અમદાવાદ, 4 ડિસેમ્બર 2020
અમદાવાદમાં કોરોના વાયરસનું સંક્રમણ જાણવા માટે RT-PCR ટેસ્ટ અને રેપીડ એન્ટીજન ટેસ્ટ કરાવવામાં આવે છે. સરકાર દ્વારા પણ આ બંને ટેસ્ટને જ ગ્રાહ્ય રાખવામાં આવ્યા છે. જેમાં HRCTનો ઉપયોગ કોરોના રોગનો ફેફસામાં ફેલાવો કેટલા પ્રમાણમાં છે, તેને માટે જ કરવાનો રહે છે. કોરોના રોગના નિદાન માટે તેનો ઉપયોગ કરવાનો રહેતો નથી. પ્રવર્તમાન કોરોનાની સ્થિતિમાં ઘણાં લોકો રેડિયો ડાયગ્નોસીસ માટેના હાઇ રિઝોલ્યુશન કોમ્પ્યુટર ટ્રોમોગ્રાફી સીટી સ્કેન HRCTને પણ કોરોનાનો ટેસ્ટ ડોક્ટરો માની બેઠા છે જે તદ્દન ખોટુ છે. તે કોરોના માટે નથી.
કોરોનની યાદીમાં ન આવવા ટેસ્ટ કરાવે છે
કોવિડ ટેસ્ટ પોઝીટીવ આવે ત્યારે તે વ્યક્તિ દ્વારા અન્ય લોકોને કે પરિવાજનોને સંક્રમણ ન ફેલાય તે માટે સરકાર દ્વારા દર્દીના ધરને કોરોના સંક્રમિત જાહેર કરવામાં આવે છે. દર્દી હોમ આઇસોલેશનમાં હોય ત્યારે અન્ય વ્યક્તિઓ તેનાથી અંતર જાળવે, આ દર્દી થકી પડોશી કે તેના ઘરના સભ્યોને જ સંક્રમણ ન થાય તેની સાવચેતીના ભાગરૂપે ઘરની બહાર આ પ્રકારના સ્ટીકર લગાવવામાં આવે છે. પરંતુ કોરોનાની પ્રવર્તમાન સ્થિતિમાં ઘણાય પરિવારો આ સમગ્ર પ્રક્રિયાથી બચવા HRCT ટેસ્ટ કરાવી રહ્યા છે જે તબીબી સલાહ ભર્યું નથી.
HRCT – હાઇ રિઝોલ્યુશન કોમ્પ્યુટર ટ્રોમોગ્રાફી શું છે
રેડિયો ડાયગ્નોસીસમાં HRCTનો ઉપયોગ ફેફસામાં વાયરસની અસર જોવા માટે કરવામાં આવે છે. કોરોના વાયરસથી સંક્રમણના શરૂઆતના તબક્કામાં એટલે કે ઇન્ક્યુબેશન ફેઝમાં દર્દી હોય ત્યારે તબીબો આ ટેસ્ટ કરાવવાની સલાહ આપતા નથી. તાવ આવવો, માથુ દુખવું જેવા સામાન્ય લક્ષણો ધરાવતા દર્દી માટે આ ટેસ્ટની જરૂરિયાત રહેતી નથી. તે ક્યારે કરાવવો જોઇએ તે માટેના તબક્કા નિર્ધારિત છે.
પ્રાથમિક તબક્કે સામાન્ય આવે છે
તબીબોના મત મુજબ કોરોના વાયરસનાના પ્રાથમિક તબક્કામાં મોટાભાગે HRCT સામાન્ય જ આવે છે. છતાં ખાનગી હોસ્પિટલો દર્દીઓ પાસેથી પૈસા પડાવી રહી છે. ત્યારબાદના પ્રોગ્રેસીવ ટેસ્ટમાં વાયરસ ફેફસા સુધી પહોંચે ત્યારે HRCT ટેસ્ટમાં લક્ષણો જણાય આવે છે. વાયરસનું સંક્રમણ ગંભીર બને ત્યારે બંને બાજુના ફેફસા ભરાઇ જાય છે. વધારે પડતો સ્કોર જોવા મળે છે. ત્યારબાદ ફેફસામાં રીગ્રેસનનો સ્ટેજ આવે છે. એટલે કે ફેફસામાં વાયરસનું સંક્રમણ વધવા લાગે છે.
શરૂઆતના તબક્કામાં જ્યારે કોવિડ રીપોર્ટ પોઝીટીવ આવે અને HRCT કરાવવામાં આવે ત્યારે તેની સામાન્ય આવવાની સંભાવના પ્રબળ રહેલી છે. જો ઓક્સિજનનું પ્રમાણ 95 ટકા કે તેથી વધારે રહેતું હોય તો તબીબી સલાહ પ્રમાણે પ્રાથમિક તબક્કામાં HRCT કરાવવાની જરૂરિયાત રહેતી નથી. બીજા તબક્કા એટલે કે 7 દિવસ બાદ જ HRCT ટેસ્ટ કરાવવાની સલાહ આપવામાં આવે છે.
HRCTમાં દર 4થી 5દિવસમાં વાયરસ બદલાઈ છે
HRCTમાં દર 4થી 5દિવસમાં વાયરસનું સ્ટેજ બદલાય છે. તેનુ સ્વરૂપ બદલાતું જોવા મળે છે. એટલે કે જો વાયરસે ફેફસામાં ગંભીર રીતે નુકસાન પહોંચાડ્યું હોય તો 14થી 28 દિવસ દરમિયાનમાં HRCTમાં બદલાવ જોવા મળે છે.
HRCT માં બતાવવામાં આવતો CS સ્કોર શું છે?
HRCT દરમિયાન કોરેડ સ્કોર એટલે કે કોવિડ વાયરસે ફેફસામાં કેટલા પ્રમાણમાં અસર કરી છે. ફેફસાનો કેટલો ભાગ કોરોના વાયરસથી સંક્રમિત છે. વાયરસે ફેફસામાં કેટલા પ્રમાણમાં બગાડ કર્યો છે, તે આ સ્કોરથી જાણવામાં આવે છે.
મનુષ્યના શરીરમાં બે ફેફસા હોય છે જેમાં જમણા ફેફસામાં ત્રણ અને ડાબા ફેફસામાં બે (lobule) હોય છે. કયા લોબમાં વાયરસની કેટલી અસર છે તે કોરેડ સ્કોર 25 અથવા 40 માંથી આપવામાં આવે છે. જો 25ના સ્કોર સંલગ્ન વાત કરીએ તો કોરેડ સ્કોરનો સરવાળો 8થી નીચે હોય તો હળવી અસર, 8થી 15ની વચ્ચે હોય તો મધ્યમ અને 15થી વધુ હોય તો થોડી ગંભીર અસર માનવામાં આવે છે.
15 કોરેડ સ્ટોરમાં જ વેન્ટીલેટરની જરૂર પડે
કોરેડ સ્કોરમાં ગંભીરતા વધુ જણાય આવે ત્યારે જ દર્દીને સઘન સારવારની જરૂર પડતી હોય છે. જેમાં તેને ઓક્સિજન અથવા વેન્ટીલેટર પર રાખવાની જરૂર જણાઇ આવે છે.
HRCTનો ઉપયોગ કોરોના રોગનો ફેફસામાં ફેલાવો કેટલા પ્રમાણમાં છે, તેને માટે જ કરવાનો રહે છે. કોરોના રોગના નિદાન માટે તેનો ઉપયોગ કરવાનો રહેતો નથી.
કોરોનાના નિદાન માટે આર.ટી.પી.સી.આર. અને એન્ટીજન જ ગ્રાહ્ય છે.
ખતરનાર રેડીયેશન
રેડિયોલોજી તબીબી તારણ પ્રમાણે એક HRCT કરાવવાથી મનુષ્યના શરીરમાં છાતીના 10000 X-RAY જેટલું રેડીએશન ઝીલવું પડતું હોય છે. જે રેડિયેશનનો ડોઝ ઘણો જ મોટો કહેવાય છે. લાંબા ગાળે આ રેડિએશનના કારણે કેન્સર થવાની પણ શક્યતાઓ રહેલી છે.
કોરોના સંક્રમણના પ્રાથમિક તબક્કે HRCT સ્કેન સલાહ ભર્યો નથી, એમ, અમદાવાદની સિવિલ હોસ્પિટલના રેડિયોલોજીસ્ટ ડૉ.પંકજ અમીને જણાવ્યું હતું.
રેડિયોલોજીસ્ટ ડો.પરાગ શેઠ કહે છે કે, પ્રોગ્નોસીસ માટે ઉપયોગી છે. કોરોનાની કેટલી ગંભારતા છે તે આ ટેસ્ટ પરથી ખ્યાલ આવે છે. જે રોગના એક મેનેજમેન્ટનો ભાગ છે.