂ.71.79 કરોડની જ આવક થઇ હતી. લોકો પાસે પૈસા ન હોવાથી રિબેટ યોજના ફલોપ શો પુરવાર થઇ હતી.

પૂર્વ-દક્ષિણ શહેર ગરીબ

હવે નવેમ્બર મહિનામાં આવકમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. અત્યારે દ‌ક્ષિણ ઝોન સિવાય શહેરભરમાં પ્રોપર્ટી ટેક્સ બિલનું વિતરણ ચાલી રહ્યું છે. 1થી 7 નવેમ્બર સુધીમાં રૂ.18.90 કરોડની આવક થતાં ચાલુ નાણાકીય વર્ષ 2020-21માં કુલ રૂ.601.12 કરોડની આવક થઇ છે. શહેરના સાત ઝોન પૈકી ગરીબ વિસ્તાર ઉત્તર ઝોનમાં રૂ.42.80 કરોડ, પૂર્વ ઝોનમાં રૂ.85.96 કરોડની આવક છે.

ઝૂલમી વેરો અમદાવાદમાં વધું

2019-20માં વેરા ખાતાને રૂ.1303 કરોડથી વધું આવક થઈ હતી. જેમાં મિલકત વેરા પેટે રૂ.994 કરોડ હતી. 60 લાખની વસતી ગણતા માથાદીઠ રૂ.2166 વેરો આવે છે. 25 લાખ મિલકત ગણતાં તે મિલકત દીઠ રૂ. 5200 થવા જાય છે. ગુજરાતમાં સૌથી વધું મિલકત વેરો અમદાવાદના લોકો ભરી રહ્યાં છે. અમપાએ 2018-19ના વર્ષમાં મિલકત વેરા પેટે રૂ.951 કરોડ, વ્યવસાય વેરા પેટે રૂ.174 કરોડ તથા વાહન વેરા પેટે રૂ.92 કરોડ મળી કુલ રૂ.1217 કરોડની આવક થઈ હતી. 2018-19માં રૂ.367 કરોડની આવક થઈ હતી.

સરકારી મિલકતો સામે કોઈ પગલાં નહીં

મિલકતોની સંખ્યામાં થયેલો વધારો તથા સ્વચ્છતા ઉપકરના નામે રૂ.85 કરોડનું ભારણ નાંખવામાં આવતાં આવક વધી છે. નાના વેપારીઓ સામે જે રીતે કાર્યવાહી કરવામાં આવે છે તેવી સરકારી કચેરીઓ સામે કાર્યવાહી થાય તો રૂ.100 કરોડ કરતા પણ વધુ રકમની આવક થઈ શકે છે.

વેરાનો કોઈ કાયદો નથી

અમદાવાદ શહેરની વેપારી અને રહેણાંકની 23.50 લાખ મિલ્કતોનો વેરો કયા આધારે લેવામાં આવે છે તેની કોઈ વિગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટીતંત્ર નથી. ચોંકાવનારો ઘટસ્ફોટ માહીતી અધિકાર કાયદા હેઠળ થયો છે. ગેઝેટની નકલ અમપાના વહીવટીતંત્ર પાસે નથી. મિલ્કતવેરો કાયદાની કઈ જોગવાઈ અને કઈ પધ્ધતિ અને 18 ટકા વ્યાજ કયા નિયમ હેઠળ વસુલાય છે એ અંગે માહિતી માંગી હતી. વર્ષમાં બે હપ્તામાં વસુલવાનો મુળ નિયમ છે. છતા વાર્ષિક વસૂલાય છે.

ગેઝેટ નથી

કાર્પેટ એરીયા આધારીત મિલ્કતવેરાની વસુલાત કરાય છે એ અંગેનુ ગેઝેટ 25 સપ્ટેમ્બર-2011ના રોજ બહાર પાડવામાં આવ્યુ હતુ એની નકલ પણ અમપા પાસે ન હોવાનુ અરજદારને લેખિતમાં કહેવામાં આવ્યુ છે. યુઝર ચાર્જ પર ઓનલાઈન કોમ્પયુટરમાં વ્યાજ ગણાય છે. તાતા કન્સલ્ટન્સીને કામગીરી સોંપેલી હતી.. જેથી જા કોઈ સ્થળે સોફટવેરમાં ખામીના કારણે આમ થતુ હોઈ શકે છે.