ગાધીનગર, 8 માર્ચ 2021
અમદાવાદના દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે,ભાજપના સત્તાધીશોની રાજહઠના કારણે ગરીબોની જીવાદોરી સમાન વી.એસ. હોસ્પિટલ બંધ ન કરી હોત તો કોરોના પીક ઉપર હતો તેવા કટોકટીના સમયે હાર્ટ, કેન્સર, કીડની તથા અન્ય બિમારીના દર્દીઓને સમયસર અને પૂરતી સારવાર મળી શકી હોત. હજારો જીવ બચી શક્યા હોત. કોરોના સિવાયના દર્દીઓને સમયસર અને પૂરતી સારવાર ન મળી હોવાના કારણે કોરોના કરતા પણ અન્ય બિમારીઓથી મૃત્યુઆંક વધારે થયો છે.
અમદાવાદના દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે, અમદાવાદમાં એક વર્ષમાં 31 ડિસેમ્બર 2020 સુધીમાં 67 હજાર લોકોએ જીવ ગુમાવ્યા છે. જેમાં કોરોના સિવાયના 65 હજાર દર્દીઓના મોત થયા છે. કોરોનાના કૂલ 53 હજાર દર્દીઓ નોંધાયા હતા, જેમાં 2200 લોકોના મોત થયા છે.
અમદાવાદના દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે,આમ સરકારે કોરોના પાછળ વધારે ધ્યાન આપીને બીજા રોગોની સારવારન આપતાં બીજા રોગોથી કોરોના કરતાં પણ વધારે મોત થયા છે. આમ રૂપાણીની સરકારે અમદાવાદના આરોગ્ય પાછળ કોઈ ધ્યાન આપ્યું ન હોવાથી મોત માટે તેઓ સીધા જવાબદાર છે.
આરોગ્ય સેવાઓ પાછળ થતાં ખર્ચમમાં દેશમાં ગુજરાત 15મા સ્થાન પર ધકેલાઈ ગયું છે. જે રૂપાણીની સૌથી મોટી નિષ્ફળતા માનવામાં આવે છે.
કોલોના મતે ગુજરાત 5.52 ટકાનું ખર્ચ કરે છે અને એક નંબર પર રહેલા કેજરીવાલની દિલ્હી સરકાર 12 ટકા ખર્ચ કરે છે. રૂપાણી કરતાં કેજરીવાલની સરકાર દિલ્હીના લોકોના આરોગ્ય પાછળ સારું કામ કરે છે.